Home /News /national-international /'અંગૂઠાછાપ' રોકસ્ટાર: ગ્રામીણ મહિલાઓનું એક એવું બેન્ડ જે આખા દેશમાં મચાવે છે ધૂમ

'અંગૂઠાછાપ' રોકસ્ટાર: ગ્રામીણ મહિલાઓનું એક એવું બેન્ડ જે આખા દેશમાં મચાવે છે ધૂમ

પહેલા તો નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવા પતિ પાસે માગવું પડતું હતું. હવે અમારો સામાન અમે પોતે જ ખરીદી શકીએ છીએ.

પહેલા તો નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવા પતિ પાસે માગવું પડતું હતું. હવે અમારો સામાન અમે પોતે જ ખરીદી શકીએ છીએ.

    અત્યારના સમયના યુવાનો દેશ-વિદેશના મ્યુઝીક બેન્ડના ચાહક હોય છે. પરંતુ દેશના ખુણે ખાંચરે પથરાયેલા કૌશલ્યને ઓળખી શકતા નથી. ઘણી વખત આવા કૌવત જે તે વિસ્તાર પૂરતા જ સીમિત રહી જાય છે. જોકે આજે આપણે એક એવા મ્યુઝિક બેન્ડની વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિશ્વના તમામ બેન્ડ કરતા અનોખું છે. આ વાત બિહારના દાનાપુરની છે. દાનાપુરમાં ઢીબરા નામનો એક વિસ્તાર છે. જ્યાં નાની-નાની શેરી ગલીઓ આમ તો સૂમસામ હોય છે, પરંતુ અઠવાડિયાના અંતમાં ત્યાં ખૂબ ધૂમ જોવા મળે છે. વિસ્તારના એક ઘરના ધાબે મહિલાઓનું બેન્ડ ધૂમ મચાવે છે. આ બેન્ડના એક સદસ્ય પંચમ દેવીની આજે વાત કરીશું.

    આ બેન્ડ અનુસૂચિત જનજાતિની મહિલાઓથી બનેલું છે. દેશી સાડીમાં એકદમ પરંપરાગત લૂક અને ખરબચડા હાથ ઇતિહાસને ઉજાગર કરે છે. આ 10 મહિલાઓનું પ્રદર્શન ખૂબ સરસ છે. ગાળામાં લટકાડેલા મોટા મોટા ડ્રમ સહિતના વાજિંંત્રો સાથે તાલ છેડાય છે અને માહોલ જોરદાર બની જાય છે. આ એ જ મહિલાઓ છે, જે વર્ષો પહેલા ઘરની બહાર નીકળવામાં પણ સંકોચ અનુભવતી હતી.

    શરૂઆતના દિવસો અંગે જણાવતા પંચમે શું કહ્યું?

    આ 2012ની વાત છે. તે સમયે ગળામાં ડ્રમ ટીંગાડતા ગભરામણ થતી હતી. ટ્રેનર જ્યારે એક બે ત્રણ એમ કહી પ્રેક્ટિસ કરાવતા, ત્યારે અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા હતા. એક, બે, ત્રણ સાથે ડ્રમની તાલ આપવાની હતી. પરંતુ અમને તો ક્યાં ગણતરી આવડતી હતી! માટે અમે સમજાય તેવું કંઈક કહો તેવી રજુઆત કરી હતી. ત્યાર બાદ ભાત, દાળ, રોટી તેવું બોલવાનું નક્કી કર્યું, જે બોલતા જ અમે સમજી ગયા અને ડ્રમ ઉપર દંડા મારવા લાગ્યા.



    રોક બેન્ડ નારી ગુંજનમાં પંચમ દેવી છે ડ્રમર

    પ્રેક્ટિસ અંગે પોતાની આગવી અદામાં જણાવે છે કે, દરરોજ એક બે કલાક 'પરેકટીસ' માટે નક્કી તો થયું પણ કંઈક ને કઈંક વિવાદ ઉભો રહેતો. જેવા અમે બહાર જવા નીકળતા ત્યાં તો પુરુષો અમને રોકી લેતા. મારો પતિ કહેતો, ઘરે બેસ, બાળકને સાચવ. અમે સમસમી જતા. બહાર નીકળતા તો પાડોશીઓ નીચી નજરોથી જોતા.

    વડોદરા: Covid પોઝિટિવ ગ્રાહક અચાનક ઢળી પડતા દુકાનદારે બચાવ્યો જીવ, Video CCTVમાં કેદ

    તે વખતની જીવનશૈલીને યાદ કરીને તે કહે છે કે, એક સાડી લાંબા સમય સુધી પહેરી રાખતાં, વાળ ઓળેલા છે કે નથી તેની દરકાર નહોતી. ક્યારેય સજી-ધજીને બહાર નથી નીકળ્યા. હવે જ્યારથી બેન્ડ શરૂ કર્યું છે, ત્યારથી વાળ ઓળી, સારી સારી સાડી પહેરવીએ છીએ. થોડા ઘણા સજી-ધજી પણ લઈએ છીએ. હવે લોકો અમને સિરિયસલી લેવા લાગ્યા છે. જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય છે, ત્યારે કાર બુકિંગ કરે છે. ઘર આંગણે જ કાર આવી જાય છે અને અમારી રાહ જુએ છે. પહેલા તો ઘરની બહાર નીકળવું હોય ત્યારે દશેક દિવસો પહેલા કહેવું પડતું, વારંવાર યાદ કરાવવું પડતું, જેથી પાછળથી તેઓ ના પાડી દે નહીં. હવે તો દિલ્હી, મુંબઈ અને કેરળ બધું જ જોઈ લીધું છે. વિમાનમાં પણ બેસી લીધું છે. પ્રથમ ફ્લાઇટને યાદ કરીને પંચમ એકાએક હસવા લાગી અને કહ્યુ કે, તે સમયે ખૂબ મજા આવી. બેસતી વખતે થોડોક સંકોચ થયો. વિમાન ઊડયું, ત્યારે ભગવાનનું નામ લઈ લીધું. પેટમાં દુ:ખાવો પણ થયો પરંતુ જેવું જહાજ ઉપર ગયું તે સાથે જ બધુ ભુલાઈ ગયું હતું.

    દેશના તમામ મોટા શહેરમાં પરફોર્મ કર્યું

    ગામથી બહાર જઈશું એવું ક્યારેય વિચાર્યું નહોતું. હવે તો વિમાનમાં પણ જઈએ છીએ. વિમાનમાં અનેક લોકો બેસે છે, પરંતુ કોઈ ભેદભાવ રાખતા નથી. ગામડા જેવી પરિસ્થિતિ નથી. જ્યાં લોકો આઘા ખસેડી દે છે. શરૂઆતમાં તો અમે ધાબા ઉપર બેસીને શીખતા હતા. ડ્રમ વગાડતી વખતે દંડો આગળ-પાછળ થઈ જતો તો નીચે લોકો હસતા. અમને શરમ આવતી હતી. જોકે શરમ કાઢી નાંખી તો કામ પણ આપોઆપ સારૂં થઈ ગયું.

    આજે પણ સતત પ્રેક્ટિસ

    કોઈ કાર્યક્રમનું આમંત્રણ આવે કે ના આવે અમે દરેક અઠવાડિયે પ્રેક્ટીસ કરીએ છીએ. બેન્ડમાં 10 મહિલાઓ છીએ. કોકના ઘરે ભેગી થઈએ અથવા ધાબા ઉપર બેસીને વગાડીએ છીએ. આજે પણ નીચે ટોળા એકઠા થાય છે પણ કોઈ મજાક ઉડાવતું નથી. લોકો આશ્ચર્યથી જુએ છે.



    અમારો ખર્ચો અમે જ ઉઠાવીએ છીએ

    , બાળકોને પણ ખુબ સારી રીતે પણ ભણાવીએ છીએ. તહેવાર આવે તો ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. જે કપડા લેવા હોય તે લઈએ છીએ. પતિ પહેલા વિરોધ કરતા હતા તે પણ હવે સાથ આપવા લાગ્યા છે. 16 મહિલાઓએ ડ્રમ શીખવાનું નક્કી કર્યું હતું. પરંતું સમયાંતરે એક પછી એક બહાર નીકળી ગઈ. હવે 10 બાકી છે. બધી જ મહિલાઓ એક જ ગામની છે.

    એડવાન્સ બુકિંગ થાય છે

    પહેલાની સ્થિતિ અંગે તે કહે છે કે, ભૂતકાળમાં અમે ભેગા થતા ત્યારે પરિવારની મુશ્કેલીઓની વાતો કરતા. પરંતુ હવે ભેગા થઈએ ત્યારે કયા પ્રોગ્રામમાં ક્યાં જવાનું છે? તેની વાતો થાય છે. લગ્ન પ્રસંગે અને સરકારી કાર્યક્રમમાં લોકો ખૂબ બોલાવે છે. લોકો ફોન કરીને એપોઇમેન્ટ લે છે. એડવાન્સ બુકિંગ થાય છે. અમે સંપૂર્ણ તૈયારી સાથે જ જઈએ છીએ. જ્યારે અમે સ્ટેજ ઉપર બેન્ડ વગાડીએ ત્યારે લોકો તસવીરો ખેંચે છે.

    નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ: અમદાવાદમાં 20 માર્ચે લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયા

    ઉંમર કેટલી છે?

    પોતાની ઉંમર અંગે તે કહે છે કે, ઉમર 30 વર્ષની આસપાસ હશે. જોકે, જન્મ તારીખની ખબર નથી. લગ્ન ક્યારે થયા તે પણ યાદ નથી. જેવા લગ્ન થયા તે સાથે ગૃહસ્થીમાં જોડાઈ ગયા. ક્યારેય વિચાર્યું નહોતું કે વિમાનમાં બેસીશું. જે શહેરોના નામ માત્ર સાંભળ્યા હતા ત્યાં જઈશું અને પરફોર્મ કરીશું. પહેલા બાજુમાં ઊભા રહીએ તો પણ લોકો મોઢું વગાડતા હતા. હવે રોકસ્ટાર કહે છે, ફોટો પડાવે છે.
    First published:

    Tags: Human Story, Inspiration, OMG, બિહાર, ભારત, મહિલા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો