હ્યૂસ્ટન : ‘Howdy Modi’ કાર્યક્રમ માટે શનિવારે હ્યૂસ્ટન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નું ભારતીય સમુદાયના લોકોએ જોરદાર સ્વાગત કર્યુ. એનજી સિટી નામથી જાણીતા હ્યૂસ્ટન (Houston) ખાતે વડાપ્રધાન મોદીએ ત્યાંની ઍનર્જી સૅક્ટરના સીઈઓ સાથે મુલાકાત કરી. ઍનર્જીના ક્ષેત્રમાં ભારત (India)અને અમેરિકા (America)ની વચ્ચે સહયોગના વિસ્તાર આપવાના ઉદ્દેશ્યથી આ બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠક દરમિયાન ભારત અને અમેરિકાએ ટૅલ્યૂરિયન અને પૅટ્રોનેટની સાથે લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) માટે મૅમૉરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. પાંચ મિલિયન ટન એલએનજી માટે બંને દેશોની વચ્ચે એમઓયૂ થયા. ટૅલ્યૂરિયન અને પૅટ્રોનેટે તેના માટે ટ્રાન્જેક્શન ઍગ્રીમેન્ટને માર્ચ 2020 સુધી અંતિમ રૂપ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે. આ બેઠકમાં લગભગ 16 કંપનીઓના સીઈઓ ઉપસ્થિત હતા.
નોંધનીય છે કે, મોદી રવિવારે હ્યૂસ્ટમાં Howdy Modi કાર્યક્રમને સંબોધિત કરશે. જેમાં 50 હજારથી વધુ લોકો સામેલ થશે. વડાપ્રધાન અહીં હ્યૂસ્ટનમાં ભારત-અમેરિકા ઉર્જા સમજૂતીના વિસ્તાર કરવાના ઉદ્દેશ્યાથી અમેરિકામાં મુખ્ય ઉર્જા કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. અમેરિકા જતાં પહેલા પીએમ કહ્યું હતું કે, ઉર્જા પારસ્પરિક રીતે લાભરૂપ સહયોગનું એક નવા ક્ષેત્ર તરીકે ઉભર્યુ છે અને તે ઝડપથી આપણા દ્વિપક્ષીય સંબંધોનું એક મહત્વપૂર્ણ અંગ બની રહેશે.
Unites States: Prime Minister Narendra Modi holds round table meeting with oil sector CEOs in Houston. pic.twitter.com/D8918ndGkW