Home /News /national-international /'હું આ પક્ષનો ઉમેદવાર છું, મેં આટલા ગુના કર્યા છે'

'હું આ પક્ષનો ઉમેદવાર છું, મેં આટલા ગુના કર્યા છે'

    ચૂંટણી પંચે 2019ના લોકસભા ચૂંટણીની તારીખોની જાહેર કરી છે, સાથે જ ચૂંટણી લડતા ઉમેદવારો માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. આ નિયમોનું દરેક ઉમેદવારે ચૂસ્ત રીતે પાલન કરવું પડશે. જો કોઇ ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ અંતર્ગત હવે ઉમેદવારે પ્રચાર દરમિયાન પોતાનો ગુનાહિત ઇતિહાસ જણાવવો પડશે, અને તેની જાહેરાત પણ આપવી પડશે.

    ઉમેદવારે આ જાણકારી સમાચાર પત્ર અને લોકપ્રિય ટીવી ચેનલોમાં ઓછામાં ઓછી ત્રણ અલગ અલગ તારીખે પોતાના ગુનાહિત રેકોર્ડને સાર્વજનિક કરવાનું રહેશે. ચૂંટણી આયોગે 10 ઓક્ટોબર 2018ના રોજ આ માટે આદેશ જાહેર કર્યા હતા. પરંતુ 2019 લોકસભા ચૂંટણીમાં પ્રથમવખત તેનું પાલન કરાવવામાં આવશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ અહીં કોઇ 'ગુમનામ' વ્યક્તિ વહેંચી રહ્યો છે પૈસા, લોકોએ કહ્યું 'રોબિનહૂડ'

    આ સિવાય રાજનૈતિક પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો અંગે પોતાની વેબસાઇટ પર જાણકારી આપવી પડશે, તો જે ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ નથી તેઓએ આ વાતનો ઉલ્લેખ પણ કરવો પડશે.

    ઉમેદવારોને હવે એક સંશોધિત ફોર્મ નંબર 26 પણ ભરવાનું રહેશે. જાહેરાતનો ખર્ચ પણ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવશે. જો કોઇ ઉમેદવાર આ નિયમનું પાલન નહીં કરે તો તેની પાર્ટી તથા ઉમેદવાર વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન સંસદ અને વિધાનસભાઓમાં ગુનાહિત છબિ ધરાવતા કેટલાક લોકો આવ્યા છે, પરંતુ સોશિયલ મીડિયાના આ સમયમાં અનેક લોકોને તેની જાણકારી હોતી નથી.

    વરિષ્ઠ પત્રકાર રતનમણીલાલનું કહેવું છે કે ચૂંટણી આયોગનો આ એક ખુબ જ સારો નિર્ણય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા કેટલાક લોકો ચૂંટણી લડી રહ્યાં છે અને તેઓ સત્તાનો દૂરોપયોગ કરી રહ્યાં છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Election 2019, Election commission, Indian Election, Lok Sabha Election

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन