Home /News /national-international /નિ:સંતાન મિત્ર માટે કર્યું સ્પર્મનું દાન, દુઃખદાયક હતું બાળકથી દૂર રહેવું!

નિ:સંતાન મિત્ર માટે કર્યું સ્પર્મનું દાન, દુઃખદાયક હતું બાળકથી દૂર રહેવું!

  Mridulika Jha

  મુકેશ (પરિવર્તિત નામ) મધ્ય પ્રદેશના જબલપુરથી છે. પાછલા 2 વર્ષથી તે સ્પર્મ ડોનેટ કરી રહ્યો છે. અમારી હિન્દી ન્યૂઝ18 સાથે તેમના અનુભવ શેર કર્યા હતા.

  માર્ચ 2015ની તે બપોરે હું મારા પરણિત મિત્રના ઘરે ભોજનના આમંત્રણ પર ગયો હતો. આ દરમિયાન મિત્રએ એકાએક મારી પાસે પોતાના પરિવારને વધારવા માટે મદદ માંગી 'કોઈ અજાણ વ્યક્તિની જગ્યા કેમ તું મારા માટે સ્પર્મ ડોનર બનો' મિત્રની પત્ની મોટી-મોટી આંખોથી સતત મને જોઈ રહી હતી.

  માં બનવાની કોશિશમાં વર્ષો સુધી દવાઓ ખાતા-ખાતા પોતે પણ હવે કોઈ દવાની ડબ્બી જેવી નિર્જીવ લાગવા લાગી હતી. હું તે સમયે કઈ બોલી શક્યો નહી. વિચારીને જણાવવાનું વચન આપીને પાછો ફર્યો.

  કામની શોધમાં જ્યારે દિલ્હી આવ્યો ત્યારે આ દોસ્ત જ મારો પરિવાર બન્યો. તે મારા શહેરનો જ હતો. મારી ભાષા બોલતો. મારા જેવું ખાતો-પિતો. મારૂ દરેક વીકેન્ડ તેના ઘરે જ પ્રસાર થતો. દોસ્તની પત્ની મોટી બહેન જેમ મારૂ ખ્યાલ રાખતી. શું મને પોતાનાપણાનું કર્જ ઉતારવા માટે કહેવામાં આવ્યું! મનમાં અજીબ વિચાર આવતા. મે ત્યાં જવાનું ઓછું કરી નાંખ્યું. જોકે, 'સ્પર્મહુડ' દરેક સમય મારા વિચારોમાં ફર્યા જ કરતું. મેડિકલ રિપ્રેજેન્ટિવ (એમઆર) છૂ. જાણતો હતો સ્પર્મ આપવા ખુન આપવાથી ઘણું સરળ હતું. તે છતાં કંઈક હતું જે ખટકી રહ્યું હતું. કદાચ મારૂ ગ્રામીણ મન અથવા શહેરમાં ટકી રહેવાનું સંઘર્ષ...  વક્સ સાથે દોસ્ટ સેટલ થઈ રહ્યાં હતા. નોકરી. સુખી પરિવાર. સમંદર ફરવા જતાં તો ફેસબુક પર તસવીરો નાંખતા. બરફ દેખતા તો ખુબ સુંદર કેપ્શન લખતા. અહી હું હતો, ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી શોધવામાં નિષ્ફળ રહ્યો. દિલ્હી આવ્યો. એમઆરના રૂપમાં માર્કેટિંગ કરતો હતો. બાઈકથી શહેરમાં રખડપટ્ટી કરતાં-કરતાં તડકા અને ધૂળથી મોઢૂ પણ કાળો પડી જતો. પાછા ફરતી વખતે નજીકના ઢાબા પર જમીને સૂઈ રહેતો. બારીઓ સ્ટોપર નહી, બેરંગ દિવારો, પાણી ક્યારેક આવે તો ક્યારે ન પણ આવે, માં પાછલા વર્ષે દુનિયા છોડીને ચાલી ગઈ. પિતાને ફોન કરતો તો મુશ્કેલીઓનો પહાડ નીચે દબી જતો.

  પિતા! પિતા બનવું શું જીવનને બદલી શકશે! રવિવારની બોપેરે મે પોતાને તે પરિચિત દરવાજાની બહાર ઉભેલો જોયો.

  ખુન ઘણી બધી વખત આપ્યું છે. સ્પર્મ પહેલી વખત આપવા માટે પહોંચ્યો.

  નામ, ઓળખ ગુપ્ત રાખવાના વચન સાથે શરૂઆત થઈ. કલેક્શન માટે એક કંટેનર અને કેટલીક પુસ્તકો સાથે એક રૂમમાં બેસાડી દીધો. દરવાજો અંદરથી બંધ કરવાની છૂટ હતી. પુસ્તકો એકબાજુ સરકાવીને મે મોબાઈલને હાથમાં લીધો. કોઈપણ ફિલ્મ અહેસાસ જગાવી રહી નહતી. જાણે કોઈ પરીક્ષા આપવા માટે બેઠો હોવ. હસ્તમૈથુન કરવામાં સમય લાગ્યો. બહાર આવ્યો તો જાણે બધા મને જ જોઈ રહ્યાં હોય. મે ઝડપી સેમ્પલ આપ્યું અને ઝડપી નિકળી ગયો.  રાહ જોવી અઘરી હતી જાણે મારા મર્દત્વની પરીક્ષા હોય

  આપણે કોઈનું પણ સ્પર્મ ના લઈ શકીએ. એક આખે-આખો વ્યક્તિ જન્મ લે છે. મોટી જવાબદારીનું કામ છે. ડોનરની ડિટેલ્સ લેવામાં આવે છે. બ્લેડ ટેસ્ટ હોય છે. સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ હોય છે. હર એક મિલીલીટર પર 60 મિલિયન સ્પર્મ કાઉન્ટ થવા જ જોઈએ. આનાથી ઓછાવાળા સેમ્પલ રિઝેક્ટ કરી દેવામાં આવે છે.

  ઓખલાના ક્રાયો સ્પર્મ બેંકના ઈન્ચાર્જ સરત કુમાર જણાવે છે, 'સ્પર્મ ક્વોલિટી ઉપરાંત પણ કેટલીક વાતો હોય છે. જેમ કે, ક્લાઈન્ટ્સ ડોનરની જાતિ-ધર્મ જાણવા માંગે છે. અમે આ ડિસક્લોજ કરતાં નથી. ઘણા લોકો ડિમાન્ડ કરે છે કે ડોનરની ઉંચાઈ સારી એવી હોય. રંગ ગોરો હોય. આ બધી જ જરૂરીયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. સ્પર્મ બેંક ડોનર્સની પ્રોફાઈલ રાખે છે જેથી ક્લાઈન્ટની જરૂરત અનુસાર સ્પર્મ આપી શકાય.'

  સ્પર્મ ડોનેશન પોતાના પરિચિત માટે પણ કરી શકાય છે, પરંતુ મોટાભાગે ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. ડોનર પાસેથી ફોર્મ પર સહી લેવામાં આવે છે, જેથી તે કોઈપણ હાલત પર બાળક પર દાવો ના કરી શકે.

  ક્વોલિફેકેશન, રંગ, કદ અને ઉંમરના હિસાબથી પે કરે છે. એક ડોનેશન પર 500 રૂપિયાથી લઈને ઘણી વખત 1000 રૂપિયા સુધી આપવામાં આવે છે.

  ડોનર જેટલો ભણેલો-ગણેલો હશે, તેને એટલા વધારે પૈસા મળશે. શરતો આગળ જોડે છે.

  હોસ્પિટલથી તેડૂ આવ્યું, બ્લડ ટેસ્ટ પછી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી.

  હું પોતાની જાતને બીજી વખત રાહ જોતો જોઈ રહ્યો હતો. માથું હણહણાવ્યું અને યાદ અપાવ્યું કે, હું માત્ર એક ડોનર છું.  'ભાભી'નું મિસકેરેજ થઈ ગયું. ઘણા દિવસો સુધી હું તકલીફમાં રહ્યો. મને મારા બાળકને જ 'સગો' માનવાની છૂટ નહતી. પ્રક્રિયા બીજી વખત કરવામાં આવી. તેઓ બંને દિવસો ગણતા, તેમની ઈન્તજારમાં આમ તો હું પણ સામેલ હતો પરંતુ એક મિત્રના રૂપમાં.

  ઈન્ટરનેટની દુનિયા અને હોસ્પિટલમાં સ્પર્મ આપવાનું જેટલું સરળ બતાવાવમાં આવે છે, અસલમાં એટલું સરળ નથી.

  એકાએક હું પોતાને જવાબદાર ઠેરવવા લાગ્યો. જે અવતર્યો પણ નહતો તે બાળક સાથે જોડાવવા લાગ્યો. તે મારૂ બાળક હસે જે ક્યારેય જાણી શકશે નહી કે, તેનો પિતા કોણ છે. તે મારૂ પહેલું બાળક હશે.

  વધી રહેલા મહિનાઓ સાથે મારૂ પ્રેશર પણ વધવા લાગ્યું. વીકેન્ડથી પહેલા રાત ઈન્ટરનેટ પર પ્રસાર થતી. પ્રેગનેન્સીને સમજવાની કોશિશ કરતો. હું પોતાના બાળકના ગ્રોથ વિશે જણાવા માંગતો હતો. બંને અલ્ટ્રાસાઉન્ડ માટે જતાં તો હું એકદમ અસહ્ય થઈ જતો. હું સામેલ થવા માંગતો હતો. તે મારૂ બાળક હતું. ભલે તેના પર મારો કાનૂની હક નહતો.

  એક સાંજે મિત્રનો ફોન આવ્યો. તે પોતાની પત્નીને લઈને પિયર જઈ રહ્યો હતો. પહેલી સૂવાવડ ત્યાં જ થાય છે, તે જણાવતા એકદમ નોર્મલ હતો.

  તેમની ખુશી જેટલી જાહેર હતી, મારૂ દુ:ખ એટલો જ અંદર હતો. આવનારા કેટલાક દિવસો બેચેન રહ્યો. અહી સુધી કે એક દિવસ પોતાની જાતને કાઉન્સલર પાસે લઈ જવી પડી.

  જીવન ફરીથી પટરી પર ફરવા લાગ્યો. એક દિવસ ફોન આવે છે. હું માર્કેટિંગના કામથી ક્યાંક જઈ રહ્યો હતો. સાઈડમાં રોકીને વાત કરૂ છું. મિત્ર ખુશીથી લગભગ ગાંડો થઈ રહ્યો હતો. હું બાળકનું વજન પૂછું છું. ભાભીની તબિયત પૂછું છું અને ફોન મૂકી દઉ છું.

  તે સમયે કરવામાં આવેલ નિર્દોષતા પૂર્ણ કરવામાં આવેલ પ્રશ્ન, "તે કેવો દેખાય છે" ગળામાં ક્યાંક ગૂંગળાઈને રહી જાય છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Human Story

  विज्ञापन
  विज्ञापन