Home /News /national-international /સંશોધન : મોબાઇલની સ્ક્રીનનો ટેસ્ટ કરી વ્યક્તિ કોરોના સંક્રમણ છે કે નહીં તે ખબર પડી જશે

સંશોધન : મોબાઇલની સ્ક્રીનનો ટેસ્ટ કરી વ્યક્તિ કોરોના સંક્રમણ છે કે નહીં તે ખબર પડી જશે

પ્રતિકાત્મક તસવીર - (pixabay)

ફોન ઉપર સંક્રમણ હોય એટલે જેનો ફોન છે, તે વ્યક્તિ પણ સંક્રમિત હોઈ શકે. જેથી નાક કે મોઢામાં તપાસ કરવાની જગ્યાએ હવે મોબાઇલની સ્ક્રીનની તપાસ થઇ રહી છે

  કોરોના વાયરસનો ખતરો ઓછો થયો નથી. વાયરસના નવા નવા પ્રકાર સામે આવી રહ્યા છે. આ પ્રકારને ઘાતક માનવામાં આવે છે. હવે કોરોનાની રસી લેવાની સાથે એલર્ટ પણ રહેવું પડશે. આવી સ્થિતિમાં આખો દિવસ હાથમાં મોબાઈલ રહેતો હોય ત્યારે તેની તપાસથી પણ આપણે સંક્રમણનો ભોગ બન્યા છીએ કે નહીં તેનો ખ્યાલ આવી જાય. જે માટે હેલ્થકેર વર્કર્સને આપણા નાક કે મોઢાના સેમ્પલની જરૂર પડે નહીં. મોબાઇલની સ્ક્રીનની તપાસ સંક્રમણ અંગે જાણકારી આપી દેશે.

  ફોન સ્ક્રીન ટેસ્ટિંગ

  ફોન ઉપર સંક્રમણ હોય એટલે જેનો ફોન છે, તે વ્યક્તિ પણ સંક્રમિત હોઈ શકે. જેથી નાક કે મોઢામાં તપાસ કરવાની જગ્યાએ હવે મોબાઇલની સ્ક્રીનની તપાસ થઇ રહી છે. આ પદ્ધતિને ફોન સ્ક્રીન ટેસ્ટિંગ કહેવામાં આવે છે. સાયન્સ મેગેઝિન ઇલાઇફમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકીને ઇન્ડિયન એક્સપ્રેસમાં માહિતી આપવામાં આવી છે. તે અહેવાલ મુજબ આ નવી અને સસ્તી પદ્ધતિ છે. જે આરટીપીઆરસી જેવા સચોટ પરિણામો આપે છે.

  હવાથી સંક્રમણ ફેલાય છે?

  જ્યારે કોઈ ઉધરસ કે છીંક ખાય ત્યારે નાક અથવા મોંમાંથી નીકળેલા પાણીના કણ હવામાં ફેલાય છે. હવાના માધ્યમથી તે જમીન પર અથવા તેની આસપાસની દરેક વસ્તુ પર ફેલાય છે. જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેના કિસ્સામાં પણ આવું જ થશે. તેને છીંક ના આવે તો હળવી ઉધરસ કે મોટેથી બોલવાથી પણ હવામાં ટીપાં ફેલાય છે. સંક્રમિત વ્યક્તિની આસપાસની સપાટી પણ વાયરસ વહન કરતી હોવાનું અત્યાર સુધી ઘણા અભ્યાસોમાં સામે આવી ચૂક્યું છે.

  આ પણ વાંચો - શરીરમાં થઇ રહી છે હિમોગ્લોબિનની ઉણપ, તો ડાયટમાં સામેલ કરો આ 7 વસ્તુઓ

  સ્માર્ટફોન જ શા માટે?

  સ્માર્ટફોન પર્સનલ વસ્તુ છે. સ્માર્ટફોન હંમેશા દર્દીના મોઢાની નજીક હોય છે. તેનાથી સ્ક્રીન પર વાયરસ એકઠા થાય છે. વૈજ્ઞાનિકોએ આ વસ્તુને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો હતો. જેમાં ત્યારબાદ તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું. લંડનની યુનિવર્સિટી કોલેજમાં થયેલા આ અધ્યયનમાં સ્ક્રીનના ટેસ્ટથી કોરોના નેગેટિવ કે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ફોન સ્ક્રીન ટેસ્ટિંગમાં મોબાઇલ ફોનમાંથી નમૂના લેવામાં આવે છે અને સલાઈન વોટરના રાખવામાં આવે છે. ત્યારબાદ સેમ્પલને સામાન્ય પીસીઆર ટેસ્ટના તપાસવામાં આવે છે. આ પ્રક્રિયા વ્યક્તિના સામાન્ય ટેસ્ટ જેવી છે.

  આવી રીતે થયો ટેસ્ટ

  કુલ 540 લોકો પર કરવામાં આવેલા આ ટેસ્ટમાં આશ્ચર્યજનક બાબતો સામે આવી હતી. આ અભ્યાસમાં મોબાઇલ સ્ક્રીન ટેસ્ટ ઉપરાંત નિયમિત RTPCR પણ કરાવવામાં આવે તેની ખાતરી કરાઈ હતી. જે વ્યક્તિનો RTPCRમાં પોઝિટિવ કે નેગેટિવ હોય તેના મોબાઈલની ફોન સ્ક્રીન શું કહે છે? તે જાણવા મળે છે.બંને પરીક્ષણો બે જુદી જુદી લેબમાં કરવામાં આવ્યાં હતાં.

  ફોન ટેસ્ટિંગની એક્યુરેસી ખૂબ વધુ

  વાયરલ લોડ વધુ હોય તેવા લોકોના ટેસ્ટના પરિણામ 100 ટકા સુધી સાચા હતા. જયારે ઓછો વાયરલ લોડ ધરાવનારમાં આ પ્રમાણ 81.3 ટકા જેટલું હતું. નેગેટિવ હોય તેવા લોકોનું પરિણામ 98.8 ટકા જેટલું સાચું આવ્યું હતું. હવે વૈજ્ઞાનિકો મોટા પાયે મોબાઇલ સ્ક્રીન ટેસ્ટથી સંક્રમણને ઝડપથી શોધી શકાય તેમ માને છે. મોબાઇલ સ્ક્રીનના ટેસ્ટ માટે મશીન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

  સપાટીથી ઇન્ફેક્શન ફેલાય?

  આ બાબતે સતત અભ્યાસ થઈ રહ્યા છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન CDCનું માનવું છે કે, સંક્રમિત સપાટીથી બીમારી ફેલાઈ શકે છે. જોકે, તેની શક્યતા ઓછી છે. CDC વધુ સ્પષ્ટતા કરતા કહે છે કે, જે જગ્યાએ વાયરસ સંક્રમિત વ્યક્તિના કરને પહોંચ્યો છે, ત્યાં અડવાથી સ્વાસ્થ્ય વ્યક્તિ બીમાર પડે તેવું 10000માંથી 1 કિસ્સામાં નોંધાય છે.

  કઈ સપાટી પર કેટલા સમય માટે વાયરસ રહે છે?

  જે રીતે હવામાં ફેલાય તેવી રીતે સપાટી પર ફેલાય તેવું શરૂઆતમાં વૈજ્ઞાનિકો માનતા હતા. પ્લાસ્ટિક અને સ્ટીકની સપાટી પર વાયરસ અનેક દિવસો સુધી જીવિત રહી શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ CDCએ ચેતવણી આપી હતી કે, સંક્રમિત સપાટીને અડકયા બાદ આંખ, નાક અને કાનને અડકવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. અલબત પાછળથી સ્પષ્ટ થયું કે, સપાટી કરતા હવાથી સંક્રમણનો ખતરો વધુ છે.
  First published:

  Tags: Coronavirus, Coronavirus infection, Coronavirus research, Research, Smartphone screen, સ્માર્ટફોન

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો