Home /News /national-international /Russia Ukraine war: અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે યુક્રેનને ભ્રષ્ટ દેશ કહીને મુશ્કેલી ઉભી કરી હતી

Russia Ukraine war: અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે યુક્રેનને ભ્રષ્ટ દેશ કહીને મુશ્કેલી ઉભી કરી હતી

2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા ટ્રમ્પે યુક્રેનના તત્કાલિન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કો સાથે મુલાકાત કરી હતી. (ફાઇલ ફોટો)

Russia-Ukraine conflict: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war)ને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સતત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પર નિશાન સાધી રહ્યો હોય પરંતુ 2017માં અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ યુક્રેનને લઈને મૂંઝવણમાં હતા.

વધુ જુઓ ...
રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war)ને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સતત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પર નિશાન સાધી રહ્યો હોય પરંતુ 2017માં અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ યુક્રેનને લઈને મૂંઝવણમાં હતા. જેનો ખુલાસો એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ટ્રમ્પે યુક્રેનના તત્કાલિન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કો (Petro Poroshenko) સાથેની મુલાકાતમાં તો ત્યાં સુધી કહ્યું હતું કે, મારા મતે યુક્રેન એક ભ્રષ્ટ દેશ છે કારણ કે એક યુક્રેનિયન મિત્રએ તેમને આ વાત કહી હતી. એટલું જ નહીં ટ્રમ્પે પૂછ્યું હતું કે શું યુક્રેનના અલગતાવાદથી પ્રભાવિત ડોનબાસ (Donbas) વિસ્તારમાં યુએસ ફોર્સ હાજર છે. ટ્રમ્પે ક્રિમિયાને રશિયાનો ભાગ જાહેર કર્યો હતો કારણ કે ત્યાંના લોકો રશિયન બોલે છે. તમને જણાવી દઈએ કે 2014માં રશિયાએ ક્રિમિયા (Crimea) પર આક્રમણ કરીને તેના પર કબજો જમાવ્યો હતો.

Lessons from the Edge: A Memoir નામનું આ પુસ્તક મેરી યોવાનોવિચ (Marie Yovanovitch) દ્વારા લખવામાં આવ્યું છે, જે તે સમયે યુક્રેનમાં યુએસ એમ્બેસેડર હતા. આમાં તેમણે 2017માં તત્કાલિન યુક્રેનના રાષ્ટ્રપતિ પોરોશેન્કો સાથે ટ્રમ્પે કરેલી ચોંકાવનારી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકન અખબાર ધ ગાર્ડિયને આ પુસ્તકના અંશો પ્રકાશિત કર્યા છે. આ મીટિંગમાં હાજર રહેલા મેરીએ દાવો કર્યો છે કે ટ્રમ્પે તે સમયે ઘણી શરમજનક વાતો કહી હતી. સૌથી મોટી વાત તેમણે યુક્રેનમાં અમેરિકી દળોની હાજરી વિશે કહી હતી.

…તો આજે રશિયા-યુએસ યુક્રેનમાં લડી રહ્યા હોત

બંને દેશોના વડાઓની બેઠકમાં ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પૂછ્યું કે શું યુક્રેનમાં આપણી સેના હાજર છે? મેરીએ પુસ્તકમાં લખ્યું છે કે ટ્રમ્પના આ સવાલ પર હું વિચારમાં પડી ગઈ કે તેઓ (ટ્રમ્પ) શું સંદેશ આપવા માગે છે. શું તે એમ કહેવા માંગતા હતા કે યુએસ મિલિટરી યુક્રેનમાં હોવી જોઈએ કે પછી આર્મી ચીફ હોવા છતાં યુએસ સૈન્ય ક્યાં તહેનાત છે તેની પણ તેમને જાણ નહોતી. મેરીએ કહ્યું કે હું માત્ર કલ્પના કરી શકું છું કે જો ટ્રમ્પની વાત સાચી હોત તો આજે યુક્રેનમાં લડાઈ રશિયા અને અમેરિકા વચ્ચે હોત.

આ પણ વાંચો- Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધમાં પ્રથમ વખત પત્રકારને રશિયન સૈનિકોએ ગોળી મારી હત્યા કરી

'ટ્રમ્પ યુક્રેનને ખોવાયેલો દેશ માને છે'

મેરી યુવાનોવિચે પુસ્તકમાં લખ્યું છે કે ટ્રમ્પ કદાચ એ વિચારીને મીટિંગમાં આવ્યા હતા કે યુક્રેન હારી ગયેલો દેશ છે અને રશિયા કરતાં નબળો દેશ છે. તેઓ સતત રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની તરફેણ કરતા જોવા મળ્યા હતા, જે ચિંતાનો વિષય હતો. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે 2019માં મેરીને હટાવી દીધી હતી. તેમણે યુક્રેનને મળતી સૈન્ય સહાય રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના માટે તેમની ખૂબ ટીકા થઈ હતી.

આ પણ વાંચો- Ukraine-Russia War: રશિયાએ લવિવ શહેર નજીક કર્યો ભયાનક હવાઇ હુમલો, 35 લોકોના મોત

ટ્રમ્પે દાવો કર્યો કે માત્ર તેઓ જ યુદ્ધ બચાવી શકે છે

મેરી યુવાનોવિચનું આ પુસ્તક એવા સમયે બહાર આવી રહ્યું છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા વગેરે પશ્ચિમી દેશોમાંથી યુક્રેનને મળી રહેલી મદદને લઈને પુતિન નારાજ છે. ટ્રમ્પ રશિયાના હુમલાને લઈને અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન પર સવાલ ઉઠાવી રહ્યા છે. શનિવારે જ ટ્રમ્પે ફ્લોરેન્સમાં એક રેલીમાં કહ્યું હતું કે મારા સિવાય અમેરિકામાં એવું કોઈ નથી જે પુતિન સાથે વાત કરી શકે. હું જ આ યુદ્ધમાંથી આપણને બચાવી શકું છું.
First published:

Tags: Donald trump, Russia, Russia news, Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war, Russia-Ukraine Conflict, Russian president, United states of america

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો