મહામારીમાં નફાખોરી : 4,000 રૂપિયાની Remdesivir દવાનું 60 હજાર રૂપિયામાં વેચાણ

News18 Gujarati
Updated: July 11, 2020, 1:42 PM IST
મહામારીમાં નફાખોરી : 4,000 રૂપિયાની Remdesivir દવાનું 60 હજાર રૂપિયામાં વેચાણ
પ્રતિકાત્મક તસવીર

ગિલિયડની રેમડેસિવીર સિપ્લા બ્રાંડની સિપ્રેમી નામ પર, હેટરો તરફથી કોવિફોર અને માઇલાન તરફથી ડેસર્ટમ નામનથી વેચવામાં આવતી આ દવાની બજારમાં કિંમત 4,000થી લઈને 5,400 રૂપિયા છે, પરંતુ શરત એટલી જ કે તેને માર્કેટ ભાવ પર વેચવામાં આવે.

  • Share this:
સ્નેહા મોર્દાની, નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવતા રેમડેસિવીર ( Remdesivir) દવાના કાળબજાર વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government) ચેતવણી આપી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોરોના વાયરસના દર્દીઓ (Corona Patient)ની સારવાર માટે ખૂબ જ ઉપયોગી હોવાનું કહેવામાં આવતી આ 4,000 રૂપિયાની દવા બજારમાં 60,000 રૂપિયા સુધી વેચાઇ રહી છે. ગિલિયડની રેમડેસિવીર સિપ્લા બ્રાંડની સિપ્રેમી નામ પર, હેટરો તરફથી કોવિફોર અને માઇલાન તરફથી ડેસર્ટમ નામનથી વેચવામાં આવતી આ દવાની બજારમાં કિંમત 4,000થી લઈને 5,400 રૂપિયા છે, પરંતુ શરત એટલી જ કે તેને માર્કેટ ભાવ પર વેચવામાં આવે. જોકે, હાલમાં આવું નથી થઈ રહ્યું.

આ દવાની આયાત બાકી છે. રેમડેસિવીરને ભારતમાં ડ્રગ્સ ઑથોરિટીએ ઇમ્પોર્ટ કરવાનું લાઇસન્સ આપ્યું છે. ભારતીય કંપનીઓને આ દવાના નિર્માણ અને વેચાણની છૂટ આપવામાં આવી હતી. News18 તરફથી એક એવા દર્દીના સગા સાથે વાતચીત કરવામાં આવી જેને રેમડેસિવીરની સાત દવાની શીશીની જરૂર હતી. દર્દી દિલ્હીની એક મોટી હૉસ્પિટલમાં દાખલ છે. દર્દીના સગાએ નામ ન જાહેર કરવની શરતે જણાવ્યું કે અહીં ખૂબ મોટા પ્રમાણમાં કાળાબજાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : સાળીના પ્રેમમાં અંધ પતિએ પત્નીનો કાંટો કાઢવા ઘડ્યો ખતરનાક પ્લાન, સાંભળીને કંપારી છૂટી જશે

પ્રથમ દિવસે 25 હજાર, બીજા દિવસે 37 હજાર ભાવ થઈ ગયો

દર્દીના સગાએ જણાવ્યું કે, "ખૂબ લૂંટ ચલાવવામાં આવી રહી છે. હું યૂસુફ સરાય બજાર ગયો હતો. જ્યાં મને કહેવામાં આવ્યું કે આજે રેમડેસિવીર દવાનો ભાવ 37 હજાર રૂપિયા છે. જેના એક દિવસ પહેલા ભાવ 25 હજાર રૂપિયા હતો. હું પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિલ્હીના કેમિસ્ટો પાસે ગયો તો ત્યાં પણ આવો જ જવાબ મળ્યો હતો."

આ અંગે ફરિયાદ મળ્યા બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ રાજ્યોને એક પત્ર લખીને જણાવ્યું કે તેઓ રેમડેસિવીર દવાના કાળાબજારને રોકવા માટે પગલાં ભરે. આ દવાની ખૂબ તંગી છે તે તમામ લોકો જાણે છે. અનેક મોટા ડૉક્ટરો પણ કહી રહ્યા છે કે દવાનો દૂરૂપયોગ થઈ રહ્યો છે. હેટેરો ડ્રગ્સના એક સૂત્રએ જણાવ્યું કે દવાની ખરેખર તંગી છે. અમે ઓગસ્ટ સુધી એક લાખ શીશી આપવા માટે સક્ષમ છીએ.બે અઠવાડિયા પહેલા Remdesivirની મંજૂરી મળી છે

દિલ્હી ડ્રગ ટ્રેડર્સ એસોસિએશનના મહાસચિવ આશીષ ગ્રોવરે જણાવ્યું કે, "અમે સિપ્લા અને હેટરો સાથે સંપર્કમાં છીએ. દરરોજ મને રેમડેસિવીર માટે કોલ આવે છે." સિપ્લા અને હેટરોને ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયા તરફથી કોવિડ 19માં ઉપયોગમાં લેવાતી રેમડેસિવીરનું જેનરિક વર્ઝન બનાવવાની બે અઠવાડિયા પહેલા મંજૂરી મળી છે. જોકે, તેમ છતાં સિપ્લાની દવા બજારમાં આવી શકી નથી. જ્યારે હેટરો તરફથી બજારમાં ઉતારમાં આવેલા 20 હજાર વાયલનો શરૂઆતનો સ્ટૉક લગભગ ખતમ થવા આવ્યો છે. હેટરોને બીએમસી તરફથી 15 હજાર અને તામિલનાડુ તરફથી 42 હજાર વાયલનો ઑર્ડર મળ્યો છે.

નીચે વીડિઓમાં જુઓ : મંત્રી કાનાણી ફરી વિવાદમાં આવ્યા

સરકારનું કહેવું છે કે આપણે એ વાત સમજવી પડશે કે રેમડેસિવીર એક દવા છે, જેની તપાસ હજુ પણ ચાલી રહી છે. ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, રેમડિસિવીર દવા બનાવતી અને વેચતી કંપનીઓને 24/7 હેલ્પલાઇન નંબર શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: July 11, 2020, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading