પ્રેમ લગ્નનો કરૂણ અંત! પતિને ફાંસીએ લટકેલો જોઈ પત્નીએ પણ ગળે ફાંસો ખાઈ લીધો

News18 Gujarati
Updated: March 4, 2020, 11:19 PM IST
પ્રેમ લગ્નનો કરૂણ અંત! પતિને ફાંસીએ લટકેલો જોઈ પત્નીએ પણ ગળે ફાંસો ખાઈ લીધો
પ્રતિકાત્મક તસવીર

બંનેએ પાંચ મહિના પહેલા જ પ્રેમ લગન કર્યા હતા - તાપેન્દ્ર ઓફિસ બોય તરીકે કામ કરતો હતો - પત્ની અલગ-અલગ ઘરમાં સાફ સફાઈનું કામ કરતી હતી

  • Share this:
દિલ્હી: દક્ષિણ દિલ્હીના કોટલા મુબારકપુર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પતિને ફાંસીના ફંદા પર લટકેલો જોઈ પત્નીએ પણ ફાંસી લગાવી આપઘાત કરી લીધો. પતિ-પત્ની નેપાળના રહેવાસી હતા અને બંનેએ પાંચ મહિના પહેલા જ પ્રેમ વિવાહ કર્યો હતો. પોલીસને ઘટના સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ નથી મળી અને શરૂઆતની તપાસમાં હજુ આપઘાતનું કારણ પણ જાણવા નથી મળ્યું.

પોલીસે બંનેની લાસને પીએમ માટે હોસ્પિટલ રવાના કરી, પરિવારને આ મામલે સુચના આપી દીધી છે. દક્ષિણ જિલ્લા ડીસીપી અતુલ કુમારે મીડિયાને જણાવ્યું કે, નેપાલ નિવાસી તાપેન્દ્ર ઉર્ફે બંટી (20) અને પત્ની બિશ્રા (20) સાથે એફ 48/1 કૃષ્ણા ગલી કોટલા મુબારકપુરમાં ઈન્દ્રજીતના મકાનમાં ત્રીજા માળે ભાડા પર રહેતા હતા.

આ લોકો અઢી મહિના પહેલા જ નેપાળથી દિલ્હી આવ્યા હતા. તે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત માલિકની ઓફિસમાં ઓફિસ બોય તરીકે કામ કરતો હતો. તેની પત્ની અલગ-અલગ ઘરમાં સાફ-સફાઈનું કામ કરતી હતી. તાપેન્દ્ર મંગળવારે સવારે આટ કલાકે મકાન માલિકના ઘરે ગયો અને ઈન્દ્રજીત પાસેથી ઓફિસની ચાવી લીધી.

ઓફિસમાં કામ કર્યા બાદ તે પોતાની રૂમ પર જતો રહ્યો. તાપેન્દ્ર સવારે દસ કલાક સુધી ઓફિસમાં ન આવ્યો તો મકાન માલિકે બીજા કર્મચારી કાલુને જોવા ઉપર મોકલ્યો. કાલુ રૂમ પર પહોંચ્યો તો જોયુ કે તાપેન્દ્ર ફાંસી લગાવી લટકી રહ્યો હતો. કાલુએ આ વાત પોતાના માલિકને જણાવી.

માલિક ઈન્દ્રજીતે પાસેના ઘરમાં કામ કરી રહેલી બિશ્રાને આ વાત જણાવી. તે ઉપર ગઈ અને ચપ્પાથી રસ્સી કાપી તાપેન્દ્રને નીચે ઉતાર્યો. તેણે તાપેન્દ્રના મોંઢા પર પાણી પણ રેડ્યું. જ્યારે તેને ખબર પડી કે, તાપેન્દ્રનું મોત થઈ ગયું છે તો તેણે પણ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો અને પોતાની જાતને ફાંસી લગાવી આપઘાત કરી લીધો.

લગભગ પાંચ મિનિટ બાદ ઈન્દ્રજીત પોતાના પુત્ર સાથે ત્રીજા માળે ગયો તો રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. આ લોકોએ રૂમનો દરવાજો તોડી નાખ્યો તો બંનેના મોત થયા હતા. મકાન માલિકે સવારે સવા અગિયારે આની જાણકારી પોલીસને આપી. પોલીસ અનુસાર, તેમના સગા-સંબંધી મળી ગયા છે, જ્યારે બિશ્રાના પરિવારજનોને નેપાળમાં સૂચના આપી દેવામાં આવી છે.
First published: March 4, 2020, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading