પુલવામા હુમલાનું કાવતરું કેવી રીતે ઘડાયું? થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

News18 Gujarati
Updated: May 26, 2020, 11:19 AM IST
પુલવામા હુમલાનું કાવતરું કેવી રીતે ઘડાયું? થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. (ફાઇલ તસવીર)

આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કરતાં 40 જવાન શહીદ થયા હતા, આવી રીતે કર્યું હતું પ્લાનિંગ

  • Share this:
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુલવામા (Pulwama)માં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલા (Terrorist Attack)ને હજુ પણ દેશ ભૂલાવી નથી શક્યો. આજે પણ લોકોના મનમાં તે ઘટના તાજી છે જ્યારે આતંકીઓએ વિસ્ફોટકથી ભરેલી ગાડીને સીઆરપીએફ (CRPF)ના ટ્રક સાથે ટકરાવી દીધી હતી, જેમાં 40 CRPF જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને એક વર્ષથી વધુ સમય પસાર થયા બાદ ખુલાસો થયો છે કે આતંકીઓ પાસે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક આવ્યા ક્યાંથી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોની તપાસ કરી રહેલા અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આતંકીઓએ આ કાવતરાને પૂરા પ્લાનિંગ સાથે અંજામ આપ્યો હતો.

‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના પ્રકાશિત અહેવાલ મુજબ, અધિકારીઓએ આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરતાં કહ્યું કે આતંકીઓએ બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેનારા સામાનની નાની-મોટી ચોરીને અંજમ આપ્યો હતો. મોટો હુમલો કરવા માટે આતંકીઓને પથ્થરની ખાણોમાંથી લગભગ 500 જિલેટિન સ્ટિક્સની ચોરી કરી હતી. તેની સાથે જ તેઓએ અમોનિયમ નાઇટ્રેટ અને અમોનિયમ પાવડરને આસપાસની દુકાનોથી નાની-નાની માત્રામાં ખરીદ્યા, જેનાથી કોઈને શંકા ન જાય. તેની સાથે જ RDXને નાની-નાની માત્રામાં અનેકવાર પાકિસ્તાનથી મંગાવવામાં આવ્યો હતો.

પુલવામા હુમલા માટે વિસ્ફોટક સામગ્રી કેવી રીતે મેળવવામાં અવી તેની જાણકારી આપતા એક કાઉન્ટર ઇમરજન્સી અધિકારીએ જણાવ્યું કે જેશ-એ-મોહમ્મદ કમાન્ડર મુદસ્સિર અહમદ ખાન (11 માર્ચ 2019ના રોજ પિંગલિશમાં એક એન્કાન્ટરમાં ઠાર), ઈસ્લાઇલ ભાઈ ઉર્ફે લમ્બૂ (હાલમાં કાશ્મીરમાં મુખ્ય JeM કમાન્ડર), સમીર અહમદ ડાર (કાશ્મીર ઘાટીમાં જૈશનો બીજો કમાન્ડર) અને શાકિર બશીર માર્ગે (28 ફેબ્રુઆરી 2020ના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ)એ ખાણોથી અને ખેવ (પુલવામા), ખુન્નમ (શ્રીનગર), ત્રાલ, અવંતીપોરા અને લેથપોરા વિસ્તારોમાં ખડકોને તોડનારી કંપનીમાં ઉપયોગમાં લેવાતી જિલેટિનની સ્ટિક્સને ધીમે-ધીમે ચોરી કરી.

પ્લાનિંગથી એકત્ર કરવામાં આવ્યો હતો સામાન

નોંધનીય છે કે, જિલેટિનની સ્ટિક્સ જેમાં નાઇટ્રોગ્લિસરીન હોય છે, તેને ઇન્ટેલિજન્સ એજન્સીઓથી બચાવવા માટે 5 કિલો અને 10 કિલોની માત્રામાં જ એકત્ર કરવામાં આવી. અધિકારીએ જણાવ્યું કે અમોનિયમ નાઇટ્રેટ (લગભગ 70કિલોગ્રામ) અને અમોનિયમ પાવડરને સ્થાનિક બજારથી જ ખરીદવામાં આવ્યા હતા જ્યારે 35 કિલોગ્રામ RDX પાકિસ્તાનથી લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, WHOએ જાહેર કરી ચેતવણી- જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોનાપાકિસ્તાનથી નાની-નાની માત્રામાં RDX મંગાવાયો

મામલાની તપાસ કરી રહેલા ફોરેન્સિક વિશેષજ્ઞોએ પહેલા જ એ વાતની પુષ્ટિ કરી હતી કે આત્મઘાતી હુમલામાં અમોનિયમ નાઇટ્રેટ, નાઇટ્રોગ્લિસરીન અને RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હુમલાના તરત બાદ NIAએ તમામ પુરાવા એકત્ર કરી લીધા હતા. વિસ્ફોટક સામગ્રી કેવી રીતે એકત્ર કરવામાં આવી હતી અને ડિલીવરીની પાછળ કોણ લોકો હતા, તેની ભાળ મેળવી લેવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે RDX ખૂબ નાની-નામી માત્રામાં પાકિસ્તાનથી ભારત મોકલવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જૈશના આતંકી ભારતમાં ચૂપચાપ દાખલ થયા હતા.

પહેલા પણ ચોરીના કેસ સામે આવતા રહ્યા છે

નોંધનીય છે કે, જિલેટિનની સ્ટિક્સ ખુલ્લેઆમ નથી મળતી. તે સ્ટિક્સ સરકાર તરફથી અધિકૃત કંપનીઓ કે પછી સરકારી વિભાગ જેમ કે ભૂવિજ્ઞાન વિભાગને જ આપવામાં આવે છે. જોકે પહેલા પણ તપાસમાં સામે આવી ચૂક્યું છે કે પહાડો/ખડકોને તોડવા માટે ખાણોમાં ઉપયોગમાં લેવામાં આવતા વિસ્ફોટક અપરાધીઅી એન આતંકવાદીઓના હાથોમાં પહોંચી જાય છે.

આ પણ વાંચો, રસ્તા પર ફસડાઈ પડી કોરોના સંક્રમિત મહિલા પોલીસકર્મી, નજીક ઊભેલા સાથીઓએ પણ ન કરી મદદ
First published: May 26, 2020, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading