આ સરકારી કંપની આપી રહી છે રૂ. 2 કરોડ જીતવાની તક, આ નંબર પર મોકલવો પડશે મેસેજ

ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા ઈચ્છતા હોય છે. આ માટે તેઓ અલગ-અલગ પ્રયોગ કરે છે. જો તમે પણ ઓછા દિવસોમાં કરોડપતિ બનવા માગતા હોવ તો, તમારી પાસે પણ જોરદાર તક આવી છે

ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા ઈચ્છતા હોય છે. આ માટે તેઓ અલગ-અલગ પ્રયોગ કરે છે. જો તમે પણ ઓછા દિવસોમાં કરોડપતિ બનવા માગતા હોવ તો, તમારી પાસે પણ જોરદાર તક આવી છે

  • Share this:
    નવી દિલ્હી : ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા ઈચ્છતા હોય છે. આ માટે તેઓ અલગ-અલગ પ્રયોગ કરે છે. જો તમે પણ ઓછા દિવસોમાં કરોડપતિ બનવા માગતા હોવ તો, તમારી પાસે પણ જોરદાર તક આવી છે. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણના ભાવ વચ્ચે ઇન્ડિયન ઓઇલ દ્વારા પોતાના ગ્રાહકોને રૂપિયા બે કરોડનું ઇનામ જીતવાની તક આપવામાં આવી છે. આ બાબતે કંપની દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે.

    કંપની દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફર ચલાવવામાં આવી રહી છે. જેનું નામ ડીઝલ ભરો ઇનામ જીતો (Diesel Bharo, Inaam jeeto) છે. આ ઓફરમાં જીતીને તમે કરોડપતિ બની શકો છો. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ વ્યક્તિ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે.

    શું છે આ ઓફર?

    ડીઝલ ભરો ઇનામ જીતો ઓફરમાં ભાગ લેવા તમારે ઇન્ડિયન ઓઇલના કોઈપણ રિટાઇલ આઉટલેટમાંથી ઓછામાં ઓછું 25 લીટર અથવા તેનાથી વધુ ડીઝલ ખરીદવું પડશે. આટલું ડીઝલ તમારે એક જ બિલમાં ખરીદવાનું રહેશે તે શરત છે. એટલે કે એક જ વારમાં 25 લીટર ડીઝલ ખરીદવું પડશે. તે માટે અલગ-અલગ બિલ હોવા જોઈએ નહીં.

    આ પણ વાંચો - આ દિવાળી પર સોનાનો ભાવ રૂ. 52,000 કરતા પણ વધુ રહેશે, અત્યારે કરી લો સોનાની ખરીદી

    કઇ રીતે જીતી શકાય છે 2 કરોડ?

    25 લીટર અથવા તેનાથી વધુ ડીઝલની ખરીદી પર તમને સિંગલ પ્રિન્ટ બિલ મળશે. તેના પર એક નંબર અને ડીલર કોડ રહેશે. આ કોડને 7799033333 નંબર પર SMS કરી મોકલવાનો રહેશે.

    આવી રીતે કરો SMS

    SMS મોકલવા માટે સૌથી પહેલા તમારે ડીલર કોડ ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ સ્પેસ મૂકી બિલ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ ફરી સ્પેસ મૂકી ક્વોન્ટીટી ટાઈપ કરી 7799033333 નંબર પર મોકલી દો.

    આ રહી પ્રોસેસ

    SMS DEALER CODE BILL NUMBER QUANTITY to 77990 33333. આ SMSની સુવિધા BSNL / MTNL / VI / એરટેલ / એરસેલ / જિયો સહિતની કંપનીના બધા જ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.
    First published: