નવી દિલ્હી : પૂર્વ વિદેશ મંત્રી તેમજ બીજેપીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ આપણી વચ્ચે નથી રહ્યાં. હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે રાત્રે તેમનું નિધન થઈ ગયું હતું. લોકો અંતિમ દર્શન કરી શકે તે માટે સવારે તેમના પાર્થિવદેહને તેમના નિવાસ્થાને રાખવામાં આવ્યો હતો. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન મોદી સહિતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદમાં તેમના દેહને અંતિમ દર્શન માટે નવી દિલ્હી ખાતે આવેલા બીજેપીના કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજેપીના કાર્યાલય ખાતેથી જ સુષમાની અંતિમયાત્રા નીકળી હતી. લોધી રોડ પર આવેલા સ્મશાનઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્રી બાંસુરીએ મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદી સહિત ભાજપના બધા નેતાઓ હાજર રહ્યા હતા.
પુત્રી-પતિએ સલામી આપી વિદાય આપી
બીજેપી કાર્યાલય ખાતેથી અંતિમયાત્રા નીકળતા પહેલા દીકરી બાંસુરી સ્વરાજ અને પતિ સ્વરાજ કૌશલે ત્રિરંગામાં લપેટાયેલા સુષમા સ્વરાજને સલામી ભરી હતી અને તેમના અંતિમ વિદાય આપી હતી.
સુષમાને અંતિમ વિદાય
વડાપ્રધાનની આંખમાંથી આંસુ છલકાયા
જંતર મંતર ખાતે આવેલા સુષમા સ્વરાજના ઘર ખાતે પહોંચીને વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ છલકાયા હતા. પીએમ મોદીએ સુષમાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.
Prime Minister @narendramodi paid tributes to former EAM and one of India's most respected leaders, late Smt. Sushma Swaraj Ji.
Sushma Ji will always be remembered for her exceptional service to the nation. pic.twitter.com/LpDIuSysPH
પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવનો કેસ લડનારા જાણીતા વકીલ હરીશ સાલ્વેએ સુષમાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું- મારા માટે સુષમા મોટી બહેન જેવા હતા. તેમના અકાળે અવસાનથી હું આઘાતમાં છું. કાલે રાત્રે 8.45 વાગ્યે મારી તેમની સાથે વાત થઈ હતી. તેમણે જાધવ કેસ માટે રૂ. 1ની ફી આવીને લઈ જવાનું કહ્યું હતું. તેની 10 મિનિટ પછી સુષમાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.