Fraud Alert: આ એન્જિનિયરે કરેલી ભૂલ તમે ક્યારેય ન કરતા, નહીંતર થઈ જશો સાઇબર ફ્રોડનો શિકાર

તસવીર: Shutterstock

Tips to avoid online fraud: ભોપાલના અહમદે OTP શેર કર્યો ન હોવા છતાં બેન્ક એકાઉન્ટમાંથી પૈસા નીકળવા લાગ્યા હતા, એન્જિનિયર હોવા છતાં અહમદ છેતરાયો.

  • Share this:
ભોપાલ: ઓનલાઈન ફ્રોડ (Online fraud) કરનાર ભેજાબાજ ઘણા જ્ઞાની લોકોને પણ પોતાના સકંજામાં ફસાવી ચૂક્યા છે. આવા લોકોના કારસ્તાનનો ભોગ શિક્ષિત અને ટેક્નોસેવી લોકો પણ બને છે. 12 ઓગસ્ટ, 2021ના રોજ ભોપાલ (Bhopal)માં રહેતા એન્જિનિયર સાથે રૂ. 65,000નો ફ્રોડ કરવામાં આવ્યો છે. આ એન્જિનિયર સાથે જે પણ થયું, તેના વિશે તમે જાણી લેશો તો તમે આ પ્રકારના ફ્રોડથી બચી શકો (tips to avoid online fraud) છો.

અહમદ બન્યો સાઈબર ક્રાઈમનો શિકાર

ભોપાલના રહેવાસી અહમદનું જીવન ખૂબ જ સારુ ચાલી રહ્યું હતું. લોકડાઉનમાં તેઓ વર્ક ફ્રોમ હોમ (Work from home) કરી રહ્યા હતા અને તેમની સેલેરી એકાઉન્ટ (Salary account)માં આવી રહી હતી. તે સમયે તેની સાથે કંઈક જ અજૂગતું થયું. તે દિવસે અહમદના સ્માર્ટફોન પર એક મેસેજ આવ્યો અને તે મેસેજમાં એક લિંક મોકલવામાં આવી હતી. જ્યારે પણ આપણા ફોનમાં એક પ્રમોશનલ મેસેજ આવે છે, ત્યારે આપણે તે મેસેજની લિંક ઓપન કરીને જોઈએ છીએ. અહમદે પણ મેસેજની લિંક ઓપન કરી હતી. લિંક પર ક્લિક કરતા જ કેટલીક મોબાઈલ એપ્સ (Mobile application) ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ. આ એપ્સે મોબાઈલ ફોનને હેક કર્યો હતો.

અહમદને આ બધું જ ખૂબ જ સામાન્ય લાગી રહ્યું હતું. થોડા સમય બાદ અહમદને બેન્કમાંથી મેસેજ આવ્યો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, “તમારા એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા એક્ટિવ કરવામાં આવી છે.” અહમદને કંઈક સમજમાં નહોતું આવતું કે, બેન્કે આવું શા માટે કર્યું. ફોન પર કેટલાક OTP (One Time Password) મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: SBI vs PNB vs ICICI Bank: જાણો કઈ બેંકમાંથી દિવસમાં કેટલી રોકડ ઉપાડી શકાય

સોફ્ટવેર એન્જિનિયર હોવાના કારણે અહમદને ખબર હતી, કે OTP કોઈની પણ સાથે શેર ન કરવો જોઈએ. અહમદે પણ OTP શેર કર્યો નહોતો, તેમ છતાં બેન્ક એકાઉન્ટમાંથી પૈસા નીકળવા લાગ્યા હતા. અહમદના એકાઉન્ટમાંથી ત્રણવાર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા અને તેના એકાઉન્ટમાંથી રૂ. 65 હજાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ અહેમદને ખબર પડી ગઈ હતી કે ફ્રોડ થયો છે. અહમદે ત્યાર બાદ તાત્કાલિક સાઈબર બ્રાન્ચ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે તે અજ્ઞાત વ્યક્તિ પર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

અહમદથી ક્યાં ભૂલ થઈ ગઈ હતી?

અહમદથી થોડી ભૂલ થઈ અને મેસેજમાં આવેલ લિંક પર ક્લિક કર્યું હતું. જો અહેમદે તે લિંક ઓપન ન કરી હોત તો ફ્રોડ ન થયો હોત. આ બાબત પરથી આપણે શીખવું જોઈએ કે, ફોન પર કોઈપણ શંકાસ્પદ મેસેજ આવે તો તેમાં જણાવેલ લિંક પર ક્લિક ન કરવી જોઈએ.
First published: