Howdy Modi: પીએમ મોદીએ અમેરિકન સેનેટરની પત્નીની માફી કેમ માંગી?

News18 Gujarati
Updated: September 23, 2019, 2:33 PM IST
Howdy Modi: પીએમ મોદીએ અમેરિકન સેનેટરની પત્નીની માફી કેમ માંગી?
પીએમ મોદીએ અમેરિકાના સેનેટર જૉન કૉર્નિનની પત્નીની માફી માંગી છે.

પીએમ મોદીએ કહ્યું, 'હું આપની માફી માંગું છું, કારણ કે આજે આપનો જન્મદિવસ છે અને આપના જીવનસાથી મારી સાથે છે.'

  • Share this:
હ્યૂસ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અમેરિકાના સેનેટર જૉન કૉર્નિન (John Cornyn)ની પત્નીની માફી માંગી છે, કારણ કે તેમના જન્મદિવસે કૉર્નિન 'હાઉડી મોદી' (Howdy Modi) કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા ટ્વિટર પર શૅર કરવામાં આવેલા એક વીડિયોમાં મોદી કૉર્નિનની પત્ની સૈંડીની માફી માંગતા અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, તેમના પતિ મોદીની પાસે ઊભા રહીને હસતા જોવા મળી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, 'હું આપની માફી માંગું છું, કારણ કે આજે આપનો જન્મદિવસ છે અને આપના જીવનસાથી મારી સાથે છે. સ્વાભાવિક પણે આપને આજે મારી ઈર્ષ્યા થતી હશે.' તેઓએ કહ્યું કે, 'આપને શુભેચ્છાઓ, હું આપના સુખદ જીવન અને ખૂબ જ સમૃદ્ધ શાંતિપૂર્ણ ભવિષ્યની કામના કરું છું. શુભેચ્છાઓ.'

આ પણ વાંચો, Howdy Modi' કાર્યક્રમમાં આ કારણે એક કલાક મોડા પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
Loading...

40 વર્ષ પહેલા થયા હતા સેનેટર જૉન કૉર્નિનના લગ્ન

ટેક્સાસથી સેનેટર જૉન કૉર્નિન અને સૈંડીના લગ્નને 40 વર્ષ થઈ ચૂક્યા છે અને તેમને બે દીકરીઓ છે. કૉર્નિન હાઉડી મોદી કાર્યક્રમમા્ર સામેલ થનારા મહત્વના રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદો પૈકીના એક હતા. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અહીં 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધિત કર્યા હતા.

આ પણ વાંચો, Howdy Modi: ...જ્યારે ટ્રમ્પે મોદીને પૂછ્યુ- શું હું ભારત આવવા માટે આમંત્રિત છું?

આ પણ વાંચો, Howdy Modi: Hustonના મૅયરે પીએમ મોદીને કેમ સોંપી શહેરની ચાવી?

આ પણ વાંચો, HOWDY MODI: હ્યૂસ્ટનમાં 'નમો-નમો', વાંચો PMના ભાષણની 10 ખાસ વાતો
First published: September 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...