ટ્રેન છૂટી ગયા પછી પણ મળે છે રિફંડ?, મોટાભાગના લોકોને નથી ખબર
ટ્રેન છૂટી ગયા પછી પણ મળે છે રિફંડ?
Train Ticket Refund: ચૂકી ગયેલી ટ્રેનની ટિકિટના પૈસા પાછા મેળવવા માટે, મુસાફરે TDR ફાઇલ કરવો પડશે. TDR ઓનલાઈન પણ ફાઈલ કરી શકાય છે. જણાવી દઈએ કે, રિફંડ મેળવવા માટે અમુક શરતો પૂરી કરવી પડશે...
Railway Refund Rules: ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. દરરોજ લાખો લોકો તેમાં મુસાફરી કરે છે. મોટાભાગના મુસાફરો હજુ પણ રેલ્વે સંબંધિત ઘણા નિયમોથી વાકેફ નથી. લગભગ તમામ લોકો જાણે છે કે, ટ્રેન કેન્સલ થાય તો મુસાફરો રિફંડ લઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારી ટ્રેન ચૂકી જવા છતાં પણ તમે રિફંડ માટે ક્લેમ કરી શકો છો? હા, ટ્રેન ચૂકી જાય તો પણ મુસાફરો ટિકિટના પૈસા પાછા લઈ શકે છે...
લોકો ઇન્ટરનેટ પર આ વિશે સર્ચ કરે છે - Can I get refund if I missed train? મતલબ કે જો હું મારી ટ્રેન ચૂકી ગયો હોઉં તો શું હું રિફંડ મેળવી શકું? ઘણા લોકો સાથે આવું થતું હોવાથી, આ પ્રશ્ન ઇન્ટરનેટ પર ફરતો રહે છે. તો અમે તમને તમારા આ સવાલનો જવાબ આપી રહ્યા છીએ.
જો તમે જે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તે ટ્રેન છૂટી જાય છે અને તમે મુસાફરી કરી શકતા નથી, તો આ સ્થિતિમાં તમને ટિકિટના પૈસા પાછા મળી શકે છે. તમારે ટિકિટ રિફંડ માટે દાવો કરવો પડશે. રિફંડ મેળવવા માટે તમારે અમુક શરતો પૂરી કરવી પડશે.
TDR ભરવાનો રહેશેજો તમે તમારી ટ્રેન ચૂકી ગયા હોવ તો તમારે TDR (Ticket Deposit Receipt-TDR) ફાઇલ કરવી જોઈએ. તમે ચાર્ટિંગ સ્ટેશનથી ટ્રેન ઉપડવાના એક કલાકની અંદર TDR ફાઇલ કરી શકો છો. મુસાફર ઓનલાઈન અને ઓફલાઈન TDR ફાઈલ કરી શકે છે. રિફંડ માટે રેલવે દ્વારા TDR જારી કરવામાં આવે છે. રિફંડની પ્રક્રિયામાં લગભગ 60 દિવસનો સમય લાગી શકે છે.
TDR ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરવું
તમારા IRCTC એકાઉન્ટમાં લોગ-ઇન કરો
તમારા IRCTC એકાઉન્ટમાં લોગ-ઇન કરો
બુક કરેલી ટિકિટ હિસ્ટ્રી પર ક્લિક કરો
PNR પસંદ કરો જેના માટે TDR ફાઇલ કરવાનો છે અને પછી ફાઇલ TDR પર ક્લિક કરો
TDR રિફંડ મેળવવા માટે ટિકિટની વિગતોમાંથી પેસેન્જરનું નામ પસંદ કરો
સૂચિમાંથી TDR ફાઇલ કરવાનું કારણ પસંદ કરો અથવા બીજું કારણ દાખલ કરવા માટે "અન્ય" પર ક્લિક કરો
હવે સબમિટ બટન પર ક્લિક કરો
જો તમે "OTHER" વિકલ્પ પસંદ કર્યો હોય તો ટેક્સ્ટ બોક્સ ખુલશે રિફંડનું કારણ લખીને સબમિટ કરો
TDR ફાઇલ કરવા માટે કન્ફર્મેશન દેખાશે
જ્યારે બધી વિગતો સાચી હોય ત્યારે OK પર ક્લિક કરો
TDR એન્ટ્રી કન્ફર્મેશન પેજ PNR નંબર, ટ્રાન્ઝેક્શન ID, સંદર્ભ નંબર, TDR સ્ટેટસ અને કારણ દર્શાવશે
જો I-ticket હશે તો TDR ઓનલાઈન ફાઈલ કરવામાં આવશે નહીં
I-ticket ઓનલાઈન બુક કરી શકાય છે, પરંતુ આ ટિકિટ કાગળ (હાર્ડકોપી)ના રૂપમાં ઉપલબ્ધ છે. I-ticket કુરિયર અથવા પોસ્ટ દ્વારા ઉપલબ્ધ છે. તેનું રિફંડ ઓનલાઈન લઈ શકાતું નથી. મુસાફરે સ્ટેશન માસ્ટરને I-ticket સબમિટ કરવી પડશે અને TDR લેવો પડશે. પછી તેને સંપૂર્ણ રીતે ભરીને GGM (IT), ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ, પહેલો માળ, ઇન્ટરનેટ ટિકિટ સેન્ટર, IRCA બિલ્ડીંગ, સ્ટેટ એન્ટ્રી રોડ, નવી દિલ્હી 110055 પર મોકલવાનું રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર