Home /News /national-international /રિપોર્ટર તોફાનમાં ઉડ્યો! પ્રતિ કલાક 241 કિમી પવનની સ્પીડમાં માંડ માંડ બચ્યો, જૂઓ VIDEO

રિપોર્ટર તોફાનમાં ઉડ્યો! પ્રતિ કલાક 241 કિમી પવનની સ્પીડમાં માંડ માંડ બચ્યો, જૂઓ VIDEO

રિપોર્ટર વાવાઝોડમાં ફંગોળાયો

Hurricane Ian: ઈયાન સવારે 7 વાગ્યે નેપલ્સની દક્ષિણ-પશ્ચિમમાં 105 કિમી દૂર સ્થિત હતું અને તે 17 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. તોફાન વચ્ચે એક પત્રકાર રિપોર્ટિગ કરી રહ્યો હતો, આ દરમિયાન તે હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
    Hurricane Ian: ચક્રવાત 'ઈયાન' અમેરિકાના ફ્લોરિડામાં સર્વત્ર તબાહી મચાવી રહ્યું છે. ગુરુવારે સવારે આ વાવાઝોડાએ ફોર્ટ મેયર્સમાં દસ્તક આપી હતી. આ દરમિયાન, પવનની ઝડપ 241 કિમી પ્રતિ કલાક માપવામાં આવી હતી. આ કેટેગરી 4નું તોફાન જણાવવામાં આવી રહ્યું છે. હાલ, 20 લાખથી વધુ ઘરોમાં વીજળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકામાં આ અત્યાર સુધીનું સૌથી ખતરનાક વાવાઝોડું છે. આ દરમિયાન, તોફાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક રિપોર્ટર પવનની ઝડપમાં આવી ગયો હતો, આ બાદ ભારે મુશ્કેલીથી બચ્યો હતો.



    લગભગ 36 સેકન્ડનો આ વીડિયો તમને હચમચાવી દેશે. તોફાનની ગતિ જોઈને તમે ડરી જશો. રસ્તામાં રિપોર્ટર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન, પવનની ખતરનાક ગતિ તેમને રસ્તાની એક બાજુથી બીજી તરફ લઈ ગયો હતો. જીવ બચાવીને જ્યારે તે દોડવા લાગ્યો ત્યારે ઝાડની ડાળી તેના પગ સાથે અથડાઈ હતી. આ બાદ, તે થાંભલો પકડીને થોડીવાર ઉભો રહ્યો હતો. ખાસ વાત એ છે કે, આ દરમિયાન તે સ્ટુડિયોમાં સતત વાત કરતો રહ્યો હતો. અંતે તેણે કહ્યું કે, તે સંપૂર્ણપણે ઠીક છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ રિપોર્ટર જિમ કેન્ટોર છે. તે હવામાન ચેનલ માટે કામ કરે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Hurricane, Viral videos, વરસાદ

    विज्ञापन
    विज्ञापन