Home /News /national-international /માત્ર 5 રૂપિયા ખર્ચીને આ રીતે મેળવો PM મોદીને મળવાની તક

માત્ર 5 રૂપિયા ખર્ચીને આ રીતે મેળવો PM મોદીને મળવાની તક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સામાન્ય માણસ પીએમ સુધી પહોંચી નથી શકતા. પરંતુ હવે તેમની સાથે મળવું ઘણું સરળ બન્યું છે.

ફર્સ્ટપોસ્ટ.કોમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દરેક જણ મળવા માંગે છે. જોકે સામાન્ય માણસ પીએમ સુધી પહોંચી નથી શકતો. પરંતુ હવે તેમની સાથે મળવું ઘણું સરળ બન્યું છે. સામાન્ય નાગરિક હવે પાંચ રૂપિયા ખર્ચીને પીએમ મોદીને મળી શકે છે.

નરેન્દ્ર મોદી (નમો) એપ દ્વારા પીએમને મળવું હવે સરળ બન્યું છે. જેના માટે લોકોએ નમો એપ પર જઇને ડોનેશન આપવાનું રહેશે. કોઇપણ નાગરિક પાંચ રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીનું ડોનેશન બીજેપીને કરી શકે છે. જોકે આ ડોનેશન કરીને પીએમને મળવા માટે એક શરત છે.

આ છે શરત

પાર્ટી ફંડમાં ડોનેશન આપ્યાં પછી એક રેફરલ કોડ મળશે. આ રેફરલ કોડને 100 લોકો સાથે શેર કરવાનો રહેશે. જો આ તે 100 લોકો આ કોડ દ્વારા ડોનેશન કરે છે તો તમારી મુલાકાત પીએમ મોદી સાથે થઇ શકે છે. જો યૂઝર દ્વારા અપાયેલ આ કોડનો ઉપયોગ ઓછામાં ઓછા 10 લોકો પણ કરે છે તો યૂઝરને નમો ટીશર્ટ અને કોફી મગ ફ્રીમાં મળી શકે છે.

આ નવા ફીચર અંગે પાર્ટીનું કહેવું છે કે પીએમ મોદીને ઘણાં ઓછા લોકો મળી શકે છે. જેથી આ નવા પ્રયોગને કારણે પીએમ મોદી સાથે સંવાદ વધારી શકાય છે.

કઇ રીતે કરશો ઇન્સ્ટોલ

જો તમે પણ પીએમ મોદી સાથે મળવા માંગો છો અને તમે આ એપને ઇન્સ્ટોલ કરવા માંગો છો તો સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર આઈઓએસ પ્લે સ્ટોરમાં જાવ. ત્યાં નમો એપ કે નરેન્દ્ર મોદી એપ છે, જેને ઇન્સ્ટોલ કરો. જે પછી તમારે આમાં તમારી નોંધણી કરવાની રહેશે. ત્યાં જ તમારૂં લોગ ઇન આઈડી અને પાસવર્ડ હશે, જેનાથી તમે આ એપનો ઉપયોગ કરી શકશો.
First published:

Tags: General Elections, પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ

विज्ञापन
विज्ञापन