Home /News /national-international /Omicorn થી બચવા માટે માસ્કનો કરો આ ખાસ રીતે ઉપયોગ, હોંગકોંગના આરોગ્ય નિષ્ણાત આપ્યો અભિપ્રાય
Omicorn થી બચવા માટે માસ્કનો કરો આ ખાસ રીતે ઉપયોગ, હોંગકોંગના આરોગ્ય નિષ્ણાત આપ્યો અભિપ્રાય
ભારતમાં કોવિડ સંક્રમણના દૈનિક કેસો (corona cases in india))ની સંખ્યા માત્ર દસ દિવસની અંદર લગભગ 2.5 લાખ સુધી પહોંચી ગઈ છે.
How to Use Face Mask To Prevent Omicron infection: ભારતમાં કોવિડ (corona in india) સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા માત્ર દસ દિવસની અંદર લગભગ 2.5 લાખ સુધી પહોંચી ગઈ છે. આરોગ્ય નિષ્ણાતો ઓમિક્રોન (omicron) અને કોરોના (corona cases) સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ (social distance), માસ્ક (mask)નો ઉપયોગ અને હાથને સતત ધોવાની સલાહ આપી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (corona new variant omicron)ને સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. ઓમિક્રોન (omicron)ને કારણે વિશ્વભરમાં કોરોના સંક્રમણના કિસ્સાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતમાં કોવિડ સંક્રમણના દૈનિક કેસો (corona cases in india))ની સંખ્યા માત્ર દસ દિવસની અંદર લગભગ 2.5 લાખ સુધી પહોંચી ગઈ છે. આરોગ્ય નિષ્ણાતો ઓમિક્રોન (omicron in india) અને કોરોના સંક્રમણથી બચવા માટે હાથ સતત ધોવા, સામાજિક ડિસ્ટન્સિંગ (social distance) અને માસ્ક (mask)નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે.
જો આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો સંક્રમણને ઘણી હદ સુધી ટાળી શકાય છે. હવે જ્યારે ઓમિક્રોન કોરોનાના અન્ય પ્રકારો કરતાં ઘણી ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે હોંગકોંગના નિષ્ણાતોએ ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓને માસ્કના ઉપયોગ અંગે મોટો અભિપ્રાય આપ્યો છે.
હોંગકોંગના બે વાયરસ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ તેમના ચહેરા પર બે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનનું જોખમ એવા કિસ્સામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કે જે લોકોને ગંભીર બીમારી અથવા અન્ય કારણોસર વધુ જોખમ હોય તેમણે પહેલા સર્જિકલ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યારબાદ કપડાના માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
નિષ્ણાતો કહે છે કે સર્જિકલ માસ્ક સામાન્ય રીતે હળવા અને ઢીલા હોય છે, જે સંક્રમણને સંપૂર્ણપણે અટકાવી શકતા નથી, તેથી કાપડનું માસ્ક તેના પર બેવડી સુરક્ષા આપે છે. ચાઇનીઝ યુનિવર્સિટી ઓફ હોંગકોંગના પ્રોફેસર અને સરકારની વૈજ્ઞાનિક સમિતિના સભ્ય ડેવિડ હુઈએ જણાવ્યું હતું કે, ઉચ્ચ જોખમી સ્થળ પર ડબલ માસ્કનો ઉપયોગ કરો, અત્યંત સંક્રમિત સ્થળો અને જાહેર સ્થળોએ પણ ડબલ માસ્કનો ઉપયોગ કરો.
પ્રખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટ યુએન ક્વોક-યુંગે સ્થાનિક રેડિયોને જણાવ્યું હતું કે ક્રોનિક રોગો ધરાવતા લોકો અથવા કોવિડ રસી ન મેળવી શકતા લોકો તેમજ એરપોર્ટ સ્ટાફ જેવા ઉચ્ચ જોખમી કામદારોએ ડબલ લેયર અથવા ડબલ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ડબલ માસ્ક ફિલ્ટર ક્ષમતામાં વધારો કરે છે.
નોંધપાત્ર બાબત એ છે કે, વૈજ્ઞાનિકોની સલાહ એવા સમયે આવી છે જ્યારે ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે અને વાયરસનું આ નવું સ્વરૂપ એવા સ્થળોએ પ્રવેશ કરી રહ્યું છે જ્યાં લોકો પહેલેથી જ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. માસ્ક પહેરવા છતાં ઘણા લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે નિષ્ણાતો માને છે કે નબળી ગુણવત્તાવાળા માસ્ક અને ખોટા માસ્કનો ઉપયોગ કરીને સંક્રમણનું જોખમ ઘણું વધારે છે. આ કિસ્સામાં, જો ઓમિક્રોન વેરિએન્ટને ટાળવું હોય તો ડબલ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર