Home /News /national-international /

કોઈ પણ ટેસ્ટ આપ્યા વગર જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો કેવી રીતે!

કોઈ પણ ટેસ્ટ આપ્યા વગર જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો કેવી રીતે!

પ્રતીકાત્મક તસવીર

The Ministry of Road Transport and Highways: હાલ સરકારે જાહેર જનતા પાસેથી આ ડ્રાફ્ટ બિલ અંગે આગામી 30 દિવસ સુધી કૉમેન્ટ કે પોતાના મંતવ્યો મંગાવ્યા છે.

  નવી દિલ્હી: હાલની વ્યવસ્થા પ્રમાણે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) માટે ડ્રાઇવિંગ ટેસ્ટ (Driving Test) ફરજિયાત છે. જે તે સ્થાનિક ટ્રાન્સપોર્ટ કચેરી (RTO) ખાતે જઈને ટેસ્ટ માટે બનાવવામાં આવેલા ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા બાદ જ લાઇસન્સ મળે છે. કારણ એવું છે કે ટેસ્ટથી એવું માલુમ પડી જાય છે કે વ્યક્તિને ખરેખર વાહન ચલાવતા આવડે છે કે નહીં. આ દરમિયાન અધિકારીને શંકા જાય અથવા વ્યક્તિ ટેસ્ટ પાસ ન કરી શકે તો તેને ડ્રાઇવિંગ લાઇસન્સ મળતું નથી. જોકે, સરકાર એક એવી યોજના લાવી રહી છે જેનાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવાની જરૂરિયાત નહીં રહે. જાણીએ શું છે આખી યોજના....

  હકીકતમાં આ મામલે કેન્દ્રીય રોડ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરીને મંતવ્યો માંગ્યા છે. ખાસ વાત એ છે કે ડ્રાઇવિંગ લાઇન્સ માટે અરજી કરનાર અરજીકર્તાને ત્યારે જ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે, જ્યારે તેઓ માન્યતા પ્રાપ્ત ટ્રેનિંગ સેન્ટરમાંથી ડ્રાઇવિંગ કરવાની તાલિમ મેળશે. આવું કરતા જ જે તે અરજીકર્તા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લાયક ગણાવ અને આ માટે તેણે કોઈ જ ટેસ્ટ પણ આપવો પડશે નહીં.

  આ પણ વાંચો: સુરત હનીટ્રેપ કેસ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધા

  ઉલ્લેખનીય છે કે RTO ખાતે દરરોજ હજારોની સંખ્યામાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજી કરે છે. આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પણ વેઇટિંગ પિરિયડ હોય છે. એટલે કે લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પણ રાહ જોવી પડે છે. આ ઉપરાંત અનેક જગ્યાએથી એવી પણ ફરિયાદ આવે છે કે ડ્રાઇવિંગ ટ્રેકમાં ખામી હોવાને કારણે પણ અનેક લોકોને ડ્રાઇવિંગ આવડતું હોવા છતાં ફેલ કરવામાં આવે છે. આથી સરકાર હવે એવું વિચારી રહી છે કે જો કોઈ વ્યક્તિ માન્યતા પ્રાપ્ત સેન્ટરમાંથી તાલિમ મેળવશે તો તેને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાંથી મુક્તિ મળશે.

  આ પણ વાંચો: હવે ચૂંટણી કાર્ડનું ડિજિટલ વર્ઝન ડાઉનલોડ કરી શકાશે, જાણો ડાઉનલોડ કરવાની રીત

  કેન્દ્રીય મંત્રાલયે આવા ટ્રેનિંગ સેન્ટરની માન્યતાને લઈને પણ અમુક નિયમો ઘડ્યા છે. હકીકતમાં આ નિયમોનું પાલન કર્યા બાદ જ ડ્રાઇનિંગ ટ્રેનિંગ સેન્ટરની માન્યતા મળશે. હાલ મંત્રાલય તરફથી આ ડ્રાફ્ટ નોટિફિકેશનને અધિકારિક વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. સરકારના આવા પગલાં બાદ તાલિમ પામેલા લોકો રસ્તા પર વાહન હંકારશે તો અકસ્માતોની સંખ્યા પણ ઓછી થશે. માન્યતા પ્રાપ્ત સેન્ટર ખાતે વ્યક્તિને અલગ અલગ તબક્કામાં ડ્રાઇવિંગ શીખવવામાં આવશે જેનાથી ડ્રાઇવર વ્યસ્ત હોય તેવા રસ્તાઓ પર પણ સરળતાથી ડ્રાઇવિંગ કરી શકશે. હાલ સરકારે જાહેર જનતા પાસેથી આ ડ્રાફ્ટ બિલ અંગે આગામી 30 દિવસ સુધી કૉમેન્ટ કે પોતાના મંતવ્યો મંગાવ્યા છે. જે બાદમાં અંતિમ બિલ ઘડવામાં આવશે.

  આ પણ વાંચો: યુવક-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતી યુવતીની ધરપકડ, પોલીસે સમલૈંગિક બનીને દોસ્તી કરી અને પકડી પાડી!

  લાઇસન્સ મેળવવા માટે શું યોગ્યતા ગણાશે?

  સરકારના ડ્રાફ્ટ બિલ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ ટેસ્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નિર્ધારિત તાલિમ કેન્દ્રમાંથી ચાર અઠવાડિયાની અંદર 29 કલાકની તાલિમ લેવી પડશે. જેમાં 21 કલાકની પ્રેક્ટિકલ તાલિમ હશે, જેમાં ચાર કલાકની વર્ચ્યુઅલ તાલિમ પણ હશે. જેમાં વરસાદ, ધુમ્મસ અને રાત્રિના સમયે કેવી રીતે ડ્રાઇવિંગ કરવું તે શીખવવામાં આવશે. મીડિયમ કે હેવી વાહન માટે તાલિમ સમય 29 કલાકનો રહેશે. આ તાલિમ 38 અઠવાડિયા દરમિયાન લેવાની રહેશે. જેમાં 17 કલાક થિયરી અને 21 કલાક પ્રેક્ટિકલ તાલિમ હશે.

  તાલિમ કેન્દ્ર શરૂ કરવા માટે એક શરત એવી પણ છે કે કોઈ વ્યક્તિ પાસે ઓછામાં ઓછી બે એકર જમીન હોવી જોઈએ. જેમાંથી એક એકર જમીન ઢાળવાળી હોવી જોઈએ. આ ઉપરાંત ત્યાં પાર્કિંગની પુરેપુરી વ્યવસ્થા પણ હોવી જોઈએ. આ ઉપરાંત તેમની પાસે બે ક્લાસરૂમ પણ હોવા જોઈએ. આ ઉપરાંત તાલિમ માટે ડ્રાઇવિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટર ખાતે હાજરી માટે બાયોમેટ્રિક સિસ્ટમ હોવી ફરજિયાત છે. જેનાથી તાલિમાર્થી નિયમિત પણે આવે છે કે નહીં તેની માહિતી મળી શકે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: DL, Driving licence, Licence, Regional Transport Office, આરટીઓ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन