Home /News /national-international /

Alert! ટૂંક સમયમાં તામિલનાડુ પહોંચી શકે છે ગાજા વાવાઝોડુ, બંધ રહેશે સ્કૂલ-કોલેજ

Alert! ટૂંક સમયમાં તામિલનાડુ પહોંચી શકે છે ગાજા વાવાઝોડુ, બંધ રહેશે સ્કૂલ-કોલેજ

વાવાઝોડું પહોંચવા દરમ્યાન તેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેવાનું અનુમાન છે. આ બાદ તેની ઝડપ 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે

વાવાઝોડું પહોંચવા દરમ્યાન તેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેવાનું અનુમાન છે. આ બાદ તેની ઝડપ 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે

    ગાજા વાવાઝોડુ હવે કોઈ પણ સમયે તામિલનાડુના દરીયા કિનારા પર ત્રાટકી શકે છે. આ વાવાઝોડાને લઈ પૂરા રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિસ્તારમાં વાવાઝોડુ થવાની આશંકા છે, ત્યાં શુક્રવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાવાઝોડાની તીવ્રતા વધતી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે.

    મોસમ વિભાગે કહ્યું છે કે, અહીંથી 285 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમ ખાડી અને પુંડુચેરીમાં કરાઈકલના 225 કિમી પૂર્વથી પસાર થઈ રહેલું વાવાઝોડુ ગુરૂવારની સાંજે અથવા રાત્રે કુડ્ડાલોર અને પાણબન વચ્ચે દરિયા કિનારા પરથી પસાર થવાનું અનુમાન છે.

    વાવાઝોડું પહોંચવા દરમ્યાન તેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેવાનું અનુમાન છે. આ બાદ તેની ઝડપ 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, અને આ ક્ષેત્રમાં ભારે વરસાદનું પણ અનુમાન છે. તામિલનાડુ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે એક ટ્વીટમાં કહ્યું છે કે, ગાજા ચક્રવાત વિશે નવીનતમ સૂચના અનુસાર, અહીંથી 300 કિમી દૂર નાગપટ્ટનમ જીલ્લામાં આઠ કલાકથી રાત્રીના 11 કલાક સુધીમાં પહોંચવાનું અનુમાન છે.

    ચક્રવાતથી જે જીલ્લા પ્રભાવિત થવાની સંભાવના છે, ત્યાં હાલમાં જોરદાર વરસાદ નથી પડ્યો. પરંતુ, ચેન્નાઈમાં ઝરમર વરસાદ વરસ્યો છે. નાગપટ્ટનમ જીલ્લામાં અત્યાર સુધીમાં 1313 લોકોને રાહત કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Can, Tamil Nadu

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन