Home /News /national-international /Resume બનાવવાની જોરદાર ટિપ્સ, નાની મોટી ભૂલોના કારણે નહીં થાય Resume રિજેક્ટ

Resume બનાવવાની જોરદાર ટિપ્સ, નાની મોટી ભૂલોના કારણે નહીં થાય Resume રિજેક્ટ

ખાનગી સેક્ટરમાં નોકરી મેળવવા માટે સૌપ્રથમ તો Resume મોકલવું પડે છે

ખાનગી સેક્ટરમાં નોકરી મેળવવા માટે સૌપ્રથમ તો Resume મોકલવું પડે છે

    ખાનગી સેક્ટરમાં નોકરી મેળવવા માટે સૌપ્રથમ તો Resume મોકલવું પડે છે. જે શોર્ટલિસ્ટ થયા બાદ આગળની પ્રોસેસ માટે કેન્ડીડેટને બોલાવવામાં આવે છે. અત્યારે બેરોજગારી એવી છે કે, માત્ર 10 થી 20 જગ્યાઓ માટે હજારોની સંખ્યામાં રિઝ્યુમ આવે છે. આવી સ્થિતિમાં તે ઉમેદવાર જ ઝડપથી પસંદગી પામે છે, જેનું Resume સૌથી વધુ ઇફેક્ટિવ હોય. ઘણી વખત નાની નાની ભૂલોના કારણે ઉમેદવાર શોર્ટલિસ્ટ થતા નથી. જેમાં સૌથી મોટી ભૂલ સ્પેલિંગમાં આવે છે. પરિણામે પ્રથમ ગ્રાસે મોક્ષિકા જેવો ઘાટ ઘડાય છે.

    2019માં બ્રિટનમાં 20000 Resumeના અધ્યયનમાંથી ફલિત થયું હતું કે, 90 ટકા Resumeમાં સ્પેલિંગ કે ગ્રામર ભૂલો હતી. પુરુષોની સરખામણીમાં મહિલાઓના Resumeમાં વધુ ભૂલો જોવા મળી હતી. 8 ટકા મહિલાઓના Resumeમાં કોઈ જ ભૂલો જોવા મળી ન હતી. આ અભ્યાસમાં એમ્પ્લોયર સામાન્ય રીતે સરેરાશ 28.7 સેકન્ડ જેટલો સમય Resume ઉપર નજર નાખે છે તેવું પણ ફલિત થયું હતું.

    સ્પેલિંગની ભુલ કોમન

    ધી સીવી ગુરુ નામની રિઝ્યુમ રાઇટિંગ સર્વિસના વહીવટી સંચાલક એમ્મા અલકિરવીનું કહેવું છે કે, નોકરી શોધતા લોકોએ સામાન્ય ભૂલોથી બચવા માટે સ્પેલિંગ ચેકરનો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ નહીં. સ્પેલિંગ ચેકર દર વખતે સાચું જ કહેતું નથી. જેથી ઘણી વખત લોકો સ્પેલિંગમાં ભૂલ કરી બેસે છે.

    આ પણ વાંચો - સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પરના માઈલસ્ટોનના અલગ અલગ રંગ પાછળનું જાણો કારણ

    - andની જગ્યાએ add, managerની જગ્યાએ manger જેવી ભૂલ થઈ જાય છે.
    - insureની જગ્યાએ ensure અથવા affectના સ્થાને effect થઈ શકે છે.
    - compliantના સ્થાને complaint પણ જોવા મળી શકે
    - નામના સ્પેલિંગમાં ભૂલ પણ થાય છે.
    -કેપિટલમાં લખાયેલા શબ્દોમાં ભૂલો જોવા મળે છે. ફાઇલ નામમાં પણ ટાઇપોનો ભોગ બની જવાય છે.
    " isDesktop="true" id="1089006" >

    આવી રીતે સ્પેલિંગમાં ભુલોથી બચી શકાય

    -વર્ડ પ્રોસેસની ભાષાને પોતાના ક્ષેત્ર મુજબ સેટ કરો
    -Resume લખ્યા બાદ કેટલોક સમય બ્રેક લો. થોડા સમય પછી -ચેક કરશો એટલે ભૂલો દેખાઈ જશે.
    -ઉતાવળ ના કરો. બે વખત ચેક કરવાની આદત રાખો.
    -મિત્રો અથવા પરિવારજનોને ચેક કરવા આપો
    First published:

    Tags: Job, ભારત