જામતાડા: ઝારખંડના જામતાડાના કુંડહિત પ્રખંડના શંકરપુર ગામમાંથી મંગળવારની સાંજે કઢંગી હાલતમાં પ્રેમી કપલને ગામલોકોએ પકડીને વિજળીના થાંભલા સાથે બાંધી દીધા હતા. સાથે જ કુંડહિત પોલીસને પણ જાણકારી આપી હતી. કુંડહિત પોલીસને જાણકારી મળતા જ પોલીસ ફોર્સ ઘટનાસ્થળે આવી પહોંચી અને ગામલોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગામલોકો આ મામલાને લઈને એકના બે ન થયા, ખૂબ સમજાવ્યા બાદ આખરે ગામલોકોએ પોલીસની વાત માની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બનકાટી નિવાસી 30 વર્ષિય યુવક શંકરપુરા ગામની 29 વર્ષિય મહિલા સાથે લાંબા સમયથી સંબંધ ચાલી રહ્યો હતો. મહિલાના પતિનું મોત થઈ ચુક્યું હતું. મંગળવારની સવારે યુવક શંકરપુર ગામ આવ્યો હતો અને મહિલા સાથે ઘરમાં હતો. તેની જાણકારી યુવકની પત્નીને લાગી ગઈ અને તે શંકરપુર ગામમાં પ્રેમિકાના ઘરે આવી પહોંચી. આ દરમિયાન પત્નીએ પોતાના પતિને મહિલા સાથે કઢંગી હાલતમાં પકડી પાડ્યો. તેણે આ વાતનો વિરોધ કર્યો તો, પતિ અને તેની પ્રેમિકાએ આ મહિલા સાથે મારપીટ કરવા લાગ્યા. બાદમાં ગામલોકોએ આ કપલને પકડીને વિજળીના થાંભલા સાથે બાંધી દીધા. ગામલોકોએ આ ઘટનાની જાણકારી યુવકના પિતાને પણ આપી.
આ તમામની વચ્ચે પિતાએ પોતાની વહુને ઘાયલ અવસ્થામાં 108માં લઈ ગયા અને કુંડહિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેની સારવાર કરાવી. કુંડહિત પોલીસે બંને પ્રેમી યુગલને ગામલોકો પાસેથી મુક્ત કરાવીને તેમને પણ હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.
પતિનું થયું હતું કે, ત્રણ વર્ષ પહેલા મોત
શંકરપુર નિવાસી મહિલાનો પતિ બિમાર હોવાના કારણે 2019માં મોત થઈ ગયું હતું. ત્યાર બાદ બનકાટી નિવાસી યુવક સાથે મહિલા સંબંધમાં હતી અને યુવકને મહિલાના ઘરે આવવા જવાનું રહેતું હતું. પણ મંગળવારે પત્નીએ બંનેને રંગે હાથે પકડી લીધા, જેને લઈને ભારે ડખ્ખો થયો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર