જો USA ઝીરો ટેરિફ સુવિધા બંધ કરે તો ભારત પર શું અસર થશે?

પ્રતિકાત્મક તસવીર

જો આવું થશે તો ભારતમાંથી આયાત કરવામાં આવતા સામાન પર અમેરિકા મોટો ટેક્સ વસૂલી શકે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શરૂ કરવમાં આવેલા ટ્ર઼ૅડ વૉરથી હવે ભારતના નાના વેપારીઓ પર તેની વિપરિત અસર પડવાનો ખતરો જોવાઈ રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તે ભારત સાથે 5.6 બિલિયન યૂએસ ડોલરના ઇમ્પોર્ટ પર ઝીરો ટેરિફ સુવિધા ખતમ કરવા માંગે છે. અમેરિકા હવે ભારતને ડ્યૂટી ફ્રી એક્સેસ પોલીસીમાંથી બહાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આવું કરવાથી ભારતમાં 2000 જેટલા ઉત્પાદકોને નુકસાન સહન કરવું પડી શકે છે.

  વર્ષ 1970માં અમેરિકાએ ભારતને આ પોલીસીમાં સામેલ કર્યું હતું. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ટ્રમ્પના આવા નિર્ણયથી સૌથી વધારે નુકસાન જ્વેલર્સને થઈ શકે છે. ભારત અમેરિકાને 560 કરોડ ડોલરની નિકાસ ઝીરો ટેરિફ પર કરે છે.

  હવે શું?

  મતલબ સ્પષ્ટ છે કે, અમેરિકા, ભારત પાસેથી યૂએસ ટ્રેડ કન્સેશન પર લઈ શકે છે. જે અંતર્ગત 40 હજાર કરોડના એક્સપોર્ટ પર અમેરિકામાં કોઈ ટેક્સ નથી લાગતો. જો આવું થશે તો ભારતમાંથી આયાત કરવામાં આવતા સામાન પર અમેરિકા મોટો ટેક્સ વસૂલી શકે છે.

  ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ 2017માં આશરે 8,97,619 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. ભારત-યુએસ ટ્રેડ વિવાદ પર ટ્રેડ સચિવે કહ્યું છે કે અમેરિકાએ ભારતને 60 દિવસની નોટિસ આપી છે. જેમાં USએ ભારતને GSPમાંથી બહાર કરવાની નોટિસ આપી છે.

  આ પણ વાંચો : જો અમેરિકા પાક.માં લાદેનને મારી શકે છે તો કંઈ પણ શક્ય છે: જેટલીનું મોટું નિવેદન

  નાના વેપારીઓને શું નુક્સાન થશે?

  • જો અમેરિકા આશરે 2000 ભારતીય પ્રોડ્કટ્સને ફ્રી ડ્યૂટી એક્સેસમાંથી હટાવી દેશે તો ભારતના નાના વેપારીઓને સૌથી વધારે નુક્સાન થશે.

  • એક સંભાવના એવી પણ છે કે ડ્યૂટી ફ્રી એક્સેસ ગુડ્સની સંખ્યા ઓછી કરવામાં આવી શકે છે, અથવા આ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવી શકે છે.

  •  હાલ આ બાબતે બંને દેશો વચ્ચે કૂટનીતિક વાતચીત ચાલી રહી છે. હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પોતાની વાતમાં ઇ-કોમર્સને પણ સામેલ કરી ચુક્યા છે. ઇ-કોમર્સ સેક્ટર ભારતીય નીતિઓથી રાહત માટે લોબિંગ કરી રહ્યું છે.

  • જો બંને દેશ વચ્ચે વાતચીત નિષ્ફળ રહે છે અને બંને દેશ વચ્ચે ઝીરો ટેરિફ શરૂ થાય છે તો સૌથી વધારે નુક્સાન ભારતે સહન કરવું પડશે. કારણ કે આનાથી અમેરિકાના ઉત્પાદનો પણ ઝીરો ટેક્સ સાથે ભારતીય બજારમાં પ્રવેશ કરશે જેનાથી સ્થાનિક ઉત્પાદકો પ્રભાવિત થશે.


  શું છે ઝીરો ટેરિફ પોલીસ?

  ભારત અમેરિકાની Generalised System of Preferences (GSP)નો હિસ્સો છે. જે અંતર્ગત ભારતને ટેક્સમાં છૂટ મળે છે. આની શરૂઆત 70ના દાયકામાં થઈ હતી અને આનાથી ભારતને વધારે ફાયદો મળે છે.

  ભારતની કડક પોલીસીની અસર :

  •  કેન્દ્ર સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને એક્સક્લુઝિવ ડિલ્સ બેન કરવાનો આદેશ કર્યો હતો.

  •  આનાથી કંપની પોતાના પ્લેટફોર્મ પર એવી ચીજવસ્તુએ નહીં વેચી શકતી જેમાં તેની ભાગીદારી હોય. એટલું જ નહીં કંપની નિર્ધારિત મર્યાદાથી વધારે ડિસ્કાઉન્ટ પણ નથી આપી શકતી.

  •  આની વિરુદ્ધમાં ફ્લિપકાર્ટ અને અમેઝોને સરકાર પાસેથી મદદની પોકાર લગાવી હતી. સરકારની દલીલ છે કે દેશમાં સ્વસ્થ હરિફાઇ માટે આ પોલીસી અપનાવવામાં આવી છે. આ પોલીસી સાથે દેશના નાના વેપારીઓનું હીત જોડાયેલું છે.

  •  આ ઉપરાંત ભારત સરકાર તમામ વિદેશી કંપનીઓને યૂઝર ડેટા ભારતમાં જ રાખવાનો નિયમ બનાવ્યો હતો. આના વિરુદ્ધમાં પણ અમેરિકામાં લોબિંગ થયું હતું.

  Published by:Vinod Zankhaliya
  First published: