હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન, મેહબૂબા મુફ્તીએ ટ્વવિટ કરીને આપી માહિતી

હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીની ફાઈલ તસવીર

હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની(hurriyat leader syed ali shah geelani)નું નિધન થયું છે. શ્રીનગરના હૈદરપુરા સ્થિત તેના નિવાસસ્થાને ગિલાનીનું બુધવારે (1 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યે નિધન થયું હતું.

 • Share this:
  શ્રીનગર: હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની(hurriyat leader syed ali shah geelani)નું નિધન થયું છે. શ્રીનગરના હૈદરપુરા સ્થિત તેના નિવાસસ્થાને ગિલાનીનું બુધવારે (1 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યે નિધન થયું હતું. પીડીપીની નેતા મેહબુબા(mehbooba) મુફ્તીએ ટ્વિટ કરીને ગિલાનીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું, ગિલાની શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં રહેતા હતા, અને તે મૂળ સોપોર જિલ્લાના રહેવાસી છે. તેમનો જન્મ 29 સપ્ટેમ્બર 1992માં થયો હતો તેમણે કોલેજનું ભણતર પાકિસ્તાન(Pakistan)ના લાહોરમાં કર્યું હતું. તે ત્રણ વખતથી સોપોરમાં ઘારાસભ્ય (MLA) રહ્યા હતા. 91 વર્ષીય ગિલાનીના વિચારો હંમેશા માટે ભારત વિરોધી રહ્યા હતા.

  હુર્રિયતની સ્થાપના 90ના દાયકામાં કરવામાં આવી હતી, અલગાવવાદી નેતા ગિલાની પર કેટલાય કેસ દાખલ કરવામાં આવેલા છે. તેનો પાસપોર્ટ પણ રદ કરી દેવામાં આવ્યો હતો ગિલાની પર હવાલા ફંડિગ, સીમા પાર આતંકી કમાન્ડરો પાસેથી પૈસા લઈને કાશ્મીરમાં આગ ભડકાવવામાં પણ તે મુખ્ય ભૂમિકામાં હતો, NIA તથા ઈડીએ આ ફરિયાદો અંગે તેના જમાઈ સાથે પણ પૂછપરછ કરી હતી.

  મેહબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને ગિલાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વિટ કરતા લખ્યું કે, ગિલાની સાહેબના નિધનની ખબર જાણીને ખુબ દુખ થયું. અમે મોટાભાગની વાતોમાં સહમત ન થઈ શક્યા પરંતુ દ્રઢતા અને વિશ્વાસ સાથે ઉભા રહેવાની તેમની આદતનું પણ સન્માન કરુ છું. અલ્લાહ તાલા તેમને જન્નત આપે અને તેમના પરિવાર અને શુભચિંતકોને શક્તિ આપે.
  Published by:kuldipsinh barot
  First published: