ન્યૂઝ 18 ગુજરાતી : હ્યૂસ્ટનમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ NRG સ્ટેડિયમ ખાતે 50 હજાર લોકોને સંબોધન કર્યું હતું. Howdy Modi કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ હાજર રહ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમ પાકિસ્તાનની મીડિયને ગળે ઉતર્યો નથી. પાકિસ્તાની મીડિયાએ આ કાર્યક્રમનો નકારાત્મક પ્રચાર કરવામાં કઈ કસર નથી રાખી. પાકિસ્તાનના અખબારો અને પૉર્ટલોએ (Pakistan Media) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના કાર્યક્રમનો નકારાત્મક પ્રચાર કરી માહોલ બનાવ્યો.
કાર્યક્રમના દિવસે જ પાકિસ્તાનના Pak PM) વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) પણ અમેરિકા પહોંચ્યા હતા. ઇમરાન અમેરિકાના રાજકીય લોકો સાથે મળી કાશ્મીર મુદ્દે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાએ આ સમાચારને વ્યાપક રીતે પ્રસારિત કર્યો અને મોદી- અમેરિકાના કાર્યક્રમને પ્રૉપેગૅન્ડા ગણાવ્યો.
પાકિસ્તાનના મુખ્ય મીડિયા જુથ 'ડૉન'એ પોતાના સમાચારમાં લખ્યું છે કે હ્યૂસ્ટનમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે એક મંચ પરથી એકબીજાના વખાણના પુલ બાંધ્યા જ્યારે સભાસ્થળની બહાર અનેક કાશ્મીરીઓ પોતાના હક માટે નારા લગાવી રહ્યા હતા. ડૉને મોદી સરકારના કાર્યકાળને નસ્લવાદી કરાર ઠેરવતાં જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યુ હોવાનો આક્ષેપ કર્યો
બહાર પ્રદર્શન અંદર ટ્રમ્પ-મોદીનો કટ્ટર રાષ્ટ્રવાદ : ધી ન્યૂઝ
પાકિસ્તાનના અન્ય મીડિયા સમૂહ ધી ન્યૂઝે મોદી અને ભારત વિરુદ્ધ થયેલા પ્રદર્શનોને ટાંકીને લખ્યું કે આ પ્રદર્શન આંતરાષ્ટ્રીય માનવાધિકાર આંદોલન અને આંતરાષ્ટ્રીય કૉલમિસ્ટ ક્લબે મળીની કર્યુ હતુ. 'ધ ન્યૂઝ'ના એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું હતું કે સભાસ્થળની બહાર પ્રદર્શનો થઈ રહ્યા હતા અન અંદર એક સમાન કટ્ટ્રર રાષ્ટ્રવાદી વિચારધારા ધરવાતાં નેતાઓ ભાષણ આપી રહ્યા હતા.
કાશ્મીરના નામે થયેલું વિરોધ પ્રદર્શન
'મોદી આતંકવાદી છે' છ ટ્રિબ્યૂન
પાકિસ્તાનના વધું એક મીડિયા સમૂહ 'ધ ટ્રિબ્યૂને' પોતાના અહેવાલનું શિર્ષક આપતા લખ્યું કે 'મોદી આતંકવાદી છે'. અહેવાલમાં ટાક્યું કે જસ્ટિસ ફૉર ઑલ અને તેની સહયોગી સંસ્થા દ્વારા મોદીના આ કાર્યક્રમની વિરુદ્ધ પ્રદર્શન કરાયું. ટેક્સાસના અનેક શહેરોમાં મુસ્લિમો અને શીખોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો.
ટીવી પર મોદી વિરુદ્ધ પ્રદર્શન ચર્ચામાં રહ્યું
પાકિસ્તાનની પ્રમુખ ટી.વી. ચેનલોમાં મોદીની અમેરિકા યાત્રા દરમિયાન મોદી અને ભારત વિરુદ્ધ થયેલા પ્રદર્શનો હેડલાઇન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર