Home /News /national-international /

મનુષ્ય જાતે ભારે કરી: પૃથ્વી ઉત્પન્ન કરે તેના કરતાં 73 ટકા વધુ સંસાધનોનો ઉપયોગ કરી નાખ્યો

મનુષ્ય જાતે ભારે કરી: પૃથ્વી ઉત્પન્ન કરે તેના કરતાં 73 ટકા વધુ સંસાધનોનો ઉપયોગ કરી નાખ્યો

કુદરત પાસેથી જેટલું લો તેટલું સામે ચૂકવવું પડે છે પણ તેમ થઇ રહ્યું નથી, ખાસ કરીને ધનવાન દેશ સંસાધનોનો વધુ ઉપયોગ કરીને વિશ્વને પર્યાવરણની ગરીબીમાં ધકેલી રહ્યા છે

કુદરત પાસેથી જેટલું લો તેટલું સામે ચૂકવવું પડે છે પણ તેમ થઇ રહ્યું નથી, ખાસ કરીને ધનવાન દેશ સંસાધનોનો વધુ ઉપયોગ કરીને વિશ્વને પર્યાવરણની ગરીબીમાં ધકેલી રહ્યા છે

કુદરત પાસેથી જેટલું લો તેટલું સામે ચૂકવવું પડે છે. પરંતુ એક વર્ષમાં પૃથ્વી ઉત્પન્ન કરે છે તેના કરતાં મનુષ્ય 73 ટકા વધુ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો છે તેમ યુ.એસ.અને શ્રીલંકાના સંશોધકોએ શોધી કાઢ્યું છે. ખાસ કરીને ધનવાન દેશ સંસાધનોનો વધુ ઉપયોગ કરીને વિશ્વને પર્યાવરણની ગરીબીમાં ધકેલી રહ્યા છે. નેચર સસ્ટેનેબિલીટીમાં પ્રકાશિત આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે માનવ વપરાશ અને પૃથ્વીની સંસાધનોને પુનર્જીવિત કરવાની ક્ષમતામાં મિસમેચના કારણે વાતાવરણમાં બગાડ થયો છે. પરિણામ સ્વરૂપ દરિયાઇ એસિડિફિકેશન અને ભૂગર્ભજળના અવક્ષયને વેગ મળે છે.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે, શ્રીમંત દેશોનું તેમની જીવનશૈલી ટકાવી રાખવા સંસાધનોનું દુરુપયોગ કરવાનું આ વલણ ગરીબ દેશો માટે મુશ્કેલીઓ સર્જી રહ્યું છે. ગરીબ દેશોની ગરીબી દૂર કરવાની તકો છીનવાઈ રહી છે. ઓછી આવક ધરાવતા દેશોને પૃથ્વીની જૈવિક ક્ષમતાના ટકાવારી માટે સામૂહિક રૂપે 96 ટકા બાયો કેપિસોટીની આવશ્યકતા છે, પરંતુ વિશ્વની વસ્તીના માત્ર 1 ટકા જેટલા ઉચ્ચ આવક ધરાવતા દેશો પૃથ્વીની બાયો-ક્ષમતાનો 52 ટકાનો ઉપયોગ કરી રહ્યા છે.

એક દાખલા ટાંકીને જણાવાયું છે કે, જો 50 વર્ષથી વધતા જંગલમાં વૃક્ષોને વાર્ષિક 2 ટકાના દરે કાપવામાં આવે તો 25 વર્ષમાં જંગલમાં કોઈ પુખ્ત ઝાડ બચશે નહીં. તેવી જ રીતે બેફામ માછીમારીના કારણે ફિશરીઝ સેક્ટરના પતન તરફ વધ્યું છે.

આ પણ વાંચો - અર્જુન કપૂરે બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યા 1 કરોડ રૂપિયા, 30 હજાર લોકોની કરી મદદ

ભૂગર્ભજળના સતત પમ્પિંગને તેમજ તેના બગાડને કારણે દાયકાઓમાં જ ભૂગર્ભજળ અને તાજા પાણીના તળાવો ઓછા થઈ જાય તેવી દહેશત છે. આવી અસર ચાડ લેકથી લેક અરલ, ઓગલાલા એક્વિફર અને કેલિફોર્નિયા સેન્ટ્રલ વેલી સુધીના ઘણા સ્થળોએ પહેલેથી જ દેખાવા લાગી છે. વધુમાં સંશોધનકારોએ જણાવ્યું હતું કે, વધુ પડતા વપરાશના કારણે મર્યાદિત સ્ત્રોત વધ્યા છે. 1980માં વિશ્વ પૃથ્વીની વાર્ષિક બાયો-ક્ષમતાના 119 ટકાનો ઉપયોગ કરી રહ્યું હતું. જે વર્ષ 2017 સુધીમાં વધીને 173 ટકા થઈ ગયું છે.

તારણ શું મળ્યું?

સંશોધનકારોએ તારણ કાઢ્યું છે કે, વધતી વસ્તી અને માંગને કારણે ઓછી આવક ધરાવતા લોકો માટે સંતુલન જાળવવા પૂરતા સંસાધનો પૂરા પાડવામાં વધુ મુશ્કેલ બનશે. તેમને આર્થિક દેવા મામલે પણ દબાણ થશે.

સંતુલન જાળવવા માટેના કેટલાક સૂચનો

1. પૃથ્વીને પુનર્જીવિત થવા માટે સંરક્ષણ, પુનસંગ્રહ અને પુનર્જીવનના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરો.

2. પરિવહન જરૂરિયાતો ઘટાડવા માટે કોમ્પેક્ટ અને એકીકૃત શહેરોની ડિઝાઇન અને વ્યવસ્થા કરો.

3. પરંપરાગત ઇંધણના સ્થાને બિનપરંપરાગત ઉર્જાને પ્રોત્સાહન આપો.

4. ખાદ્ય માંગ પુરી કરવામાં જ પૃથ્વીની બાયોકેપેસીટીનો લગભગ 50% હિસ્સો ખર્ચાય છે. ત્યારે ખાદ્ય ઉત્પાદન અને વિતરણમાં સુધારો લાવો. પ્રાણી આધારિત ઉત્પાદનોને ડિમ્ફેસીઝ કરીને વપરાશની ટેવ પાડો.

5. નાના પરિવારોને પ્રોત્સાહન આપો. પૃથ્વી ઉપર લોકોની સંખ્યાના કારણે પણ અસર પડે છે. વ્યક્તિ દીઠ કેટલી બાયો-ક્ષમતા ઉપલબ્ધ છે તેની અસર થાય છે.

ડેઇલી મેલના અહેવાલ મુજબ લોકોએ વર્ષના 2020ની 22મી ઓગસ્ટ સુધીમાં વહેલો જથ્થો વાપરી લીધો હતો. આ જથ્થાનો ઉપયોગ ચાર મહિના પહેલા જ કરી નાખ્યો હતો. આ દિવસને અર્થ ઓવરશૂટ ડે કહેવામાં આવ્યો. સામાન્ય રીતે આ દિવસને દર વર્ષે બદલવામાં આવે છે. આ દિવસ પૃથ્વીના કુદરતી સંસાધનોનો કેટલો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે નક્કી થાય છે.
First published:

Tags: Earth, Trending news, અભ્યાસ

આગામી સમાચાર