વિરેન્દ્ર ભારદ્વાજ, સરકાઘાટ (મંડી). હિમાચલ પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બચને ચલાવી રહેલા ડ્રાઇવર (Driver)ને અચાનક હાર્ટ અટેક (Cardiac Arrest) આવ્યો અને તેણે હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. હાર્ટ અટેક આવ્યા બાદ પણ ડ્રાઇવરે સમયસૂચકતા દર્શાવી અને બસમાં બેઠેલા 35 પેસેન્જરોને સુરક્ષિત ઉતારી દીધા.
મળતી જાણકારી મુજબ, ઘટના સરકાઘાટ ઉપમંડળ હેઠળ આવનારા સઘોટ ગામની છે. સરકાઘાટ ડેપોમાં ડ્રાઇવર તરીકે કાર્યરત શ્યામ લાલ રોજની જેમ સવારે પોતાની ડ્યૂટી પર પહોંચ્યા અને સરકાઘાટથી અવાહદેવી રૂટ પર જનારી બસે તેના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે બસ હંકારી દીધી. સઘોટ ગામની પાસે પહોંચતા જ શ્યામ લાલને છાતીમાં દુખાવો થયો અને બસ તેમના નિયંત્રણની બહાર થઈ ગઈ. થોડા સમય માટે બસ ઝોલા ખાવા લાગી અને બસમાં સવાર પેસેન્જરોના શ્વાસ અદ્ધ થઈ ગયા. પરંતુ આવી સ્થિતિમાં પણ શ્યામ લાલે હિંમત ન હારી અને બસને નિયંત્રિત કરીને તમામ સવારીઓને ઉતરવા માટે કહ્યું.
ત્યારબાદ શ્યામ લાલ પોતાની સીટ પર બેભાન થઈ ગયા. ઘટનાસ્થળે હાજર પેસેન્જરોએ આર. એમ. સરકાઘાટને આ અંગેની માહિતી આપી. આર.એમ. સરકાઘાટજ બીજી બસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પેસેન્જરોને બીજી બસમાં મોકલવાની સાથે જ શ્યામ લાલને સારવાર માટે સરકાઘાટ હૉસ્પિટલમાં લાવ્યા. અહીં શ્યામ લાલની ગંભીર સ્થિતિને જોતાં તેમને મેડિકલ કોલેજ હમીરપુર રેફર કરવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન શ્યામ લાલનું નિધન થઈ ગયું.
ક્ષેત્રીય પ્રબંધક નરેન્દ્ર શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે દિગંવત શ્યામ લાલના પરિવારને નિગમ તરફથી દરેક શક્ય સહાયતા પ્રદાન કરવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર