Home /News /national-international /Air Suvidha Form: એર સુવિધા ફોર્મ કેવી રીતે ભરવું? આટલું કરશો તો છેલ્લી ઘડીએ અંધાધૂંધી નહીં થાય
Air Suvidha Form: એર સુવિધા ફોર્મ કેવી રીતે ભરવું? આટલું કરશો તો છેલ્લી ઘડીએ અંધાધૂંધી નહીં થાય
એર સુવિધા ફોર્મ કેવી રીતે ભરવું? જાણી લો પ્રોસેસ
How to fill Air Facility Form Air Suvidha Form: ઓગસ્ટ 2020માં કોરોના મહામરીના પીક દરમિયાન એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. હવે ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના નિયમોમાં છૂટછાટ આપી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ એર સુવિધા ફોર્મ ભરવાના નિયમ (Air Suvidha registration process)થી રાહત આપવા વિચારણા કરી રહી છે.
Air Suvidha Self Declaration Form: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ મુસાફરો માટે એર સુવિધા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (Air Suvidha Self Declaration Form) ભરવાનું ફરજિયાત બનાવ્યું છે. ઓગસ્ટ 2020માં કોરોના મહામરીના પીક દરમિયાન એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. હવે ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના નિયમોમાં છૂટછાટ આપી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ એર સુવિધા ફોર્મ ભરવાના નિયમ (Air Suvidha registration process)થી રાહત આપવા વિચારણા કરી રહી છે. પરંતુ જ્યાં સુધી આમ ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દ્વારા ભારત આવતા લોકોએ આ ફોર્મ ભરવું જરૂરી છે. આ ફોર્મનો રજિસ્ટ્રેશન નંબર આપ્યા બાદ જ એરલાઇન્સ તરફથી બોર્ડિંગ પાસ આપવામાં આવે છે.
અજાણ હોય છે મુસાફરો
એર સુવિધા રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં અલગ અલગ કારણોસર તકલીફ પણ ઉભી થાય છે. ઘણા મુસાફરો એરપોર્ટ પર ઉતર્યા પછી અજાણ હોવાનું સામે આવે છે. ઘણી એરલાઇન્સ પણ મુસાફરોને આ ફોર્મ ભરવાના નિયમ અંગે જાણ કરતી નથી અને મોટા ભાગના મુસાફરોને ચેક-ઇન કાઉન્ટર્સ પર કે તે પહેલાં એરલાઇન્સ સ્ટાફ દ્વારા આ નિયમ વિશે જાણ કરવામાં આવે છે.
નોંધનીય છે કે, ચેક-ઇન કાઉન્ટર્સ પર રજિસ્ટ્રેશન નંબર રજૂ ન કરવામાં આવે તો એરલાઇન્સ બોર્ડિંગ પાસ આપે નહીં. ફોર્મ ભરવા માટે ખૂબ લાંબું છે. એર સુવિધા ફોર્મ ભરવા માટે કોઈ સમયમર્યાદા નથી. પરંતુ ટ્રીપ માટે એરપોર્ટ જવા રવાના થતા પહેલા આ ફોર્મ ભરાય તેની તકેદારી રાખવી જોઇએ. આ ફોર્મ ભરવાનું રહી જાય તો મુસાફર તકલીફમાં મુકાઇ શકે છે. આવી સ્થિતિમાં તેઓ તેમના વતી ફોર્મ્સ અપલોડ કરવા માટે સંબંધીઓને કહેતા હોય છે.
આમ તો એરપોર્ટ પર મફત વાઇ-ફાઇ હોય છે, પણ લેપટોપ ન હોય તો તકલીફ સર્જાઇ શકે છે. મોબાઇલ પર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અર્જુન જેવી એકાગ્રતા અને બિલ ગેટ્સની કમ્પ્યુટર સાક્ષરતાની જરૂર પડે છે. સમયસર ફોર્મ ભરવાનું અને અપલોડ કરવાનું ચૂકી ગયેલા કેટલાક મુસાફરો તેમની ફ્લાઇટ્સ પણ ચૂકી ગયા હોવાના દાખલા છે.
આ ફોર્મ માટેનો ઇરાદો સારો હોય પણ આપણી અમલદારશાહીની પ્રક્રિયાથી લોકો નિરાશ થઈ જાય અને માથું ખંજવાળતા રહે છે. અધૂરામાં પૂરું ફોર્મના ડિઝાઇનરોએ ફૉર્મ ભરવું અટપટું બનાવી વધુ મુશ્કેલી ઊભી કરી છે. બીજી તરફ ભારતમાં ઉતરો ત્યારે ભાગ્યે જ કોઈ આ ફોર્મની તપાસ કરે છે તે જોઈને સૌથી મોટો ધ્રાસકો લાગે છે. આવી સ્થિતિમાં આ પ્રક્રિયાને થોડી અનુકૂળ બનાવવામાં આવે તેવી આશા છે.
વિદેશથી ભારત આવતા મુસાફરોએ કઈ વાતનું ધ્યાન રાખવું તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એવા દેશોની યાદી તૈયાર કરી છે જ્યાંથી આવતા મુસાફરોએ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ અપલોડ કરવો પડશે અથવા કોરોના રસીનો સંપૂર્ણ ડોઝ લીધો હોવાનું પ્રમાણપત્ર બતાવવું પડશે. આ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ મુસાફરી કરતા 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. આ દેશોની યાદી https://www.newdelhiairport.in/pdf/ListofCountries-14June2022.pdf પર જોઈ શકાય છે.
જો કોઈ મુસાફર યાદીમાં રહેલા દેશો સિવાય અન્ય કોઈ દેશમાંથી ભારત આવી રહ્યો હોય તો તેના માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત છે. આવી સ્થિતિમાં મુસાફરી પહેલા આરટી-પીસીઆર પરીક્ષણ સમયસર થવું જોઈએ.
એર સુવિધા ફોર્મ ભરવા માટે કોઈ સમયમર્યાદા નથી. પરંતુ ટ્રીપ માટે એરપોર્ટ જવા રવાના થતા પહેલા આ ફોર્મ ભરાય તેની તકેદારી રાખવી જોઇએ. આનાથી એરપોર્ટ પર છેલ્લી ઘડીની અંધાધૂંધી ટાળી શકાય છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને પ્રક્રિયા માટે અડધો કલાકનો સમય અલાયદો રાખો.
કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા?
પાસપોર્ટની વિગતો, ફ્લાઇટની વિગતો અને સીટ નંબર, ચેક-ઇન કરવામાં આવ્યું ન હોય તો સીટ નંબરની સામે '00' ઉમેરો. યાદ રાખો કે, બોર્ડિંગ કરતા પહેલા સીટ નંબર અપડેટ કરવો. આ સિવાય પાસપોર્ટ, રસીકરણનું પ્રમાણપત્ર અને જરૂર જણાય ત્યાં નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.
આ બાબતોને ધ્યાનમાં રાખો
PDF: ઉપરોક્ત તમામ દસ્તાવેજોના પીડીએફ જ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. જો તમારી પાસે વર્ડ ફાઇલ, જેપીઇજી, પીએનજી વગેરે હોય તો તેને ઓનલાઇન પીડીએફ કન્વર્ટરની મદદથી કન્વર્ટ કરો.
ફાઇલનું નામ: ફાઈલ નેમમાં સ્પેશિયલ કેરેક્ટર્સ ન હોવા જોઈએ. જો જરૂરી હોય તો માત્ર હાઇફન (-) અને અન્ડરસ્કોર (_) જ આપી શકાય છે. ફાઇલ નામો વચ્ચે પણ કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. આવી જગ્યાએ લેપટોપ કામ લાગી શકે છે.
ફાઇલની સાઇઝ: કોઈ પણ ડોક્યુમેન્ટની સાઇઝ 1 એમબીથી વધુ ન હોવી જોઈએ. જેથી મુસાફરો ફાઇલની સાઇઝ ઘટાડવા માટે આઇઓએસ અથવા એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ કોઈપણ એપ્લિકેશનોને ડાઉનલોડ કરી શકે છે. આઇઓએસ માટે કોઈ પણ પીડીએફ કોમ્પ્રેસરનો ઉપયોગ થઈ શકે છે અથવા એન્ડ્રોઇડ યુઝર્સ ફાઇલની સાઇઝ ઘટાડવા માટે કોમ્પ્રેસ પીડીએફ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.
જો તમારી સાથે એવા બાળકો હોય, જેમણે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી, તો બાળકનું નામ વગેરે ભર્યા પછી તમે વિગતો ખાલી છોડી શકો છો. જો રસીનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમે માતાપિતાનું સર્ટિફિકેટ આપી શકો છો.
હવે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી નોંધણી નંબર / એપ્લિકેશન રેફરન્સ નંબર જારી કરવાની કાર્યવાહી થશે. આ વિગતો મુસાફરના ઇમેઇલ આઇડી પર ઇમેઇલ કરવામાં આવે છે.
મુસાફરે એરપોર્ટ પર એપ્લિકેશન પ્રિન્ટઆઉટ અથવા સોફ્ટ કોપી સાથે રાખવી આવશ્યક છે, જેની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડિંગ પાસ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર