ઓસ્ટ્રેલિયામાં રહેતા મિત્રએ આપ્યો આઈડિયા, પછી પતિ-પત્નીએ ગેંગ બનાવી 2 વર્ષમાં ઠગ્યા 22 કરોડ

સોશિયલ સાઇટ્સ દ્વારા અશ્લિલ વીડિયો બનાવીને લોકોને બ્લેકમેઇલ કરનારી ગેંગ (gang)પકડાઇ

રાજકોટમાં એક વ્યક્તિ પાસેથી લગભગ 8 લાખ પોતાના ખાતામાં નખાવી દીધા હતા. જેનો કેસ પીડિતે ગુજરાતમાં નોંધાવ્યો હતો. આ પછી ગુજરાત પોલીસે ગાજિયાબાદ પોલીસનો સંપર્ક કર્યો અને આખા કેસનો ખુલાસો થયો

  • Share this:
    ગાજિયાબાદ : યૂપીના ગાજિયાબાદના (Ghaziabad)સાઇબર સેલ (Ghaziabad Cyber Cell) અને નંદ ગ્રામ પોલીસે શુક્રવારે શાતિર અંદાજમાં સોશિયલ સાઇટ્સ દ્વારા અશ્લિલ વીડિયો બનાવીને લોકોને બ્લેકમેઇલ કરનારી ગેંગ (gang)પકડી છે. ગાજિયાબાદ પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરતા ગેંગના ચાર બેંક ખાતા જપ્ત કર્યા છે. જેમાં લગભગ 3 કરોડ 80 લાખ રૂપિયા છે. આ સિવાય પોલીસે કહ્યું કે આ લોકોએ બે વર્ષમાં 200થી વધારે લોકોના અશ્લિલ વીડિયો બનાવીને બ્લેકમેઇલ (blackmailing )કરતા 22 કરોડ વસૂલ્યા છે.

    ગાજિયાબાદના સિટી એસપી નિપુલ અગ્રવાલે (City SP Nipul Agarwal)કહ્યું કે અત્યાર સુધી અમને આ ગેંગના 4 બેંક એકાઉન્ટની સૂચના મળી છે. આ ચાર બેંક એકાઉન્ટમાં લગભગ 3.8 કરોડ રૂપિયા લેણદેણ થઇ છે. બધા બેંક એકાઉન્ટ જપ્ત કરી લીધા છે. આ સાથે તેમણે કહ્યું લોકોના અશ્લિલ વીડિયો બનાવીને તેને સ્ટ્રિપચેટ દ્વારા બ્લેકમેઇલ કરીને પૈસા પડાવનાર ગેંગનું સંચાલન એક દંપત્તિ કરી રહ્યું હતું. પોલીસે આ મામલામાં પતિ અને પત્ની સહિત 3 યુવતીઓની ધરપકડ કરી છે. તેમની પાસે 8 બેંક એકાઉન્ટ હતા.

    આ પણ વાંચો - ભારતની 25 વર્ષની યુવતીની મેક્સિકોમાં હત્યા, પોતાના બર્થ ડેની ઉજવણી માટે ગઈ હતી પણ મળ્યું મોત

    આવી રીતે ચાલી રહ્યો હતો ગોરખધંધો

    ગાજિયાબાદ પોલીસના મતે આરોપી યોગેશ પોતાની પત્ની સપના અને અન્ય યુવતીઓ નિકિતા, નિધિ અને પ્રિયા સાથે મળીને લોકોને શાતિર અંદાજમાં પહેલા વેબસાઇટ દ્વારા અશ્લિલ ચેટિંગ માટે આમંત્રિત કરતા હતા. આ પછી લોકોને યુવતીઓનો પ્રાઇવેટ નંબર આપીને તેમની સાથે અશ્લિલ ચેટિંગ દરમિયાન તેમનો વીડિયો બનાવી લેતા હતા. આ પછી યોગેશ અને તેની પત્ની સપનાનું અસલી કામ શરૂ થતું હતું. યોગેશ અને સપના જે વ્યક્તિની અશ્લિલ વીડિયો બનાવતા હતા તેને બ્લેકમેઇલ કરવાનું કામ કરતા હતા. તેમના ફર્જી એકાઉન્ટમાં પૈસા નખાવતા હતા. આ લોકોએ પોતાના શિકાર નાસિક, દિલ્હી, એનસીઆર સિવાય અન્ય રાજ્યોમાં પણ બનાવ્યા હતા.

    તેમણે ગુજરાતના રાજકોટમાં રહેનાર તુષાર નામના વ્યક્તિ પાસેથી લગભગ 8 લાખ પોતાના ખાતામાં નખાવી દીધા હતા. જેનો કેસ પીડિતે ગુજરાતમાં નોંધાવ્યો હતો. આ પછી ગુજરાત પોલીસે ગાજિયાબાદ પોલીસનો સંપર્ક કર્યો તો આ આખા કેસનો ખુલાસો થયો હતો.

    આ પણ વાંચો - સુરત : મસાજ પાર્લરની આડમાં ચાલતું હતું કૂટણખાનું, થાઇલેન્ડ અને કેન્યાની યુવતી પકડાઇ

    ઓસ્ટ્રેલિયામાં રહેતા મિત્રએ આપ્યો આઈડિયા

    પોલીસની પૂછપરછમાં માહિતી સામે આવી હતી કે આ ગોરખધંધાની શરૂઆત આરોપી યોગેશની પત્ની સપનાએ કરી હતી. સપનાની મિત્રતા ઓસ્ટ્રેલિયામાં રહેતા શનિ નામના એક યુવક સાથે ફેસબુકના માધ્યમથી થઇ હતી. તેણે ઠગવાનો આ આઈડિયા આપ્યો હતો. આ પછી સપનાએ જાળ બિસાવી હતી. આરોપીઓએ અલગ-અલગ સ્થાને સોશિયલ સાઇટ દ્વારા લોકોને ખાસ કરીને યુવતીઓને નોકરી માટે બોલાવી હતી. 5000 વોઇસ કોલિંગ અને 20000 થી 25000 રૂપિયા વીડિયો કોલના નામે સેલેરી આપવાની વાત કહેવામાં આવી હતી. જે યુવતીઓ કામ કરવા આવતી હતી તેમને એક સાઇટ દ્વારા લોકો સાથે અશ્લિલ વીડિયો કોલ કરાવવામાં આવતો હતો. પછી તે યુવતીઓ પોતોનો પ્રાઇવેટ વોટ્સએપ નંબર, જે પૂરી રીતે ફર્જી રહેતો હતો. તે આપતી હતી. આ પછી ગોરખધંધો શરુ થતો હતો.
    Published by:Ashish Goyal
    First published: