Home /News /national-international /Union Budget 2023: અલ્પસંખ્યક મંત્રાલયના બજેટ પર મોદી સરકારે કાતર મુકી, 40 ટકા કાપ મુક્યો

Union Budget 2023: અલ્પસંખ્યક મંત્રાલયના બજેટ પર મોદી સરકારે કાતર મુકી, 40 ટકા કાપ મુક્યો

ministry of minority

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે નાણાકીય વર્ષ 2023-24 માટે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. જે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ હતું.

નવી દિલ્હી: મોદી સરકારના અંતિમ પૂર્ણ બેજટમાં અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના બજેટમાં ભારે કાપ મુકવામાં આવ્યો છે. 2023-24 માટે અલ્પસંખ્યક મંત્રાલયને 3097 કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 2022-23ના બજેટમાં આ રકમ 5020 કરોડ રૂપિયા હતી. કહેવાય છે કે, નાણાકીય વર્ષ 2022-23માં ફક્ત 2612 કરોડ રૂપિયા ખર્ચ કરી શક્યા હતા.

આ પણ વાંચો: બજેટ રજૂ કરતા નાણામંત્રીની જીભ લપસી, જાણો એવું તો શું થયું કે સીતારમણને બોલવું પડ્યું ‘સોરી’

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે નાણાકીય વર્ષ 2023-24 માટે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. જે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ હતું.

મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટમાં અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના બજેટમાં ભારે કાપ મુકવામાં આવ્યો છે. 2023-24 માટે અલ્પસંખ્યક મંત્રાલયને 3097 કરોડ રૂપિયા બજેટ ફાળવણી કરવામાં આવી, જ્યારે 2022-23માં બજેટની આ રકમ 5020 કરોડ રૂપિયા હતી. કહેવાય છે કે, નાણાકીય વર્ષે 2022-23માં ફક્ત 2612 કરોડ રૂપિયા જ ખર્ચ કરી શક્યા છે.

તો વળી મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉંડેશન બંધ થવાના આરે છે. તેના માટે ફક્ત 10 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નઈ મંઝીલને ફક્ત 10 લાખનું બજેટ આપવામાં આવ્યું છે. સ્કીલ ડેવલપમેન્ટને પણ 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે પાછલા વર્ષે સ્કીલ ડેવલપમેન્ટનું બજેટ 100 કરોડ રૂપિયા હતું. તો વળી યૂપીએસસી તૈયારી માટે અલ્પસંખ્યક વિદ્યાર્થીઓ માટે ચાલતી સ્કીમ બંધ કરી દેવામાં આવી છે.

ઔવેસીએ બજેટ પર મોદી સરકારનો કર્યો ઘેરાવ


એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકારે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે બજેટમાં 40 ટકા કાપ કર્યો છે. તેમણે કહ્યું કે, કદાચ પીએમ મોદીના હિસાબથી ગરીબ અલ્પસંખ્યક બાળકોને સરકારના પ્રયાસની જરુર નથી. સૌના વિકાસવાળો નારો જ કાફી છે.
First published:

Tags: Budget 2023

विज्ञापन