Home /News /national-international /HOWDY MODI: હ્યૂસ્ટનમાં 'નમો-નમો', વાંચો PMના ભાષણની 10 ખાસ વાતો

HOWDY MODI: હ્યૂસ્ટનમાં 'નમો-નમો', વાંચો PMના ભાષણની 10 ખાસ વાતો

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ, જમ્મુ-કાશ્મીર અને આર્થિક વિકાસ જેવા અનેક વિષયો પર ચર્ચા કરી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ, જમ્મુ-કાશ્મીર અને આર્થિક વિકાસ જેવા અનેક વિષયો પર ચર્ચા કરી

  હ્યૂસ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે હ્યૂસ્ટન (Houston)ના એનઆરજી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ, જમ્મુ-કાશ્મીર અને આર્થિક વિકાસ જેવા અનેક વિષયો પર ચર્ચા કરી. આતંકવાદ પર પાકિસ્તાનની ભૂમિકા પર મોદીએ નિશાન સાધ્યા. સાથોસાથ આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈની આવશ્યક્તા પર ભાર મૂક્યો. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ શાંતિ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોનું પણ પીએમ મોદીએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો.

  1. આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ

  પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ લડાઈને હવે નિર્ણાયક રૂપ આપવાની જરૂરિયાત છે. પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં મોદીએ આતંકને પાળનારા દેશોની ટીકા કરી. તેઓએ કહ્યું કે, આતંકવાદને પોતાની વિદેશ નીતિનો હિસ્સો બનાવનારા દેશ આજે વિશ્વની સામે છતાં થઈ ગયા છે. મોદીએ કહ્યું કે, આતંકવાદની સમસ્યાને લઈ ભારત હવે નિર્ણાયક લડાઈની તરફ આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પડકાર સામે વિજય પ્રાપ્ત કરી લવાશે. પીએમ મોદીએ આતંકવાદની વિરુદ્ધની લડાઈમાં ભારતનો સાથ આપવા માટે અમેરિકા અને ઈઝરાયલના ખૂબ વખાણ કર્યા.

  2. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા

  મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ વખાણ કર્યા. પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મંચ શૅર કરતાં બોલ્યા કે, ભારતમાં અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છીએ. અમેરિકામાં 'અબકી બાર ટ્રમ્પ સરકાર'. પીએમ મોદીએ કહ્યું કે, ટ્રમ્પને કોઈ પરિચયની જરૂર નથી. અબજો લોકો ટ્રમ્પના ટ્રમ્પના શબ્દ-શબ્દને ફૉલો કરે છે. વિશ્વના રાજકારણમાં ટ્રમ્પનું મોટું કદ છે. મોદીએ કહ્યું કે, અમે થોડાક સમય પહેલા જ મળી ચૂક્યા છીએ. તેઓ જ્યારે પણ મળે ત્યારે ઉત્સાહભેર, મિત્રતાભાવે અને સહજતાથી મળ્યા. હું તેમની નેતૃત્વ ક્ષમતા અને અમેરિકા પ્રત્યે ઝનૂનની પ્રશંસા કરું છું.

  3. પાંચ ટ્રિલિયન ઇકોનોમી

  પીએમ મોદીએ કહ્યું કે, પાંચ ટ્રિલિયન ઇકોનોમી માટે ન્યૂ ઈન્ડિયાની સફર અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાનો ઇકોનોમિક ગ્રોથને પાંખી આપી દેશે. હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું કે, તમામ અનિશ્ચિતતાઓ બાદ પણ ભારતની એવરેજ ગ્રોથ 7.3 ટકા રહી છે.

  4. ભ્રષ્ટાચાર મુક્ત ભારત

  પીએમ મોદીએ કહ્યું કે, અમે દેશની લગભગ 3.5 લાખ નકલી કંપનીઓની ઓળખ કરીને તેમને સમાપ્ત કરી છે. દેશને ભ્રષ્ટાચારથી મુક્તિ આપીને અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવામાં આવી છે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ દેશની મોટી વસતીને મફત ગેસ કનેક્શન આપ્યા છે. ટૅક્સ વ્યવસ્થાને સરળ કરવા સરકારે લોકોની મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

  આ પણ વાંચો, Howdy Modi: Hustonના મૅયરે પીએમ મોદીને કેમ સોંપી શહેરની ચાવી?

  5. 17મી લોકસભા ચૂંટણીમાં 61 કરોડ લોકોએ મતદાન કર્યું

  મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, ભારત વિશ્વનો એક વિશાળ લોકતાંત્રિક દેશ છે. દેશની 17મી લોકસભા ચૂંટણીમાં લગભગ 61 કરોડ લોકોએ હિસ્સો લીધો. તેઓએ જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં 18 કરોડ યુવાઓએ પહેલીવાર મતદાન કર્યું. સાથોસાથ આ વખતે સૌથી વધુ મહિલાઓ ચૂંટાઈને આવી. આજે ભારતનો સૌથી મોટો નારો 'સંકલ્પથી સિદ્ધિ' છે અને સંકલ્પ ન્યૂ ઈન્ડિયા છે.

  6. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને ફૅરવેલ આપ્યું

  પીએમ મોદીએ કહ્યું કે, એક પણ ભારતીય વિકાસથી દૂર રહે એ ભારતને મંજૂર નથી. તેઓએ કહ્યું કે, 70 વર્ષથી ચાલતા આવતાં ભારતના એક કાયદો આર્ટિકલ 370ને સમાપ્ત કરી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આર્ટિકલ 370એ જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. તેનો ફાયદો આતંકવાદી અને અલગતાવાદી તાકાતોએ ઉઠાવતા રહ્યા હતા.

  7. ટૅક્સના જંજાળથી દેશને મુક્તિ

  પીએમ મોદીએ કહ્યું કે, અમે જેટલું મહત્વ વૅલફૅરને આપ્યું છે એટલું જ ફૅરવેલને પણ આપી રહ્યા છીએ. મોદીએ કહ્યું કે, તેમની સરકારે દેશમાં પહેલાથી ચાલી રહેલા ટૅક્સના જંજાળથી લોકોને મુક્તિ અપાવી દીધી છે. આ વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર ભારત ઑપન ડૅફિકેશનને ફૅરવેલ આપી દેશે. જૂના કાયદાઓને પણ ફૅરવેલ આપી રહ્યા છીએ. ભ્રષ્ટાચારને પણ ફૅરવેલ આપી રહ્યા છીએ.

  આ પણ વાંચો, Howdy Modi: પીએમ મોદીએ પાક. પર સાધ્યું નિશાન, પૂછ્યું- 9/11 અને 26/11ના માસ્ટરમાઇન્ડ ક્યાં છુપાયા હતા?

  8. સરકારની 10 હજાર સર્વિસ ઑનલાઇન

  પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની 10 હજાર સર્વિસ ઑનલાઇન ઉપલબ્ધ છે. એક દિવસમાં લગભગ 50 લાખ લોકોએ પોતાનું ઇનકમ ટૅક્સ રિટર્ન ભર્યુ છે. જે ટૅક્સ રિફન્ડ 1-2 મહિનામાં આવતું હતું, તે હવે થોડાક જ દિવસોમાં આવી જાય છે. પીએમ મોદીએ કહ્યું કે, પહેલા 2-3 મહિનામાં પાસપોર્ટ તૈયાર થતો હતો, હવે તે એક સપ્તાહમાં ઘરે આવી જાય છે.

  9. ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ

  પીએમ મોદીએ કહ્યું કે, અમારા માટે જેટલું ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ મહત્વનું છે એટલું જ ઇઝ ઑફ લિવિંગનું પણ. પીએમ મોદીએ કહ્યું કે, જો સમગ્ર દુનિયામાં સૌથી ઓછી કિંમત ક્યાંય મળે છે તો તે ભારત છે. ભારતમાં આજે એક જીબી ડેટાની કિંમત 25 સૅન્ટની આસપાસ છે.

  10. વિવિધતામાં એકતા અમારી ધરોહર

  પીએમ મોદીએ કહ્યું કે, વિવિધતામાં એકતા જ અમારી ધરોહર છે. અમે જ્યાં પણ જઈએ છીએ ડાયવર્સિટી અને ડૅમોક્રેસીના સંસ્કાર લઈ જઈએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે, આજે અમે અહીં એક નવો ઈતિહાસ અને એક નવી કૅમેસ્ટ્રી બનતા જોઈ રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે, એનઆરજીની એનર્જી ભારત અને અમેરિકાની બનતી સિનર્જીની સાક્ષી છે. પીએમ મોદીએ કહ્યું કે, 130 કરોડ ભારતીયોનું આ સન્માન છે.

  આ પણ વાંચો, ટ્રમ્પ કે મોદી, વાટાઘાટોમાં માહેર કોણ? PM મોદીએ ખોલ્યું રહસ્ય

  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Donald trump, Howdy Modi, Jammu Kashmir, અમેરિકા, આતંકવાદ, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन