માણસાઈના દીવા- યવતમાલના 4 મુસ્લિમ યુવકોએ 800થી વધુ હિન્દુઓના કર્યા અંતિમ સંસ્કાર

અબ્દુલ જબ્બાર, શેખ અહમદ, શેખ અલીમ અને આરિફ ખાન જાતની ચિંતા કર્યા વગર દિવસ-રાત કરી રહ્યા છે માનવતાની સેવા

અબ્દુલ જબ્બાર, શેખ અહમદ, શેખ અલીમ અને આરિફ ખાન જાતની ચિંતા કર્યા વગર દિવસ-રાત કરી રહ્યા છે માનવતાની સેવા

  • Share this:
    યવતમાલ. મહારાષ્ટ્ર (Maharashtra)ના યવતમાલ જિલ્લા (Yavatmal District)માં 4 મુસ્લિમ યુવકો (Muslim Youths)એ 800થી વધુ હિન્દુઓના અંતિમ સંસ્કાર (Hindu Last Rites) તમામ રીતિ રિવાજો મુજબ કર્યા છે. આ ચાર યુવકોના નામ અબ્દુલ જબ્બાર, શેખ અહમદ, શેખ અલીમ અને આરિફ ખાન છે. ચારેય મુસ્લિમ યુવકો આ કોરોના કાળ (Corona Pandemic)માં યવતમાલના સ્મશાન ઘાટમાં રાત-દિવસ જાગીને આ સામાજિક કાર્ય કરી રહ્યા છે. જે કોઈનું પણ મૃત્યુ કોરોના (Covid-19)થી થઈ રહ્યું છે, સંબંધિત પરિવાર કે લોકો સ્મશાન ભૂમિમાં મૃતદેહને લાવીને મૂકી દે છે. આ ચારેય યુવકને પણ ખબર છે કે આ સ્મશાન ભૂમિમાં આવી રહેલા મોટાભાગના મૃતદેહ કોરોનાથી સંક્રમિત દર્દીઓના છે, તેમ છતાંય આ ચારેય યુવક પોતાના જાતની ચિંતા કર્યા વગર રાત-દિવસ આ સ્મશાન ભૂમિમાં હિન્દુઓના મૃતદેહોને હિન્દુ વિધિ મુજબ જ અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.

    કોરોનાએ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં કહેર વરસાવ્યો છે. અત્યાર સુધી 45589 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 1157થી વધુ કોરોના પીડિતોનું સારવાર દરમિયાન મોત થયું છે. કોઈ પણ પરિવારના કોઈ સભ્યનું નિધન થાય છે તો સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. કોરોના કાળ પહેલા પોતાના સ્વજન કે સગા-વહાલાને અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકો સ્મશાન ભૂમિમાં એકત્ર થતા હતા. પરંતુ કોરોનાએ તે સ્થિતિને બિલકુલ બદલી દીધી છે. જો કોઈ પ્રિયજનનું નિધન થઈ જાય છે તો અંતિમ સંસ્કારમાં તેના પરિવારના જ સભ્યો ગેરહાજર જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં યવતમાલના અબ્દુલ જબ્બાર, શેખ અહમદ, શેખ સલીમ અને આરિફ ખાન માણસાઈના દીવા પ્રગટાવી રહ્યા છે. આ ચાર યુવકોએ પોતાના પરિવાર, ધર્મ અને સમાજથી હટીને પોતાનો જીવ જોખમમાં મૂકીને 800થી વધુ કોરોના પીડિતોના અંતિમ સંસ્કાર કર્યા છે.


    આ પણ વાંચો, સલામઃ પત્ની અને બે દીકરીઓ કોરોના પોઝિટિવ, છતાં બીજાઓની જિંદગી બચાવવા દોડી રહ્યા છે આ અધિકારી

    નોંધનીય છે કે, આ ચારેય મુસ્લીમ યુવકો છેલ્લા છેલ્લા 17થી 18 વર્ષથી સ્મશાન ભૂમિમાં કામ કરી રહ્યા હતા. આ કામના ભરોસા પર પોતાના પરિવારની દેખભાળ પણ કરી રહ્યા છે. હવે કોરોનાના સમયમાં તેઓ અંતિમ સંસ્કારનું કામ કરી રહ્યા છે. ભલે મૃતદેહની સાથે કોઈ સગા-સંબંધી હોય કે ન હોય. તેઓ હિન્દુ ધર્મ મુજબ જ અંતિમ સંસ્કારની વિધિ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ બધા કામ તેઓ અલ્લાહ પર વિશ્વાસ મૂકીને કરે છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે આવું કામ ભવિષ્યમાં પણ કરતા રહેશે.

    આ પણ જુઓ, PHOTOS: રોજા રાખીને પણ દાનિશ અને સદ્દામ કોરોનાથી મૃત પામેલા હિન્દુ ભાઈ-બહેનોના કરી રહ્યા છે અંતિમ સંસ્કાર

    કબ્રસ્તાનમાં મૃતદેહોને લઈ જઈને દફનાવા અને જિલ્લા હૉસ્પિટલથી હિન્દુ સ્મશાન ભૂમિ સુધી મૃતદેહોને ચિતા સુધી લઈ જવાનું કામ પ્રશાસન તમામ નિયમોને ધ્યાનમાં રાખીને કરી રહ્યું છે. તેમ છતાંય, જ્યારે કોરોના યોદ્ધાઓના નામ સામે આવ્યા તો અબ્દુલ જબ્બાર, શેખ અહમદ જેવા યુવા, જે ભારે જોખમ ભરેલું કામ કરી રહ્યા છે. તેઓ સાચા કોરોના યોદ્ધા છે જે હકીકતમાં માણસાઈના દીવા પ્રગટાવવાનું કામ કરી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: