અયોધ્યાઃ એક તરફ ઉત્તર પ્રદેશ સહિત (Uttar Pradesh) દેશ કોરોના સામે લડી રહ્યો છે તો બીજી તરફ અયોધ્યામાં (Ayodhya) એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. અહીં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સહિત પરિવારના પાંચ લોકોને મોતને (family murder) ઘાટ ઉતારી દીધા છે. જોકે, હજી સુધી પોલીસને (police) એક જાણવા મળ્યું નથી કે હત્યા કોણે કરી છે?
આ ઘટના અયોધ્યાન જનપદના ઈનાયતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુર મજરે બરિયા નિસારુની છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી હતી. જેમાં પતિ પત્ની સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. મૃતક દંપતીના બાળકોમાં બે યુવકો અને એક યુવતી છે. ત્રણેની ઉંમર 10 વર્ષ કરતા નાની છે.
આ ઘટનામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પરિવારની હત્યા પ્રોપર્ટી વિવાદના કારણે કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. કેટલા લોકોએ ભેગા મળીને હત્યા કરી એ અંગે પણ કોઈ પુષ્ટી થઈ નથી. ઘટનાની જાણકારી મળતા જ અયોધ્યાના મુખ્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કોરોનાકાળમાં દેશભરમાં હત્યારાઓ અને બળાત્કારીઓના હિંમત બુલંદ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સૂચના આપી છે કે પહેલાથી ચાલુ પ્રતિબંધ આગામી સપ્તાહ સુધી ચાલશે. આ નિર્ણય સીએમ યોગી આદિત્યનાથની કેમબિનેટ મીટિંગમાં લેવામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1098967" >
આ દરમિયાન પહેલાની જેમ ઔદ્યોગિક ગતિવિધિઓ ચાલુ રહેશે. પરંતુ સામાન્ય માણસને બહાર નીકળવા માટે પહેલાની જેમ જ પાબંદી રહેશે. આ ઉપરાંત જરૂરી સેવાઓની અવર-જવરની અનુમતિ રહેશે. વેક્સીન લગાવવા જવાની મંજૂરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર