હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 3 રેલ કર્મીનાં મોત

હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એક્સપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી

News18 Gujarati
Updated: June 25, 2019, 10:18 PM IST
હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 3 રેલ કર્મીનાં મોત
હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એક્સપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી
News18 Gujarati
Updated: June 25, 2019, 10:18 PM IST
ઓડિશાના રાયગઢમાં હાવડા-જગલપુર સમલેશ્વરી એક્સપ્રેસનું એન્જિન સહિત ઘણાં કોચ પાટા પરથી ઉતરી જતા 3 રેલવે કર્મચારીઓના મોત થયા છે. પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતા આ અક્સ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ અંગે ઈસીઓઆરના પબ્લિક રિલેશન ઓફિસર જે પી મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણે વ્યક્તિઓ રેલવે કર્મચારીઓ છે. આ ત્રણ વ્યક્તિઓમાં સુરેશ ટાવર કારમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. જયારે બાકીના બે વ્યક્તિઓમાં ગોર નાયડું અને સાગરનો સમાવેશ થાય છે, આ બંને અનુક્રમે ટેક્નિશિયન અને સિનિયર સેકશન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.

 
હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એક્સપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી. ટાવર કારનો ઉપયોગ રેલવેના વિવિધ થાંભલાઓ સહિતની વસ્તુઓના મેન્ટેનન્સ માટે કરવામાં આવે છે.
First published: June 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...