આ તારીખે પૃથ્વી પાસેથી પસાર થશે બુર્જ ખલીફાથી ડબલ મોટો એસ્ટરોઇડ, NASAએ ગણાવ્યું ખતરનાક

પ્રતિકાત્મક તસવીર

ઘણી વખત પૃથ્વીની નજીકથી પસાર થવાના કારણે નુકસાન પણ સંભવ છે

 • Share this:
  વોશિંગ્ટન : એક મીલ લાંબો એસ્ટરોઇડ (Asteroid) માર્ચમાં પૃથ્વી પાસેથી પસાર થશે જેને નાસાએ (NASA)સંભવિત ખતરનાક ગણાવ્યો છે. આકારમાં આ એસ્ટરોઇડ દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાથી ડબલ છે. 231937 (2001 એફઓ 32) નામના એસ્ટરોઇડની પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના નથી. કારણ કે આ ગ્રહથી 1.2 મિલિયન દૂર હશે. ચંદ્રમાની સરખામણીમાં લગભગ પાંચ ગણો દૂર.

  બતાવવામાં આવી રહ્યું છે કે 21 માર્ચે સવારે લગભગ ચાર વાગે તે આપણા ગ્રહની નજીક પહોંચી જશે. ભવિષ્યમાં આ સૌર પ્રણાલીના ગ્રહથી કોઈપણ સમયે ટકરાઈ શકે છે, કારણ કે આ ખતરનાક છે. હાલ એક્સપર્ટોએ પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના ફગાવી છે. દક્ષિણી ક્ષિતિજથી થોડે ઉપર તરફ 21 માર્ચે સૂર્યાસ્ત પછી તેને આઠ ઇંચના એચર્પર ટેલિસ્કોપના માધ્યમથી જોવું સંભવ બનશે. જણાવી દઈએ કે એસ્ટરોઇડને પ્રથમ વખત ન્યૂ મેક્સિકોમાં 2001માં શોધવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો - યુવતીઓને ખાસ પસંદ આવે છે આ ત્રણ કાર, વેલેન્ટાઇન ડે પર પોતાની ગર્લફ્રેન્ડને આપો ભેટ

  શું હોય છે એસ્ટરોઇડ

  સૂર્યની આસપાસ ચક્કર લગાવનાર નાના ખગોળીય પિંડ એસ્ટરોઇડ કહેવાય છે. આ મુખ્યત્વ મંગળ અને બૃહસ્પતિ વચ્ચે રહેલા એસ્ટરોઇડ બેલ્ટમાં મળે છે. જોકે ઘણી વખત પૃથ્વીની નજીકથી પસાર થવાના કારણે નુકસાન પણ સંભવ છે.
  Published by:Ashish Goyal
  First published: