COVID-19: ભારત બાયોટેક 4 મહિનામાં શરૂ કરશે વેક્સીનનો હ્યૂમન ટ્રાયલ- રિપોર્ટ

પ્રતિકાત્મક તસવીર

ભારત બાયોટેકે તૈયાર કરેલી વેક્સીનનું ટેસ્ટિંગ હાલ અમેરિકામાં પ્રાણીઓ પર કરવામાં આવી રહ્યું છે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશ કોરોના વાયરસ (Coronavirus)ની સામે સંઘર્ષ કરી રહ્યા છે. અમેરિકા અને ચીનમાં આ વાયરસની રસી સૌથી પહેલા વિકસિત કરવાની હોડની વચ્ચે હૈદરાબાદ (Hyderabad)ની વેક્સીન કંપની ભારત બાટોટેક (Coronavirus) આગામી ચાર મહિનામાં વિકસિત કરવામાં આવેલી વેક્સીન (Vaccine)નો હ્યૂમન ટ્રાયલ શરૂ કરી દેશે. હાલ તેનો એનિમલ ટ્રાયલ ચાલી રહ્યો છે. 2020ના અંત સુધીમાં આ વેક્સીન ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

  The Wall Street Journalના એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારી સામે લડવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વેક્સીન વિકસિત કરવામાં લાગી ગઈ છે. હાલના સમયમાં કોવિડ-19 માટે 140થી વધુ દવાઓ અને વેક્સીન તૈયાર કરવામાં આવી ચૂકી છે, જે હજુ પ્રયોગાત્મક સ્તરે જ છે. તેમાંથી 11 દવાઓ અલગ-અલગ સ્ટેજ પર ક્લિનિક ટ્રાયલ ચાલી રહ્યા છે. ભારત બાયોટેક આ વેક્સીનનું ટેસ્ટિંગ વિસ્કોન્સિન-મેડિસન એન્ડ વેક્સીન ડેવલપર ફ્લૂજન યુનિવર્સિટીના સહયોગથી અમેરિકામાં પણ કરાવી રહી છે.

  બીજી તરફ, આ વેક્સીનને નોઝલ ડ્રોપના રૂપમાં તૈયાર કરવામાં આવશે. આ વેક્સીનનું એક ટપકું નાકમાં નાખવામાં આવમશે અને તેનું સકારાત્મક પરિણામ જોવા મળશે. કોરોફ્લૂ નામની આ વેક્સીન કોરોનાની સાથે ફ્લૂની પણ સારવાર કરશે. ભારત બાયોટેકના સીએમડી તથા વૈજ્ઞાનિક ડૉ. કૃષ્ણા એલાએ જણાવ્યું કે કોરોના વાયરસ નાકના રસ્તે શરીરની અંદર જાય છે અને ફેફસાંમાં પહોંચીને તેને ખરાબ રીતે સંક્રમિત કરી દે છે. આ કારણ છે કે અમે તેને નામનના વેક્સીન તરીકે તૈયાર કરી છે. તે વેક્સીન નાકના રસ્તે જ કોરોનાના ફ્લૂને સમગ્રપણે મારી દેશે.

  આ પણ વાંચો, મોતની હૉસ્પિટલ! કોરોનાથી ઈમરજન્સી વોર્ડમાં માત્ર 40 મિનિટમાં 10 દર્દીનાં મોત

  વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ વેક્સીનને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેનાથી તેને અન્ય ફ્લૂમાં ઉપયોગમાં લેવાશે. અત્યાર સુધી મળતી જાણકારી મુજબ, એક બોટલમાં 15થી 20 ટપકાં દવા હશે. તેને જાણી જોઈને આવી રીતે તૈયાર કરવામાં આવી જેનાથી તેને રાખવા અને ડિલીવરમાં સરળતા રહે. ડૉ. કૃષ્ણા એલાએ જણાવ્યું કે અમે દર વર્ષે લગભગ 30 કરોડ વેક્સીન તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

  વેક્સીનને ટ્રાયલ માટે અમેરિકા મોકલવામાં આવી

  દેશમાં એનિમલ ટ્રાયલ અને જીન સિન્થેસિસ સુવિધા ન હોવાના કારણે વેક્સીનનો ટ્રાયલ ભારતમાં નહીં કરી શકાય. આ કારણ છે કે વેક્સીનને ટ્રાયલ માટે અમેરિકા મોકલવામાં આવી છે. અમેરિકાના વિસ્કોન્સિન મેડિસિન યુનિવર્સિટી અને જાપાની વાયરોલોજિસ્ટ યોશીહોરો કવાઓકાના વૈજ્ઞાનિક તેનો ટ્રાયલ પહેલા પશુઓ પર કરશે. ત્યારબાદ જ તેનો ટ્રાયલ મનુષ્યો પર કરવામાં આવી શકશે.

  આ પણ વાંચો, Corona: ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આપી મંજૂરી, અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ

  ભારત બાયોટેક પહેલા પણ બનાવી ચૂકી છે ઉત્તમ વેક્સીન

  ભારત બાયોટેકને હાઈ રિસ્ક પેન્ડેમિક વેક્સીન તૈયાર કરવાનો અનુભવ છે. આ પહેલા પણ કંપનીના વૈજ્ઞાનિકોએ H1N1 ફ્લૂ, ચિકનગુનિયા,ટાઇફોઇડ સહિત 16 પ્રકારની રસી બનાવી છે. ભારતીય વૈજ્ઞાનિકના આ પ્રયોગથી ફરી એક વાર આશા જાગી છે કે દેશ અને દુનિયાના લોકો કોરોના વાયરસને ટૂંક સમયમાં હરાવી શકશે.

  આ પણ વાંચો, એક સંક્રમિત વ્યક્તિના માધ્યમથી હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે કોરોના વાયરસ?
  Published by:Mrunal Bhojak
  First published: