Home /News /national-international /મોદી સરકારના 100 દિવસ : આર્ટિકલ 370 હટાવવાથી લઈ ત્રણ તલાક કાયદો, સરકારે લીધા અનેક સાહસિક નિર્ણય

મોદી સરકારના 100 દિવસ : આર્ટિકલ 370 હટાવવાથી લઈ ત્રણ તલાક કાયદો, સરકારે લીધા અનેક સાહસિક નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું સંસદ સત્ર રેકોર્ડ બ્રેક કામકાજ માટે યાદ રખાશે

(વિક્રાંત યાદવ)

કેન્દ્રની નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારની બીજી ઇનિંગના સો દિવસ આજે એટલે કે 7 સપ્ટેમ્બરે પૂરા થઈ રહ્યા છે. સો દિવસના આ કાર્યકાળને અનેક ઐતિહાસિક અને સાહસિક નિર્ણયો માટે યાદ રાખવામાં આવશે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 370 અને આર્ટિકલ 35(એ)ને હટાવવાનો નિર્ણય હોય કે મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી રાહત આપતા કાયદાની વાત હોય, સરકારના બીજા કાર્યકાળનું પહેલું સંસદ સત્ર રેકોર્ડ કામકાજ માટે યાદ રખાશે. જેણે પહેલાના તમામ રેકોર્ડ તોડી દીધા અને એક જ સત્ર દરમિયાન 36 બિલોને મંજૂરી મળી.

સો દિવસ અને એક 'મજબૂત સરકાર'

મોદી સરકારના બીજા કાર્યકાળના સો દિવસોને ભાજપની મજબૂત સરકારના કામકાજના રૂપે પ્રચાર કરી રહી છે. એવું કરવા માટે પાર્ટી અને સરકારની પાસે કારણો પણ છે. આ સો દિવસોમાં સંસદનું એક સત્ર થયું છે અને તે સત્રએ કામકાજના તમામ જૂના રેકોર્ડ તોડી દીધા. આમ તો સરકાર 2014થી પણ પ્રચંડ બહુમત સાથે 2019માં ચૂંટાઈને આવી હતી. પરંતુ રાજ્યસભામાં અત્યાર સુધી તેની બહુમતી નહોતી. એવામાં સરકારને અંદેશો હતો કે ક્યાં અગાઉના કાર્યકાળની જેમ તેના મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાં અટવાઈ ન જાય. પરંતુ આ વખતે સંસદ સત્રના પહેલા દિવસથી સરકાર આક્રમક દેખાઈ, સરકારના વલણથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે રાજ્યસભામાં વિપક્ષના બહુમતને તેઓ પોતાના કામકાજમાં અડચણ નહીં બનવા દે.

અનેક મહત્વપૂર્ણ બિલ પાસ થયા

તેનું સૌથી મોટું પરિણામ જોવા મળ્યું, જ્યારે સરકારે આરટીઆઈ કાયદામાં સંશોધન પાસ કરાવી લીધા. બસ પછી શું હતું, અગાઉના કાર્યકાળમાં ત્રણ તલાક પાસ કરાવવા તમામ પ્રયાસો કરનારી સરકારે એક ઝટકામાં આ બિલને પાસ કરાવી લીધું. આ સરકાર માટે એક મોટી સફળતા હતી. જ્યોર આ બિલ પાસ થયું, તો એવું લાગી રહ્યું હતું કે આ સત્ર માટે સરકાર માટે સૌથી મોટી સફળતા હશે, પરંતુ સરકાર તો તેનાથી ક્યાંય આગળ વિચારી રહી હતી. સંસદનું સત્ર સમાપ્ત થવા તરફ હતું, ત્યારે સરકારે 9 ઓગસ્ટ સુધી સત્ર વધારવાનો નિર્ણય લઈ લીધો હતો. 5 ઓગસ્ટે લાગી રહ્યું હતું કે સરકાર જમ્મુ-કાશ્મીર વિશે કોઈ નિર્ણય લઈ શકે છે. પરંતુ શું નિર્ણય હશે, કોઈને ગંધ સુદ્ધા નહોતી.

આ પણ વાંચો, મોદી સરકાર ફરી લાવી રહી છે સસ્તા ACની સ્કિમ, જાણો ઑફર વિશે

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવ્યો

ગૃહ મંત્રી અમિત શાહે જ્યારે ગૃહની અંદર આર્ટિકલ 370 અને 35(એ)ને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો તો તમામ ચોંકી ગયા. સરકારે બે દિવસની અંદર ગૃહના બંને સત્રોથી તેને પાસ પણ કરાવી દીધું. આ એક એવો નિર્ણય હતો, જેની પર ભાજપ જનસંઘના સમયથી પોતાનો વિરોધ નોંધાવતું હતું. પાર્ટીનું હંમેશાથી કહેવું હતું કે જ્યારે પણ યોગ્ય સમય આવશે અને તેમની પાસે જરૂરી બહુમત હશે, તો તેને સમાપ્ત કરી દેશે અને તેણે આવું કરી પણ દીધું. સંસદમાં સરકાર ખૂબ મજબૂત થઈને સામે આવી. મહત્વપૂર્ણ બિલો પર બે તૃતીયાંશ બહુમત એકત્ર કરી સરકારે વિપક્ષને પ્રભાવ વિહોણું કરી દીધું. આ સત્ર દરમિયાન લગભગ દસ વિપક્ષી સાંસદોએ પોતાની રાજ્યસભા સીટો પર રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા.

આ પણ વાંચો, PM મોદીએ મલેશિયાના PM સાથે કરી મુલાકાત, ઝાકીર નાઇકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો

પાકિસ્તાનને એકલું-અટૂલું પાડી દીધું

જમ્મુ-કાશ્મીરના મામલામાં નિર્ણય બાદ બધાને લાગ્યું હતું કે પાકિસ્તાન પોતાની હરકતો વધારી દેશે પરંતુ સરકાર પહેલાથી જ તૈયાર હતી. જમ્મુ-કાશ્મીરના મોટા નેતાઓ અને અલગતાવાદીઓને નજરકેદ કરી દેવામાં આવ્યા. રાજ્યમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું અને તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી. પરિણામ એવું આવ્યું કે પાકિસ્તાન ઈચ્છીને પણ કોઈ ખોટી કરતૂતને અંજામ ન આપી શક્યું. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક મંચો પર આ મુદ્દાને ઉઠાવવા કે દુનિયાન બાકી દેશોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારત સરકારે તેના પ્રયાસ નિષ્ફળ કરી દીધા. સમગ્ર દુનિયાનથી એક સ્વરથી અવાન આવ્યો કે આ ભારતનો આંતરિક મુદ્દો છે અને તેઓ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. પીએમ મોદી પોતાના 100 દિવસોમાં લગભગ 10 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે અને આ દરમિયાન ભારતની તાકાત સ્પષ્ટ દેખાઈ.

આ પણ વાંચો, શું છે દેશના પ્રધાનમંત્રીની સુરક્ષા કરનાર સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ
First published:

Tags: Article 370, Jammu and kashmir, Triple Talaq, એનડીએ, પીએમ મોદી, ભાજપ, મોદી સરકાર