તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને બાંગ્લા અભિનેત્રી નુસરત જહાં અને વ્યવસાયી નિખિલ જૈનના લગ્ન તૂટવાના સમાચાર ચર્ચામાં છે. નુસરતે જણાવ્યું કે તેમણે તુર્કીમાં લગ્ન કર્યા હોવાથી તે ભારતમાં માન્ય નથી, તેથી તેમને તલાકની જરૂરિયાત નથી. દેશમાં લગ્નના રજિસ્ટ્રેશન પર વાત કરવામાં આવી રહી છે. લગ્નનું સર્ટિફિકેટ ન લેવાથી અને કાયદાકીય બાબતોમાં પ્રોબ્લેમ થઈ શકે છે. અહીં મેરેજ સર્ટિફિકેટ અંગે કેટલીક મહત્વની જાણકારી આપવામાં આવી છે.
ભારતમાં મેરેજ સર્ટિફિકેટનું મહત્વ
મેરેજ સર્ટિફિકિટ એક પ્રકારની અધિકૃત ઘોષણા છે કે તમારા લગ્ન થયેલ છે. ભારતમાં લગ્નના રજિસ્ટ્રેશન માટે બે એક્ટ છે- એક હિંદુ વિવાહ અધિનિયમ (1955) અને બીજો વિશેષ વિવાહ અધિનિયમ (1954). હિંદુ વિવાહ અધિનિયમમાં બંને પક્ષ અવિવાહિત હોય અથવા તલાક લીધેલ હોય અથવા પહેલા લગ્ન કરેલ હોય તે જીવનસાથી જીવિત ના હોય તો લગ્ન કરી શકાય છે.
આ અધિનિયમ હિંદુઓ પર લાગુ થાય છે, જ્યારે વિશેષ અધિનિયમ ભારતના તમામ નાગરિકો માટે લાગુ થાય છે. બંને એક્ટ નક્કી કરે છે, તે કપલના લગ્ન થયેલ છે અને બંને વ્યક્તિની એકબીજા પ્રત્યે કેટલીક કાયદાકીય જવાબદારીઓ છે. વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું નક્કી કર્યું. જેનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમનો હક અપાવવાનો હતો.
શું રજિસ્ટ્રેશન ન કરવાથી લગ્નને અમાન્ય ગણવામાં આવે છે? ના, લગ્નનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, પરંતુ તેનું સામાજિક પ્રમાણ છે તો લગ્નને કાયદાકીય ગણવામાં આવે છે. તલાકની કાર્યવાહી પણ એ જ રીતે કરવામાં આવશે. લગ્ન રજિસ્ટર કરવા તે લગ્નનો પુરાવો છે. બાળકોની કસ્ટડી, ઇન્શ્યોરન્સ ક્લેમ, બેન્ક નોમિની અને વારસાગતના હક આ તમામ કામોમાં મેરેજ સર્ટિફિકેટનું ખૂબ જ મહત્વ છે.
મેરેજ સર્ટિફિકેટ કોણ જાહેર કરે છે?
હિંદુ એક્ટ હેઠળ લગ્ન રજિસ્ટર કરવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે અરજી કરી શકાય છે. આ અરજી રજા સિવાય કોઈપણ દિવસે કરી શકાય છે.
દેશમાં કોઈપણ જગ્યા પર લગ્ન રજિસ્ટર કરવા માટે અરજી શકાય?
કપલ તેમના વિસ્તારની મેજિસ્ટ્રેટ ઓફિસમાં અરજી શકે છે. આ પ્રોસેસ માત્ર ઓફલાઈન રજિસ્ટ્રેશન માટે છે તથા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાય છે.
પાસપોર્ટની અરજી માટે મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે?
નવા પાસપોર્ટ નિયમ હેઠળ વર્ષ 2018માં નક્કી કરવામાં આવ્યું છે કે પાસપોર્ટ બનાવવા માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર નથી. લગ્નની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ મહિલાઓએ પાસપોર્ટ માટે અનેક ડોક્યુમેન્ટની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને જાહેરાત કરવામાં આવી છે. લગ્ન થયા વગર જન્મ થયેલ બાળકોનો પણ પાસપોર્ટ બની શકે છે, જે માટે અલગ નિયમો હોય છે.
મેરેજ સર્ટિફિકેટ મેળવવામાં કેટલો સમય લાગે છે?
હવે આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી થાય છે. તે માટે 7થી 15 દિવસનો સમય લાગે છે અને સર્ટિફિકેટ મળે છે. જે માટે કપલે મેજિસ્ટ્રેટ ઓફિસમાં જવાનું રહે છે અને ફોર્મ ભરવાનું રહે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અપોઈન્ટમેન્ટ મળતા થોડો વધુ સમય લાગે છે. જેમ કે, હિંદુ મેરેજ એક્ટ હેઠળ અપોઈન્ટમેન્ટ મેળવવામાં લગભગ 15 દિવસનો સમય લાગે છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં 30 દિવસ પણ લાગી શકે છે.
મેરેજ સર્ટિફિકેટ બનાવવું મોંઘુ છે? કેટલો ખર્ચ થઈ શકે છે?
હિંદુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન રજિસ્ટ્રેશન કરવાનો ખર્ચ રૂ. 100 છે. જે એપ્લિકેશન ફી ગણવામાં આવે છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં રૂ. 150 ફી હોય છે. કપલે રૂ. 400થી 500 જેટલો કેટલોક વધુ ચાર્જ પણ ભરવાનો રહે છે. આ એફિડેવિટ ચાર્જ છે જે અરજીની સાથે ભરવાનો રહે છે. મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય? કેવી રીતે ટ્રેક કરી શકાય?
જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે સંબંધિત સ્ટેટની સરકારી વેબસાઈટની લિંક પર જવાનું રહેશે. તમે જે જિલ્લામાં છો તે જિલ્લો પસંદ કરો. આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશનનો વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરીને તમારે જાણકારી ભરવાની રહેશે. તમામ જાણકારીઓને એક વાર ચેક કરીને ફોર્મ સબમિટ કરો. તે બાદ રજિસ્ટ્રેશન માટે એક તારીખ આપવામાં આવશે. હિંદુ મેરેજ એક્ટ હેઠળ લગભગ બે સપ્તાહ અને સ્પેશિયલ એક્ટ હેઠળ એક મહિનામાં રજિસ્ટ્રેશન થઈ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર