Home /News /national-international /નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે ગેલેક્સીઝમાં ઘોસ્ટ લાઇટને કેપ્ચર કરી, અનેક રહસ્યોનો થશે પર્દાફાશ

નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે ગેલેક્સીઝમાં ઘોસ્ટ લાઇટને કેપ્ચર કરી, અનેક રહસ્યોનો થશે પર્દાફાશ

ghost light

નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપના ઇન્ટ્રાક્લસ્ટર લાઇટ બાબતે તાજેતરના ઇન્ફ્રારેડ સર્વેક્ષણના કારણે રહસ્ય પર નવો પ્રકાશ પડ્યો છે. ન્યૂ હબલના અવલોકનો સૂચવે છે કે આ તારાઓ અબજો વર્ષોથી આમતેમ ભટકતા રહ્યા છે અને તે ગેલેક્સી ક્લસ્ટરમાં તાજેતરમાં થયેલ કોઇ હલચલનું પરીણામ નથી, જે તેમને સામાન્ય ગેલેક્સીઓથી અલગ પાડે છે.

વધુ જુઓ ...
  આપણા બ્રહ્માંડમાં બનતી અકાશી ઘટનાઓ હંમેશા વૈજ્ઞાનિકો માટે રસનો વિષય રહ્યો છે. હજુ પણ અસંખ્ય સવાલો અને રહસ્યો વચ્ચે અંતરિક્ષ ઘેરાયેલું છે. હજારો ગેલેક્સી (Galaxies)ઓના વિશાળ સમૂહમાં અસંખ્ય તારાઓ ભટકતા રહે છે અને રહસ્યમય પ્રકાશ સાથે ઝળહળ છે. આ તારાઓ ગુરૂત્વાકર્ષણની દ્રષ્ટિએ એક સમૂહમાં કોઇ એક આકાશગંગાનો ભાગ નથી.

  ખગોળશાસ્ત્રીઓ માટે મુશ્કેલ પ્રશ્ન

  આકાશી સંશોધન કરતા ખગોળશાસ્ત્રીઓ સામે અનેક સવાલો છે. જેમાંથી સૌથી પ્રચલિત સવાલ છે કે તારાઓ આખા ક્લસ્ટરમાં આટલા વિખરાયેલા કેવી રીતે થયા? જે માટે અમુક સંભવિત સિદ્ધાંતોમાં પૈકી એક છે કે તારાઓ એક ક્લસ્ટરની ગેલેક્સીમાંથી દૂર થઇ ગયા હતા અથવા તેઓ ગેલેક્સીના વિલીનીકરણ પછી આસપાસ વિખેરાઇ ગયા હતા અથવા બની શકે કે તેઓ ક્લસ્ટરમાં પહેલાથી જ હાજર હતા.

  નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપના ઇન્ટ્રાક્લસ્ટર લાઇટ બાબતે તાજેતરના ઇન્ફ્રારેડ સર્વેક્ષણના કારણે રહસ્ય પર નવો પ્રકાશ પડ્યો છે. ન્યૂ હબલના અવલોકનો સૂચવે છે કે આ તારાઓ અબજો વર્ષોથી આમતેમ ભટકતા રહ્યા છે અને તે ગેલેક્સી ક્લસ્ટરમાં તાજેતરમાં થયેલ કોઇ હલચલનું પરીણામ નથી, જે તેમને સામાન્ય ગેલેક્સીઓથી અલગ પાડે છે.

  આ સર્વેમાં લગભગ 10 અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલા 10 ગેલેક્સી ક્લસ્ટરને આવરી લેવામાં આવ્યા હતા. આ માપ અવકાશમાંથી જ લેવાયું છે, કારણ કે સમૂહની અંદરનો પ્રકાશ પૃથ્વી પરથી જોઈ શકાય છે, તે રાત્રિના આકાશ કરતાં 10,000 ગણો ઓછો હોય છે. સર્વે અનુસાર, ઇન્ટ્રાક્લસ્ટર લાઇટનો અપૂર્ણાંક ક્લસ્ટરના કુલ પ્રકાશની સાપેક્ષમાં સ્થિર રહે છે, જે અબજો વર્ષો જૂનો હોઇ શકે છે.

  આ પણ વાંચો: યૂએસમાં ઘૂસવા જતા મોતને ભેટેલા યુવાનના પરિવારની વ્યથા, ‘મહિનામાં પાછા આવવાનું કહી ગયા હતા’

  આ બાબતે સાઉથ કોરિયાના સિયોલમાં યોનસી યુનિવર્સિટીના જેમ્સે જણાવ્યું કે, તેનો અર્થ છે કે આ તારાઓ ક્લસ્ટર બનાવવાના શરૂઆતી સ્ટેજમાં કોઇ સ્થિર જગ્યાએ નહોતા એટલે કે બેઘર હતા. આ અભ્યાસના પરીણામો 5 જાન્યુઆરીના જર્નલ નેચરના એક ઇશ્યૂમાં પબ્લિશ થયા છે.

  જ્યારે કોઇ આકાશગંગા તારાવિશ્વો વચ્ચેની જગ્યામાંથી વાયુયુક્ત મટિરીલમાંથી પસાર થાય છે, ત્યારે તારાઓ પોતાની આકાશગંગામાંથી બહાર નીકળી શકે છે કારણ કે તે ક્લસ્ટરના કેન્દ્રની પરીક્રમા કરે છે. આ પ્રક્રિયામાં ગેલેક્સીમાંથી ગેસ ખેંચી અને ધૂળને બહાર ફેંકી દેવામાં છે. જોકે, નવા બહલ સર્વેના આધારે ઇન્ટ્રાક્લસ્ટર સ્ટાર પ્રોડક્શનના પ્રાથમિક કારણ તરીકે જી રૂલ્સ આ સિદ્ધાંતને નકારે છે. કારણ કે જો સ્ટ્રિપિંગ મુખ્ય પરીબળ હોય તો સમય જતા ઇન્ટ્રાક્લસ્ટર લાઇટ ફ્રેક્શન વધી જશે. પરંતુ નવા હબલ ડેટમાં એવું નથી, તેમાં અબજો વર્ષોથી સતત ચાલતું ફ્રેક્શન દર્શાવે છે.

  પેપરના પહેલા લેખક યોન્સેઇ યુનિવર્સિટીના હ્યુંગજિન જૂએ જણાવ્યું હતું કે, જો આપણા ઇન્ટ્રાક્લસ્ટર તારાઓની ઉત્પતિ શોધી કાઢીએ તો તે આપણને સમગ્ર ગેલેક્સી ક્લસ્ટરના એસેમ્બલી ઇતિહાસને સમજવામાં મદદ કરી શકે છે. અને તે ક્લસ્ટરને આવરી લેતા ડાર્ક મેટરના વિઝીબલ ટ્રેસર તરીકે મદદરૂપ થઇ શકે છે. ડાર્ક મેટર એ બ્રહ્માંડનું અદ્રશ્ય સ્કેફોલ્ડિંગ છે, જે ગેલેક્સી અને ગેલેક્સીના ક્લસ્ટરને એકસાથે જકડી રાખે છે.

  જો ભટકતા તારાઓ ગેલેક્સીઓ વચ્ચે પિનબોલ ગેમની જેમ ઉત્પન્ન કરવામાં આવ્યો હોય, તો તેમની પાસે ક્લસ્ટરના સમગ્ર ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં વિસ્તરવા માટે પૂરતો સમય ન હોય શકે અને તેથી ક્લસ્ટરના ડાર્ક મેટરના વિભાજનને શોધી શકાશે નહીં.પરંતુ જો તારાઓનો જન્મ ક્લસ્ટરા પ્રારંભિક વર્ષોમાં થયો હોય, તો તેઓ સમગ્ર ક્લસ્ટરમાં સંપૂર્ણ વિખેરાઇ ગયા હશે. તેથી ખગોળશાસ્ત્રીઓ સમગ્ર ક્લસ્ટરમાં ડાર્ક મેટરના વિતરણને મેપ કરવા માટે માર્ગમાં આવતા આ તારાઓનો ઉપયોગ કરી શકશે.

  આ ટેકનિક ડાર્ક મેટર મેપિંગની જૂની પદ્ધતિ માટે નવી અને પૂરક છે. જૂની પદ્ધતિમાં ગ્રેવિટેશનલ લેન્સિંગ નામની ઘટનાને કારણે સમગ્ર ક્લસ્ટર બેકગ્રાઉન્ડના પદાર્થમાંથી પ્રકાશ કેવી રીતે પ્રસરાવે છે તેનું માપન કરવામાં આવતું હતું.

  ઇન્ટ્રાક્લસ્ટર લાઇટ સૌથી પહેલા ગેલેક્સીના કોમા ક્લસ્ટરમાંથી 1951માં ફ્રિટ્ઝ ઝ્વિકી દ્વારા શોધવામાં આવી હતી. જેમણે જણાવ્યું હતું કે, તેમની સૌથી રસપ્રદ શોધો પૈકી એક ક્લસ્ટરમાં તેજસ્વી અને અસ્પષ્ટ ઇન્ટરગેલેક્ટિક મેટરનું અવલોકન હતું. કારણ કે કોમ ક્લસ્ટર, જેમાં ઓછામાં ઓછા 1000 ગેલેક્સી છે, તે પૃથ્વીની સૌથી નજીકના ક્લસ્ટરો પૈકી એક છે (330 મિલિયન પ્રકાશ વર્ષ). ઝ્વિકી 18 ઇંચના સાધારણ ટેલિસ્કોપ દ્વારા પણ ઘોસ્ટ લાઇટને શોધી શક્યા હતા. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની નીઅર-ઇન્ફ્રારેડ ક્ષમતા અને સંવેદનશીલતા બ્રહ્માંડમાં ઊંડે સુધી ઇન્ટ્રાક્લસ્ટર તારાઓની શોધને વધુ પ્રમાણમાં વિસ્તારશે અને તેથી અનેક રહસ્યો ઉકેલવામાં મદદ મળી શકશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Nasa નાસા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन