Home /News /national-international /ઘરની જ ચીજોથી એકદમ ચકાચક થઈ જશે ગેસનું બર્નર, જ્યોત પણ ઊંચી અને જમવાનું બનશે ફટાફટ

ઘરની જ ચીજોથી એકદમ ચકાચક થઈ જશે ગેસનું બર્નર, જ્યોત પણ ઊંચી અને જમવાનું બનશે ફટાફટ

gas burner flame

ઘણી વખત રસોઈ બનાવતી વખતે ગેસ બર્નર પર વસ્તુઓ પડી જાય છે અને તેના છિદ્રો બ્લોક થવા લાગે છે. ધીરે ધીરે, બર્નરની જ્યોત ધીમી અથવા ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં, બર્નરને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

આપણાં દરેક ઘરનો સૌથી મહત્વનો ભાગ તેનું રસોડું છે અને રસોડામાં સૌથી મહત્વની વસ્તુ છે ગેસનો ચૂલો. કારણ કે અહીં માણસ માટે જીવવાની પ્રથમ જરૂરિયાત એવું ભોજન બને છે. ખોરાક માત્ર ગેસના ચૂલા પર રાંધવામાં આવે છે. જો કે હવે તો ઇલેક્ટ્રિક સ્ટવ, માઇક્રોવેવ ઓવન અને એર ફ્રાયર જેવા ઘણા ઉપકરણો આવી ગયા છે, જેના પર કેટલીક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે, પરંતુ જ્યારે રોટલી રાંધવાની અથવા ભાત બનાવવાની વાત આવે, તો ફક્ત ગેસ સ્ટવ જ ઉપયોગી બને છે. આટલું જ નહીં આ સિવાય ચા બનાવવાનું, રોટલી અને દાળ-શાક બનાવવાનું કામ ગેસના ચૂલા પર થતું હોવાથી તે પણ ઝડપથી ગંદા થઈ જાય છે. ઘણી વખત રસોઈ બનાવતી વખતે ગેસ બર્નર પર વસ્તુઓ પડી જાય છે અને તેના છિદ્રો બ્લોક થવા લાગે છે. ધીરે ધીરે, બર્નરની જ્યોત ધીમી અથવા ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં, બર્નરને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અને ગંદા બર્નર પર દેખીતી રીતે જ કોઈને ખોરાક બનાવવો રૂચિકર ન હોય.

પણ જો તમને કોઈ પૂછે કે તમે છેલ્લી વખત તમારા સ્ટોવ બર્નર ક્યારે સાફ કર્યા હતા, તો તમને યાદ પણ નહીં હોય. ઘણા ઓછા લોકોને એ ખબર હોય છે કે ગેસ સ્ટવ બર્નર ઘરે જ વ્યવસ્થિત સાફ કરી શકાય છે. જો તમે પણ ઊંચી એટ્લે કે તીવ્ર ફ્લેમ ઈચ્છતા હોવ તો તમે કેટલીક પદ્ધતિઓ અપનાવીને ઘરે બેઠા આ કામ કરી શકો છો.

આ પણ વાંચો: તાવ, દુઃખાવા, મેલેરિયા, કેન્સર સહિતની જરૂરી દવાઓના ભાવ 12 ટકા વધશે, 1 એપ્રિલથી આમ આદમીને વધુ એક ફટકો

  • ઘરેબેઠા કોઈપણ બર્નરને સાફ કરતા પહેલા, ખાતરી કરો કે તે સંપૂર્ણપણે ઠંડુ છે, કારણ કે જો થોડા સમય પહેલા તેના પર ખોરાક રાંધવામાં આવ્યો હોય, તો તે તમને બાળી શકે છે.

  •  સૌથી પહેલા એક છીછરા વાસણમાં અડધું વિનેગર અને અડધું પાણી મિક્સ કરીને ભરો, હવે તેમાં બર્નર મૂકો.

  •  ત્યાર પછી લગભગ 30 મિનિટ માટે તેને પાણીમાં રહેવા દો. પછી તેને બહાર કાઢીને સાદા પાણીથી ધોઈ લો.

  •  હવે પાણી અને ખાવાનો સોડા મિક્સ કરીને તેની એક પેસ્ટ બનાવો અને પેસ્ટને 15-30 મિનિટ માટે બર્નર પર રહેવા દો.

  •  બાકીની ગંદકી દૂર કરવા માટે સ્ક્રબ બ્રશ અથવા ટૂથબ્રશનો ઉપયોગ કરો.

  •  પછી તેને ધોઈ લો અને તેને કપડાથી લૂછીને સૂકવી દો.

  • બર્નરને ત્યાર પછી સ્ટવ પર મૂકો. તમે જોશો કે તેની જ્યોત પહેલા કરતાં વધુ તીવ્ર બની ગઈ છે.


બસ આટલું કરવાથી તમે બર્નરને ક્લીન કરવા ઉપરાંત તેની જ્યોત પહેલા કરતાં વધારે તીવ્ર કરી શકો છો!
First published:

Tags: Cooking gas, Flame, Kitchen