Home /News /national-international /

મોટા PF કૌભાંડનો ખુલાસો: કંપનીએ આવી રીતે કર્મચારીઓને લગાવ્યો કરોડોનો ચૂનો

મોટા PF કૌભાંડનો ખુલાસો: કંપનીએ આવી રીતે કર્મચારીઓને લગાવ્યો કરોડોનો ચૂનો

અભિષેક હૈદરાબાદની એમડબ્લ્યૂ હાઈટેક પ્રોજેક્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં એચઆર હેડ છે.

અભિષેક હૈદરાબાદની એમડબ્લ્યૂ હાઈટેક પ્રોજેક્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં એચઆર હેડ છે.

    અભિષેક હૈદરાબાદની એમડબ્લ્યૂ હાઈટેક પ્રોજેક્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં એચઆર હેડ છે. જ્વાઈન કરવાના બે સપ્તાહ બાદ જ અભિષેકને કંપનીમાં ચાલી રહેલા પીએફ કૌભાંડ વિશે ખબર પડી ગઈ હતી. અભિષેક અનુસાર જ્યારે તેમને મેનેજમેન્ટને આની જાણકારી આપી તો તેમને ચુપ રહેવાનું કહેવામાં આવ્યું અને ના માનવામાં પર ધમકાવીને ડરાવવામાં પણ આવ્યા. જો કે, અભિષેક ડર્યા વગર કંપની વિરૂદ્ધ મોર્ચો ખોલી નાંખ્યા. પ્રોવિડન્ટ ફન્ડ કમિશ્નર, લેબર મિનિસ્ટ્રી, પીએમઓ અને ઈન્કમટેક્સને આની જાણકારી આપી દીધી અને ત્યાર પછી જે જાણકારી સામે આવી તે હોશ ઉડાડી દે તેવી છે. અસલમાં કંપની પાછલા 4 વર્ષ દરમિયાન પોતાના સેકડો કર્મચારીનું લગભગ 130 કરોડ રૂપિયાનું પીએફ જમા કરાવ્યું નહતું. ઈપીએફઓની તપાસ આયોગની વચગાળાની રિપોર્ટમાં આ વાતો સામે આવી છે.

    કર્મચારીઓને લાગ્યો કરોડોનો ચૂનો- રિપોર્ટ અનુસાર કંપનીએ નાણાકીય વર્ષ 2012-13થી 2015-16 વચ્ચે કર્મચારીઓની સેલરીથી લગભગ 262 કરોડ રૂપિયા કાપ્યા પરંતુ જમા માત્ર 132 કરોડ રૂપિયા જ કરાવ્યા. બાકીના પૈસાનું શું થયું તેનો કોઈ રેકોર્ડ જ નથી. તપાસ આયોગને કંપનીના ખાતાઓમાં પણ ઘણી બધી અનિયમિત્તાઓ મળી. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે લગભગ 116 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પણ પકડી પાડી. નોકરી કરતાં દરેક વ્યક્તિએ તે જણાવું જરૂરી છે કે, તેઓ પોતાના ભવિષ્યની જમાપૂંજીને લઈને સતર્ક રહે અને સાથે આવાજ પણ ઉઠાવે જેથી કોઈ પણ કંપની તમારી જમાપૂંજી સાથે હેરાફેરી ના કરી શકે.

    પીએફ ચોરીનો આ કોઈ પહેલો મામલો નથી સરકાર અનુસાર નાણાકિય વર્ષ 2017માં કંપનીઓએ પીએફના 4112 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી. લોકસભામાં જવાબ આપતા શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગાવારે આંકડાઓ આપ્યા છે કે, પીએફના પૈસા જમા ના કરાવવાનું ટ્રેન્ડ વધી રહ્યું છે.

    આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2013માં પીએફના 2275.05 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી. જ્યારે 2014માં 2515.25 કરોડ, 2015માં 2,920.62 કરોડ, 2016માં 3464.38 કરોડ અને નાણાકીય વર્ષ 2017માં 4111.82 કરોડ રૂપિયા કંપનીઓએ પીએફના રૂપમાં કાપ્યા પરંતુ જમા કરાવ્યા નહી. હવે કંપની આ મામલાઓમાં કાર્યવાહીની તૈયારી કરી રહી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: PF, Provident fund

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन