સરહદ પર યુદ્ધ નથી છતાંય આટલા બધા સૈનિકો કેમ મરે છે? : મોહન ભાગવત

મોહન ભાગવત

"આઝાદી પહેલા લોકોએ સ્વતંત્રતા માટે શહીદી વહોરી પણ આઝાદી પછી તો જ શહીદી વહોરવી પડે તો સરહદ પર યુદ્ધ ચાલતુ હોય”.

 • Share this:
  રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ (RSS)નાં વડા મોહન ભાગવતે સરકારની નીતિ પર ચાબખા મારતા કહ્યું કે, દેશની સરહદ પર હાલ કોઇ યુદ્ધ ચાલી નથી રહ્યુ છતાંય શા માટે આટલા બધા સૈનિકો શહિદ થઇ રહ્યા છે ?

  મોહન ભાગવતે કહ્યું કે, આનું કારણ એ છે કે, આપણે આપણું કામ બરોબર નથી કરી રહ્યાં.

  નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોહન ભાગવતે આ વાત કહી હતી. આઝાદી પહેલા લોકોએ સ્વતંત્રતા માટે શહીદી વહોરી પણ આઝાદી પછી તો જ શહીદી વહોરવી પડે તો સરહદ પર યુદ્ધ ચાલતુ હોય”.

  “પણ આપણા દેશમાં સરહદ પર હાલ કોઇ યુદ્ધ ચાલી નથી રહ્યું છતાંય આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા છે. કેમ કે, આપણે આપણી જોબ બરોબર નથી કરી રહ્યાં” મોહન ભાગવતે કારણ આપતા કહ્યું.

  તેમણે વધુમાં કહ્યું કે, જો સરહદ પર યુદ્ધ ન ચાલતુ હોય તો સૈનિક શહીદ ન થવો જોઇએ. પણ આવુ બની રહ્યું છે. એક સમાજ તરીકે આપણો દેશ મહાન બને તે વિશે આપણે પગલા લેવા જોઇએ. દરેક વ્યક્તિએ આપણો દેશ મહાન બને તે માટે અથાગ પ્રયાસો કરવા જોઇએ.

  “દેશ માટે બને તે માટે આપણે કોઇને કોન્ટ્રાક્ટ આપી શકતા નથી. આપણે એમ માનીએ છીએ કે તે કામ સરકાર કરશે. પોલીસ કરશે. સૈન્ય કરશે. પણ એવું નથી. સમગ્ર સમાજે આ કામ કરવુ પડશે” મોહન ભાગવતે આમ કહ્યું અને ઉમેર્યુ કે, સરકારની નીતિ દરેક વ્યક્તિને અસર કરે છે. હું નીતિ નથી બનાવતો, તમે પણ નથી બનાવતા. પણ આ નીતિઓ આપણને સૌને અસર કરે છે. મોંઘવારી વધે છે. મેં નથી વધારી, તમે પણ નથી વધારી પણ આપણે સૌ તેનો માર સહન કરીએ છીએ. બેરોજગારી વધી છે. મેં નથી વધારી, તમે પણ નથી વધારી છતાં આપણે સૌ તેને સહન કરીએ છીએ. એટલા માટે આપણે સૌએ દેશ માટે જીવવું જોઇએ”.
  Published by:Vijaysinh Parmar
  First published: