Home /News /national-international /

આ અઠવાડિયે વિશાળ ઉલ્કા પૃથ્વી સાથે ટકરાઈ શકે છે, NASAથી લઈ એલોન મસ્કનો પણ પરસેવો છૂટી ગયો!

આ અઠવાડિયે વિશાળ ઉલ્કા પૃથ્વી સાથે ટકરાઈ શકે છે, NASAથી લઈ એલોન મસ્કનો પણ પરસેવો છૂટી ગયો!

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ વિશાળ ઉલ્કાને પૃથ્વી માટેના ખતરાઓની યાદીમાં સામેલ કરી

અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) એ આ વિશાળ ઉલ્કાને પૃથ્વી માટેના ખતરાઓની યાદીમાં સામેલ કરી, એલોન મસ્કે (elon musk) ટ્વીટ કરીને લખ્યું કે, એક વિશાળ ખડક પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આપણી પાસે તેનાથી બચવાનો કોઈ રસ્તો નથી

    દુનિયામાં ઘણી વખત ઉલ્કાઓ (Meteor) ની ટક્કરથી થયેલી તબાહીના સમાચારો સામે આવતા રહે છે. નાસા (NASA) સહિત ઘણી સ્પેસ એજન્સી (Space Agency) ઓ આ એસ્ટરોઇડ્સ (Asteroids) પર નજર રાખે છે. તેની પાછળનું કારણ લાખો વર્ષ પહેલા થયેલ વિનાશ છે. આ વિનાશમાં દુનિયામાંથી ડાયનાસોરનો પણ નાશ થયો હતો. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, હવે જો કોઈ ઉલ્કા પૃથ્વી સાથે અથડાશે તો માનવીનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. નાસાએ હવે આ અઠવાડિયે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થતી બીજી વિશાળ ઉલ્કાની આગાહી કરી છે. આ ઉલ્કાઓ ઝડપ પૃથ્વી તરફ આગળ વધી રહી છે.

    અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ આ વિશાળ ઉલ્કાને પૃથ્વી માટેના ખતરાઓની યાદીમાં સામેલ કરી છે. તેની પહોળાઈ 2 હજાર 7056 ફૂટ છે. જો કે તે પૃથ્વીથી લગભગ 3.5 મિલિયન માઈલ દૂર હશે, પરંતુ તો પણ નાસા આ ઉલ્કાપિંડથી ડરી રહ્યું છે. સંખ્યાઓમાં, તે તમને દૂરનું લાગે છે, પરંતુ જગ્યાની ગણતરીમાં તે જોખમની બાબત છે. અવકાશ એજન્સીઓના રેકોર્ડ મુજબ, જો કોઈ ઉલ્કા પિંડ 4.65 મિલિયન માઈલની નજીક આવે છે, તો તે પૃથ્વી માટે ખતરો માનવામાં આવે છે.

    એલોન મસ્કે ચિંતા વ્યક્ત કરી હતી

    ઘણા નિષ્ણાતોએ આ ઉલ્કાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમાં SpaceX CEO એલોન મસ્ક પણ સામેલ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, એક વિશાળ ખડક પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આપણી પાસે તેનાથી બચવાનો કોઈ રસ્તો નથી. નાસા આનાથી બચવાના ઉપાયો શોધી રહ્યું છે, પરંતુ હજુ સુધી એવી કોઈ પદ્ધતિ મળી નથી. નાસાએ હાલમાં જ ડબલ એસ્ટરોઇડ રીડાયરેકશન ટેસ્ટ મિશન શરૂ કર્યું છે, જે અંતર્ગત આવી ઉલ્કાઓ પૃથ્વી સાથે અથડાવાની શક્યતાઓ ઘટી જશે.

    આ પણ વાંચોBusiness Idea : બારે માસ ઉગાડી શકાય છે આ ફળ, બજારમાં સારી છે માંગ, કમાઈ શકો છો લાખો રૂપિયા

    અવકાશમાં જ વાળી દેશે રસ્તો

    નાસાના ડાર્ટ મિશનમાં આવી ઉલ્કાઓની દિશા અવકાશમાં જ વાળવામાં આવશે, જે પૃથ્વી માટે ખતરો બની શકે છે. આમાં, ગતિ ઊર્જા દ્વારા ઉલ્કાઓની દિશા બદલવામાં આવશે. નાસાનું કહેવું છે કે, આવી ઘણી ઉલ્કાઓ છે, જે અવકાશમાં ચક્કર લગાવી રહી છે અને આગળ જતા પૃથ્વી માટે ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં, ડાર્ટ મિશન દ્વારા તેમના વલણને બદલીને પૃથ્વીને બચાવી શકાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Elon musk, International Space Station, Nasa, Nasa study, Space Station, Space અંતરિક્ષ

    આગામી સમાચાર