Howdy Modi: ...જ્યારે ટ્રમ્પે મોદીને પૂછ્યુ- શું હું ભારત આવવા માટે આમંત્રિત છું?

વડાપ્રધાન મોદીએ ત્યારબાદ પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિને સહપરિવાર ભારત આવવા માટે આમંત્રણ આપ્યું

News18 Gujarati
Updated: September 23, 2019, 11:09 AM IST
Howdy Modi: ...જ્યારે ટ્રમ્પે મોદીને પૂછ્યુ- શું હું ભારત આવવા માટે આમંત્રિત છું?
વડાપ્રધાન મોદીએ ત્યારબાદ પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિને સહપરિવાર ભારત આવવા માટે આમંત્રણ આપ્યું
News18 Gujarati
Updated: September 23, 2019, 11:09 AM IST
હ્યૂસ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ મુંબઈમાં યોજાનારી નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન બાસ્કેટબોલ (NBA) પ્રતિયોગિતાને જોવા માટે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી. સાથોસાથ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પૂછ્યું, 'શું મને આવવાનું આમંત્રણ છે?'

ડોનાલ્ડ ટ્રમ્પે એનઆરજી સ્ટેડિયમમાં લગભગ 50 હજાર ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતાં પીએમ મોદીની સમક્ષ પોતાની ઈચ્છા જાહેર કરી. તેઓએ કહ્યું કે, આવનારા સપ્તાહમાં મુંબઈ ખાતે NBA બાસ્કેટબોલ પ્રતિયોગિતા યોજાવાની છે. આ ભારતમાં પહેલી NBA બાસ્કેટબોલ ગેમ હશે. તેઓએ પીએમ મોદીને પૂછ્યું, 'શું હું તેમાં આમંત્રિત છું?'

આ પણ વાંચો, HOWDY MODI: હ્યૂસ્ટનમાં 'નમો-નમો', વાંચો PMના ભાષણની 10 ખાસ વાતો

ટ્રમ્પે કહ્યું કે, હું આવી શકું છું. સતર્ક રહેજો (ધ્યાન રાખજો), હું આવી શકું છું. વડાપ્રધાન મોદીએ ત્યારબાદ પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિને સહપરિવાર ભારત આવવા માટે આમંત્રણ આપ્યું. આ પહેલા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ પ્રશંસા કરી અને તેમને વ્હાઈટ હાઉસમાં 'ભારતના મિત્ર' કરાર કર્યા.

નોંધનીય છે કે, NBAએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે ભારતમાં તેનો પહેલો મુકાબલો 4 અને 5 ઓક્ટોબર 2019એ મુંબઈના એનએસસીઆઈ ડૉમમાં ઈન્ડિયાના પેસર્સ અને સેક્રામેંટો કિંગ્સની વચ્ચે રમાશે. ઐતિહાસિક NBA ગેમ્સ 2019 હેઠળ બે મુકાબલા રમાશે અને બંને પ્રી-સેશન મુકાબલા હશે. બે મુકાબલા ઉપરાંત લીગ અને તેના પાર્ટનર આ દરમિયાન ફૅન ઇન્ટરેક્ટિવ એક્ટિવીટીઝનું પણ આયોજન કરશે. આ દરમિયાન મુંબઈમાં જૂનિયર NBA યૂથ બાસ્કેટબોલ પ્રોગ્રામિંગ અને NBA કેયર્સ કોમ્યુનિટી આઉટરીચ કાર્યક્રમ થશે.

આ પણ વાંચો, Howdy Modi: પીએમ મોદીએ પાક. પર સાધ્યું નિશાન, પૂછ્યું- 9/11 અને 26/11ના માસ્ટરમાઇન્ડ ક્યાં છુપાયા હતા?

ભારતમાં પહેલીવાર યોજાઈ રહેલી NBA મેચોનું સીધું પ્રસારણ સમગ્ર દેશમાં કરવામાં આવશે અને સાથોસાથ આ મુકાબલા ટેલીવીઝન, ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી 200થી વધુ દેશો તથા ટેરેટરીઝના પ્રશંસકો સુધી પહોંચશે.

આ પણ વાંચો, ટ્રમ્પ કે મોદી, વાટાઘાટોમાં માહેર કોણ? PM મોદીએ ખોલ્યું રહસ્ય

આ પણ વાંચો, Howdy Modi: Hustonના મૅયરે પીએમ મોદીને કેમ સોંપી શહેરની ચાવી?
First published: September 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...