નવી દિલ્હીઃ ઉલ્કાપિંડ (Asteroid)નું એક મોટું રૂપ ક્ષુદ્ર ગ્રહ બુધવારે પૃથ્વીની નજીકથી પસાર થશે. અમરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)ના સેન્ટર ફોર નિયર અર્થ સ્ટડીઝ મુજબ, આ ઉલ્કાપિંડનું નામ 1998 OR2 છે. ઈસ્ટર્ન સમય મુજબ, તે બુધવાર સવારે 5:56 વાગ્યે અને ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યાની આસપાસ પૃથ્વીની નજીકથી પસાર થશે. અત્યાર સુધી મળીતી જાણકારી મુજબ, તે પૃથ્વીથી લગભગ 40 લાખ માઇલના અંતરથી પસાર થશે અને આપણે સુરક્ષિત બચી જઈશું.
આ ઉલ્કાપિંડની શોધ હવાઈદ્વીપ સમૂહ પર નીટ નામના પ્રોગ્રામ હેઠળ થઈ હતી. તેની ઝડપ 19 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે. તેની તાજેતરની તસવીર સામે આવી છે. આ એક ઐતિહાસિક ખગોળીય ઘટના હશે. ત્યારબાદ તે ક્ષુદ્ર ગ્રહ 2079માં આવશે. ત્યારે તે પૃથ્વીથી સૌથી નજીક હશે.
ઉલ્કાપિંડનો આકાર કેટલો મોટો છે?
આ વિશાળ અંતરિક્ષ ખડકનો અંદાજિત વ્યાસ 1.1થી 2.5 માઇલ (1.8થી 4.1 કિલોમીટર) છે, એમ કહી શકાય કે અમેરિકાના મેનહટ્ટન આઇલેન્ડ જેટલો છે. રસપ્રદ વાત એ છે કે તેની આકૃતિ કોઈ માસ્ક પહેરેલા ચહેરા જેવી જોવા મળી રહી છે. માસ્ક જેવી આકૃતિના કારણે તેની પર આવેલા પહાડ જેવા સ્થળ અને ખાલી મેદાનોની લાઇનો છે. તેનો આકાર એવરેસ્ટની જેટલો જ કહી શકાય છે.
ભવિષ્યમાં ખતરનાક સાબિત થઈ શકે છે
વૈજ્ઞાનિકો મુજબ, આ ઉપગ્રહને સંભવિત ખતરનાક વસ્તુના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે, કારણ કે તે 500 ફુટથી પણ મોટો છે અને પૃથ્વીની કક્ષાના 75 લાખ કિલોમીટરની અંદર આવે છે. તેથી તે ભવિષ્યમાં પૃથ્વી માટે ખતરો બની શકે છે. અરેકિબો ઓબ્ઝર્વેટરી (Arekibo Observatory)ના એક્સપર્ટ વેન્ડોડીએ કહ્યું કે વર્ષ 2079માં આ ઉલ્કાપિંડ હાલની તુલનામાં પૃથ્વીથી લગભગ 3.5 ગણુ વધુ નજીક હશે, તેના મોટ તેની કક્ષાને ઠીકથી જાણવી મહત્વપૂર્ણ છે.
નોંધનીય છે કે, દરેક 100 વર્ષમાં ઉલ્કાપિંડના ધરતી સાથે ટકરાવવાની 50 હજાર શક્યતાઓ હોય છે. જોકે, વૈજ્ઞાનિકો મુજબ, ઉલ્કાપિંડ જ્યારે પૃથ્વીની પાસે આવે છે તો સળગી જાય છે. આજ સુધીના ઈતિહાસમાં ખૂબ ઓછા મામલા એવા છે જ્યારે આટલો મોટો ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાયો હોય. ધરતી પર આ ઉલ્કાપિંડ અનેક નાના-નાના ટુકડામાં પડે છે. જેનાથી કોઈ પ્રકારનું નુકસાન આજ સુધીમાં નથી થયું.