નવી દિલ્હી : કોરોનાને કારણે હાલના સમયમાં ઓક્સિજનની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે. ઓક્સિજનની આપૂર્તિ જલ્દીથી થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. જેને લઈને કેન્દ્ર સરકારે ગુરુવારે લિક્વિડ મેડિકલ ઓક્સિજન માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. કોવિડ 19 ફેંફસાઓ પર અસર કરે છે, તેથી કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. કોરોનાના દર્દીઓમાં શ્વાસની તકલીફ અથવા શ્વાસ ન લઈ શકતા હોવાનું જોવા મળે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી શકતો નથી, તેથી દર્દીઓને મેડીકલ ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થાય છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે લિક્વિડ ઓક્સિજન વધુ માત્રામાં સ્ટોર કરી શકાય છે અને સરળતાથી પરિવહન કરી શકાય છે. લિક્વિડ ઓક્સિજન કેવી રીતે સ્ટોર કરવો અને તે માટે કેવી સાવધાનીઓ રાખવી તેની જાણકારી આપવામાં આવી છે.
લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કેવી રીતે થાય છે?
લિક્વિડ મેડિકલ ઓક્સિજન ઉત્પાદિત કરવાની અનેક પદ્ધતિઓ છે. લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે ઓક્સિજનનું સેપરેશન કરવું એ એક સામાન્ય પદ્ધતિ છે, જેને એર સેપરેશન યુનિટ(ASUs) કહેવામાં આવે છે. ASUs બેઝિકલી એક પ્લાન્ટ છે, જે મોટી માત્રામાં ગેસને અલગ કરે છે. જેમાં ફ્રેક્શનલ ડિસ્ટીલેશન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 78% નાઈટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અન્ય ગેસ રહેલો હોય છે. તેમાં આર્ગોન, કાર્બન ડાયોક્સાઈડ, હિલિયમ, નિયોન અને હાઈડ્રોજન શામેલ હોય છે.
આ પદ્ધતિમાં ગેસને ઠંડો થયા બાદ અલગ અલગ ઘટકોમાં વિભાજીત કરવામાં આવે છે, ત્યાર બાદ તેમાંથી લિક્વિડ ઓક્સિજન અલગ કાઢવામાં છે.
વાતાવરણની હવાને -181°C પર ઠંડી કરવામાં આવે છે અને આ પોઇન્ટ પર ઓક્સિજનને લિક્વિડ ફોર્મમાં આવે છે. જોકે, નાઈટ્રોજનનો બોઇલિંગ પોઇન્ટ -196° C છે, જેથી તે ગેસ અવસ્થામાં જ રહે છે. પરંતુ તેમાં આર્ગોનનો બોઇલિંગ પોઇન્ટ ઓક્સિજન જેટલો જ (–186°C) હોવાથી તે ઓક્સિજન સાથે લિક્વિડ ફોર્મમાં પરિવર્તિત થાય છે.
ઓક્સિજન અને આર્ગોનના મિક્સચરને સૂકવીને વિઘટિત કરવામાં આવે છે અને વધુ તેને વધુ શુદ્ધ બનાવવા માટે ઓછા દબાણવાળી નિસ્યન્દન પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. અંતે તમામ પ્રક્રિયા બાદ લિક્વિડ ઓક્સિજન મળે છે અને તેને ક્રાયોજેનિક કન્ટેનરથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે.
ક્રાયોજેનિક કન્ટેનર શું છે?
ક્રાયોજેનિકનું ખૂબ જ ઓછા તાપમાને ઉત્પાદન કરવામાં આવે છે. –90°Cના બોઇલિંગ પોઇન્ટવાળા લિક્વિડને ક્રાયોજેનિક લીકવીડ કહેવામાં આવે છે. ક્રાયોજેનિક લિક્વિડ કન્ટેનરને સ્પેશિયલ ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેને ક્રાયોજેનિક તાપમાન પર સુરક્ષિત અને આર્થિક પરિવહન તેમજ –90°Cથી ઓછા તાપમાનના ગેસના ભંડારં માટે બનાવાયેલા છે. આ કન્ટેનર ખુબ જ ઇન્સ્યુલેટેડ હોય છે, તેમાં ખૂબ જ નીચા તાપમાને ગેસને સંગ્રહિત કરવામાં આવે છે.
એડસૉર્પ્શન દ્વારા ઓક્સિજનને નોન-ક્રાયોજેનિકલી ગેસના સ્વરૂપે પણ ઉત્પાદિત કરી શકાય છે. આ મેથડમાં હાઈપ્રેશરથી ગેસ સોલિડ સપાટી તરફ આકર્ષાય છે. જેટલુ વધારે પ્રેશર હોય છે, ગેસનું શોષણ એટલું જ વધુ થાય છે. જો હવા જેવા આ ગેસના મિશ્રણને શોષણ કરતા વાસણવાળા ઝિઓલાઈટ વેસલમાંથી વધુ પ્રેશર સાથે પસાર કરવામાં આવે તો તે ઓક્સિજન કરતા નાઇટ્રોજનને વધુ આકર્ષિત કરશે. જોકે, નેટ્રોજનનો કેટલોક ભાગ અથવા બધો જ નાઇટ્રોજન આ શોષણ કરતા વાસણમાં રહી જશે. આ રીતે વેસલમાં જતા ગેસની સાપેક્ષે વેસલમાંથી બહાર નીકળતા ગેસમાં વધુ ઓક્સિજન રહેશે.
જેથી હોસ્પિટલ ઓનસાઈટ ઓક્સિજન જનરેશનનો વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યાં હવામાંથી ઓક્સિજન ઉત્પાદિત કરી શકાય છે. આ રીતે ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરવાની પણ જરૂરિયાત રહેતી નથી. મેડિકલ ઓક્સિજન માટેના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે અને પોર્ટેબલ ઓક્સિજન જનરેટરને ઓક્સિજન કોન્સન્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઘરે ઉપયોગ કરી શકાય છે.
જો ઓક્સિજનનું ટેમ્પરેચર હાઈ છે, તો અનેક પદાર્થો ઓક્સિજનમાં બળી શકે છે. તે માટે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અને બધા જ કર્મચારીઓને આ અંગે તાલીમ આપવી જરૂરી છે. વધુ પડતા ઓક્સિજન સિલિન્ડરના સ્ટોરેજને કારણે આગ લાગવાનું જોખમ ઊભુ થઈ શકે છે.
મેડિકલ ઓક્સિજન માટે વધુ આવશ્યકતાઓ અને નિયમો પણ છે. કોઈપણ વ્યક્તિને મેડિકલ ઓક્સિજન ઓર્ડર કરવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર