Home /News /national-international /ગાંધીનગરમાં આવેલી કાપડ માર્કેટમાં ભીષણ આગ, 150 ફાયરકર્મી સાથે 35 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

ગાંધીનગરમાં આવેલી કાપડ માર્કેટમાં ભીષણ આગ, 150 ફાયરકર્મી સાથે 35 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

150 ફાયરકર્મીઓ સાથે 35 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

Fire In Delhi: ઉત્તર દિલ્હીના ગાંધીનગરમાં આવેલી કાપડ માર્કેટને એશિયાનું સૌથી મોટું કાપડ માર્કેટ ગણવામાં આવે છે. ત્યાં નહેરુ ગલીમાં આવેલી જય અંબે નામની દુકાનમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગી હતી. ફાયરવિભાગના અધિકારી અતુલ ગર્ગે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ હતુ કે, આગ એક સાંકળી ગલીમાં લાગી છે. ત્યારે ગાડીઓને અંદર પહોંચવામાં તકલીફ પડી રહી છે.

વધુ જુઓ ...
    દિલ્હીઃ ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં બુધવાર સાંજે ભીષણ આગ લાગી હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે ફાયરવિભાગની 35 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરી રહી હતી. ફાયરવિભાગના અધિકારી અતુલ ગર્ગે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ હતુ કે, આગ એક સાંકળી ગલીની અંદર લાગી છે. તેથી ગાડીઓ પહોંચી શકતી નથી અને આગ બુઝાવવામાં તકલીફ પડી રહી છે.

    સાંકળી ગલીમાં દુકાન આવેલી છે


    ગાંધીનગરની નહેરુ ગલીમાં આવેલી જય અંબે નામની દુકાનમાં આગ લાગી છે. ફાયરવિભાગે જણાવ્યું છે કે, સાંજે 5.40 વાગ્યે આગ લાગવાની ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ ફાયરવિભાગની 35 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જો કે, જે દુકાનમાં આગ લાગી છે તે ઘણી સાંકળી ગલીમાં છે અને આસપાસ પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. તેને લઈને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

    આ પણ વાંચોઃ સળગતું રાવણનું પૂતળું લોકો પર પડ્યું, જુઓ Video

    CM કેજરીવાલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ


    તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘ગાંધીનગરના કાપડ માર્કેટ માર્કેટમાં લાગેલી આગ ઘણી દુર્ભાગ્યપૂર્ણ. ફાયરવિભાગ આગ બુઝાવવા માટેની કામગીરીમાં લાગ્યો છે. જિલ્લા પ્રસાશન પાસેથી આ ઘટનાની તમામ જાણકારી લઈ રહ્યો છું. પ્રભુ શ્રી રામ બધું જ કુશળમંગળ રાખે.’


    આસપાસ પણ કાપડની દુકાનો


    રાજધાની દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટને એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટ માનવામાં આવે છે. ત્યાં આસપાસ બધે જ કાપડની દુકાનો છે. એવામાં ચિંતાની વાત છે કે, આગ બીજી દુકાનો સુધી ના પહોંચે. હાલ તો શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જો કે, ફાયરવિભાગના લોકોનું કહેવું છે કે, તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Delhi Fire, Delhi News, Fire News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन