Home /News /national-international /

પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં આ વખતે સ્ટુડન્ટ્સ કરશે એન્કરિંગ, PM મોદીને પૂછશે સવાલ

પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં આ વખતે સ્ટુડન્ટ્સ કરશે એન્કરિંગ, PM મોદીને પૂછશે સવાલ

પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમના માધ્યમથી PM મોદી સ્ટુડન્ટ્સને તણાવ દૂર કરવા વિશે જણાવશે

પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમના માધ્યમથી PM મોદી સ્ટુડન્ટ્સને તણાવ દૂર કરવા વિશે જણાવશે

    Pariksha Par Charcha 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં આ વખતે સ્ટુડન્ટ્સ જ એન્કરિંગ કરશે અને પીએમ મોદીને સવાલ પૂછશે. પરીક્ષા પર ચર્ચા (Pariksha Par Charcha)નું ત્રીજું સંસ્કરણ 20 જાન્યુઆરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium)માં આયોજિત થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સ્ટુડન્ટ્સને તણાવ દૂર કરવા માટે અનેક સૂચન કરશે ઉપરાંત સ્ટુડન્ટ્સ તેમને સવાણ પણ પૂછી શકશે.

    માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ (સ્કૂલ શિક્ષા) આર.સી. મીનાએ જણાવ્યું કે, પરીક્ષા પર ચર્ચાના ત્રીજા સંસ્કરણ માટે આ વર્ષે અમે યોજના બનાવી છે કે માત્ર સ્ટુડન્ટ્સ જ વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછશે. પહેલા અમે આ કાર્યક્રમ માટે પ્રોફેશનલ એન્કરને નિયુક્ત કરવાના હતા, પરંતુ આ વર્ષે સ્ટુડન્ટ્સજ એન્કરિંગ કરશે.

    દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમ 20 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે શરૂ થશે. પીએમ મોદી દેશભરના સ્ટુડન્ટ્સ સાથે વિભિન્ન માધ્યમોથી જોડાશે. ટીવી ચેનલો, પીએમઓ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)ના ફેસબુક અને યૂટ્યૂબ ચેનલ સહિત ઑલ ઈન્ડિયા રેડિયો પર આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થશે.

    દેશના 15 કરોડ સ્ટુડન્ટ્સ કાર્યક્રમ જોશે

    આર.સી. મીનાએ વધુમાં જણાવ્યું કે, એચઆરડીએ ધોરણ-9થી ધોરણ-12 સુધીના 2000થી વધુ સ્ટુડન્ટ્સની પસંદગી કરે છે, જે તાલકટોરા સ્ટેડિયમમાં પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થશે. મીનાએ જણાવ્યું કે દેશભરમાં 15 કરોડથી વધુ સ્ટુડન્ટ્સ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમને જોશે. તેઓએ જણાવ્યું કે સીબીએસસી બોર્ડથી ભણનારા વિદેશી સ્ટુડન્ટ્સ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

    નોંધનીય છે કે, પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ પોતાની રીતનો એક ઉત્કૃષ્ટ કાર્યક્રમ છે, જેની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્ટુડન્ટ્સના તણાવને દૂર કરવા અને તેમની અંદર આત્મવિશ્વાસ વધારવાનો છે. આ કાર્યક્રમને લઈ સ્ટુડન્ટ્સ, શિક્ષકો અને અભિભાવકોમાં ખૂબ ઉત્સાહ છે. આ તમામ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સુક તો છે ઉપરાંત વડાપ્રધાન સાથે બહુમૂલ્ય સૂચન પ્રાપ્ત કરવાની પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

    આવી રીતે થાય છે સ્ટુડન્ટ્સની પસંદગી

    પીએમ મોદીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ પરીક્ષા પર ચર્ચા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ધોરણ-9થી ધોરણ-12 સુધીના સ્ટુડન્ટ્સ માટે એક લઘુ નિબંધ પ્રતિયોગિતા રાખી હતી. તેમાંથી પસંદગી પામેલા લગભગ 2000 સ્ટુડન્ટ્સને આ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. પ્રતિયોગિતા માટે લઘુ નિબંધ 2 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2019 સુધી ઑનલાઇન આમંત્રિત કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો,

    પરીક્ષા પે ચર્ચા 2020 : 60થી વધારે બાળકો PM મોદીને પૂછશે સવાલ
    પરીક્ષા પે ચર્ચા : ભાવનગરના શિક્ષિકા બોલ્યા, 'મારા માટે સુવર્ણ તક, બગાસું ખાતા પતાસું મળ્યું'
    Pariksha Pe Charcha 2020 : ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓની પસંદગી માટે કેવી સ્પર્ધાઓ યોજાઇ?
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Pariksha Pe charcha], PPC 2020, Students, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन