રસીનો પૂરતો જથ્થો આવે તે પહેલાં આપણે કઈ કઈ સાવચેતી રાખી શકીએ, જાણો ટોચના આરોગ્ય તજજ્ઞ શું કહે છે

પ્રતિકાત્મક તસવીર

ઓગસ્ટના મધ્ય સુધીમાં જથ્થો પાઇપલાઇનમાં હશે ત્યાં સુધી આપણે શું કરીશું? તેવો વિચાર અનેક લોકોને આવે છે. આ સવાલ આરોગ્ય અને આર્થિક એમ બંને બાબતથી જોડાયેલો છે

  • Share this:
K Srinath Reddy

દેશમાં રસીકરણ સામે ઘણા પડકાર છે. જનજાગૃતિથી લઈને રસીના પૂરતા જથ્થા સુધી હજુ ઘણું કરવાનું બાકી છે. શહેરી વિસ્તારોમાં ગત જાન્યુઆરીમાં જ રસીના ઓછા જથ્થા મુદ્દે શંકા ઉદભવી હતી. આ શંકા હવે હકીકત બની જવા પામી છે. રસીનો જથ્થોના હોવાના કારણે રસીકરણ કેન્દ્ર બંધ રાખવાની ફરજ પડી છે. 18 વર્ષથી વધુની વયના લોકોને રસી આપવાની પ્રક્રિયાના કારણે માંગ અને પુરવઠા વચ્ચે ગેપ પડ્યો છે.

હજુ તો ગામડા અને નાના શહેરોમાં રસી માટે માંગ નીકળી નથી. રસી લેવામાં સંકોચ અને રજિસ્ટ્રેશન માટે ટેકનોલોજીનો ઉપયોગ ગામડા અને નાના શહેરોમાં રસીકરણ માટે પડકાર બન્યા છે. આ વિસ્તારોમાં નોંધણી પ્રક્રિયા માટે તંત્ર સહાયક બને. ત્યારબાદ તુરંત જથ્થો પણ મળવો જોઈએ. ઓગસ્ટ મહિનાથી રસીની સપ્લાઈ વધશે તેવી ખાતરી કેન્દ્ર સરકારે આપી છે. રસી ઉત્પાદન વધારવા કવાયત થઈ છે, નવી રસી પણ આવી છે. ડિસેમ્બર મહિના સુધીમાં 2 બિલિયન ડોઝ મળશે તેવી ધારણા છે. અત્યારે રસી ઉત્પાદકો ઝડપ વધારી રહ્યા છે. આ સાથે જ ટ્રાયલમાં સફળ રહ્યા બાદ નવી રસીને લીલી ઝંડી મળી રહી છે. અત્યારે થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ છે.

કેટલીક રાજ્ય સરકારે રસી ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સપ્લાઈ ધીમી છે. COVAX અત્યારે રસીની ભયંકર અછત સામે ઝઝૂમી રહ્યું છે. COVAX આફ્રિકા સહિતના વિકાસશીલ દેશોને આપેલું વચન પાળવા સક્ષમ નથી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને COVAX પ્રત્યે પોતાની જવાબદારી પૂર્ણ કરવી જોઈએ તેવું WHO ઈચ્છે છે.

શ્રીમંત અને મધ્યમ આવકવાળા દેશો રસીનો વૈશ્વિક પુરવઠો લેવા માટે એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે. ગરીબ દેશો રસી મેળવવામાં અસમર્થ છે. અમેરિકા ભારતને એસ્ટ્રાઝેનેકાનો વપરાયા વગરનો જથ્થો આપે તો પણ તે ભારતના સ્ટોકમાં નજીવો વધારો કરશે.

ઓગસ્ટના મધ્ય સુધીમાં જથ્થો પાઇપલાઇનમાં હશે ત્યાં સુધી આપણે શું કરીશું? તેવો વિચાર અનેક લોકોને આવે છે. આ સવાલ આરોગ્ય અને આર્થિક એમ બંને બાબતથી જોડાયેલો છે. વ્યક્તિગત સ્વાસ્થ્યની ચિંતા તો છે જ તેની સાથે મોટા પ્રમાણમાં રસીકરણ વગર આર્થિક ગતિવિધિ કેટલા પ્રમાણમાં શરૂ થઈ શકે તેની પણ અટકળો ચાલે છે. સ્કૂલ, લગ્ન કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રવાસ સહિતની બાબતે અત્યારથી કશું કહી શકાય તેમ નથી.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો, નવા 4251 કેસ નોંધાયા

આટલા પગલાં આપણે લઈ શકીએ

રસીકરણ સાથે સંક્રમણ ફેલાય નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે. જાહેર આરોગ્યની સાવચેતી રાખવી પડશે. થોડા મહિના માસ્ક પહેરવુ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ઘર, કાર્યાલય, ફેક્ટરી, દુકાનો, શાળાઓ અને કોલેજોમાં એયરોસોલના માધ્યમથી વાયરલ ફેલાય નહીં તે માટે શુદ્ધ હવાની અવાર જવર કરાવવા સારું વેન્ટીલેશન જોઇએ. આ બદલાવ કાયમી ધોરણે હોવો જોઈએ. આઉટડોર અને ઇન્ડોર હવા પ્રદુષણ ઘટે તે સારું છે. આ પ્રદુષણના કારણે કોરોનામાં ફેફસાને નુકસાન થવાની શકયતા રહે છે.

એરોસોલ્સ 6 ફૂટ દૂર સુધી સંક્રમણ ફેલાવી શકે છે. તે ધીમી ગતિએ ચાલતા વાયરલ કલાઉડ દ્વારા ઇમારતોમાં વહન કરી શકે છે. આવા સમયે ક્રોસ વેન્ટિલેટર મહત્વનું છે. જેનાથી તેજ હવા આવા વાદળોને બનતા અટકાવે છે. વાયરસના કણ એકઠા થાય તે પહેલાં તેને વિખેરી નાખે છે. જે લોકો બંધ જગ્યાએ કામ કરે છે તેઓએ ડબલ માસ્ક પહેરવું જોઈએ.

સુપર સ્પ્રેડરને ઉગતા જ ડામવા પડશે. તે માટે રાજકીય ઇચ્છાશક્તિ અને કડક પગલાંની જરૂર પડશે. આ ઉપરાંત જનજાગૃતિ જરૂરી છે. ચૂંટણીઓ મોકૂફ રાખવી, અથવા મોટી રેલીઓ સભાના બદલે નાના સ્થાનિક પ્રચારને મંજૂરી અપાવી જોઈએ. ઓગસ્ટ મહિનામાં રસીનો મોટો જથ્થો આવી જશે તો પણ આપણને તાત્કાલિક સુરક્ષા નહીં મળે. સામાન્ય રીતે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે કેટલાક સપ્તાહનો સમય લાગે છે. રસીના પ્રકાર, ડોઝની સંખ્યા, બે ડોઝ વચ્ચેનું અંતર, વ્યક્તિની ઉંમર અને રોગ સહિતની બાબતો પર રસીની અસર આધાર રાખે છે. વાયરલ ટ્રાન્સમિશન પર અસર થાય તે પહેલાં કોમ્યુનિટી સ્તરે કેટલાક લોકોને રસી અપાવી પડશે.

આપણે આ વ્યૂહરચનાને અનુસરવી પડશે

રસીનો મૂળભૂત હેતુ વ્યક્તિને કેટલાક રોગ અને મોતથી બચાવવાનો છે. જેથી જે લોકો બીમારીથી પીડાતા હોય તેને પ્રાથમિકતા અપાવી. મોટાભાગે 45 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય રોગોથી પીડાતા યુવાઓ રહેશે. જ્યારે રસીનો વિપુલ જથ્થા અને અવિરત પુરવઠાની ખાતરી આપવામાં આવે ત્યારે જ ઓછી ઉંમરનાને રસી આપવાનું શરૂ થવું જોઈએ. 2021ના અંત સુધીમાં બાળકો પર થયેલા ટ્રાયલના પરિણામ પણ મળી જાય તેવી શક્યતા છે. જે તે ટ્રાયલમાં 6 મહિનાના બાળકો પર પણ સારા મળે તો દેશની આખી વસ્તી રસીકરણને પાત્ર બની જશે. ત્યારે આપણે રસીઓના વધુ પ્રમાણમાં પુરવઠાની જરૂર પડશે.

અત્યારે અન્ય રસીના પરીક્ષણ પણ ચાલી રહ્યા છે. જેમાં કેટલીક જૂની રસી છે જેને નવા વેરિયન્ટ સામે વધુ અસરકારક બનાવવા તૈયાર કરવામાં આવે છે. બીજી રસી ચેપનું જોખમ સાવ ઓછું કરવા અલગ પદ્ધતિથી તૈયાર થઈ રહી છે. આ મ્યુકોસલ રસીઓ છે, જે ઇન્જેક્શનના સ્થાને શ્વાસમાં લેવામાં આવે છે. આ રસી વાયરસના પ્રારંભિક હુમલો સામે શ્વસન માર્ગમાં જ સુરક્ષિત કરી શકે છે. જે રસી ઇન્જેક્શનથી લેવાય છે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, મ્યુકોસલનો અવરોધ ઉભો નથી કરતી. આવી મ્યુકોસલ રસી બાળકને આપવમાં સરળ રહેશે. રસીનો બગાડ ઓછો કરવા માટે આગામી વર્ષે સિંગલ ડોઝ પેકેઝિંગ સિરિન્જ પણ મળી જશે.

અત્યારે આપણે ઘરઆંગણે ભલે ઉત્પાદન વધારવાના પ્રયાસ કરતા હોઈએ, પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નવી રસી માટે બોલી લગાવવી જોઈએ, ખરીદવી જોઈએ.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા પ્રાસ્તવિત પેટન્ટ માફી મળે તો રસીના પુરવઠાની સ્થિતિ પણ કેટલાક મહિના પછી સુધરી શકે છે. કેટલાક વિકાસશીલ દેશ આ બાબતી ટેકો આપી રહ્યા છે. અગાઉ આ મામલે વિરોધ કરી ચૂકેલા અમેરિકાએ પણ હવે શરતી ટેકો આપ્યો છે. જો આ પ્રસ્તાવને WTOમાં સ્વીકારવામાં આવશે તો ભારતીય કંપનીઓને ઉત્પાદનમાં મુશ્કેલ ગણાતી વિદેશી રસી બનાવવાની તક પણ ઝડપી લેશે . જો WTOમાં પ્રક્રિયા અટકે તો પણ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના દોહા ડિકલેરેશન મુજબ ભારત સરકાર ફરજિયાત લાઇસન્સ જારી કરી શકે છે. આ ડિકલેરેશન મુજબ આરોગ્ય કટોકટીમાં આ પ્રકારનું પગલું ભારત ભરી શકે છે.

રસીની તાકીદે જરૂર અને વ્યવસ્થા

કોરોના મહામારી દરમ્યાન એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે, રસી ઉત્પાદન માટે ભારતની જાહેર ક્ષેત્રની ક્ષમતા ફરી ઉભી કરવી જોઈએ. આપણે માત્ર ખાનગી સેકટર પર નિર્ભર રહી શકીએ નહીં. ફરજિયાત લાઇસન્સ પ્રક્રિયા કર્યા બાદ પણ જો ખાનગી કંપનીઓને મોટા વિદેશી રસી ઉત્પાદકો સામે પડકારનો ડર હોય તો જાહેર ક્ષેત્રની ક્ષમતાની જરૂર પડશે. વિશ્વસનીય વૈશ્વિક રસી સપ્લાયર તરીકે ભારતને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવી હોય તો ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો ફરજિયાત છે. આવી ઉત્પાદન ક્ષમતાને ખાનગી અને જાહેર ક્ષેત્ર સાથે વ્યવહારુ બનાવવી પડશે.

અત્યારે આપણે રસીકરણ અભિયાનમાં જથ્થા અને ગતિ મેળવવા માટે રાહ જોવીએ છીએ ત્યારે આપણે એ વાસ્તવિકતા સાથે જીવવું જોઈએ કે આપણું સંરક્ષણ હજી પણ એવા પગલાં પર આધારીત જે રસી આવ્યા પહેલા સુચવાયા હતા. આપણે એવા લોકોને શાંત રાખવાના છે જેઓ રસી માટે ઉતાવળા છે. તેમને ધૈર્ય અને સ્થિતિસ્થાપકતા સાથે સલામત જાહેર આરોગ્ય વ્યવહાર અપનાવવા વિનંતી કરવાની જરૂર છે. આ સાથે લોકોમાં રસીકરણ અંગે આત્મવિશ્વાસ ઉભો કરવાની પણ જરૂર છે.

(Disclaimer: કાર્ડિયોલોજિસ્ટ અને એપીડેમીઓલોજિસ્ટ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડી પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI)ના પ્રમુખ છે. અહીં વ્યક્ત કરેલા મંતવ્યો વ્યક્તિગત છે.)
First published: