Home /News /national-international /

News18 Exclusive: જાણો, કેવી રીતે મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી AK-47 અને બુલેટ્સ ભરેલી બોટ

News18 Exclusive: જાણો, કેવી રીતે મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી AK-47 અને બુલેટ્સ ભરેલી બોટ

27 જૂનના રોજ ઓમનાના અખાતમાં ભારે મોજામાં વિખૂટી પડી ગઈ હતી આ બોટ છેટ ભારત કઈ રીતે પહોંચી.

ન્યુઝ 18ને સૂત્રોએ જણાવ્યું કે આ ઓમાન સિક્યુરિટીની 16 મીટરની યોટ 26 જૂનના દિવસે ઓમાનના અખાતમાં મધદરિયે ખરાબ વાતાવરણને લઈને ફસાઈ ગઈ હતી. જે બાદ તેણે ડિસ્ટ્રેસ કોલ કરતા 27 જૂનના રોજ કોરિયન નેવી જહાજ તેની નજીક પહોંચ્યું હતું અને બોટમાં રહેલા વ્યક્તિઓનો બચાવ્યા હતા. જે બાદ આ યોટને નેવી જહાજની પાછળ ટગ કરવામાં આવી હતી જોકે અધવચ્ચે દરિયામાં કેબલ તૂટી જતા બોટ તોફાની દરિયામાં દૂર ફંગોળાઈ ગઈ હતી. જેથી બોટ હથિયારો સાથે દરિયામાં ઢસડાઈને ભારત પહોંચી હતી.

વધુ જુઓ ...
મિડીયા સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર પાસે ગુરુવારે AK-47 રાઈફલ તથા બુલેટ્સ લઈ જતી બોટ મળી આવી છે. આ બોટ મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી અને તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરતા જુદી જુદી તપાસ એજન્સીઓ દરિયા કિનારે દોડી આવી હતી. આ બોટ મે અને જૂનમાં દુબઈથી રવાના થઈ હતી. આ બોટમાં ત્રણ ક્રૂ મેમ્બર અને પાંચ પેસેન્જર હતા.

ઓમાનની ખાડીમાં ખરાબ હવામાનને કારણે 26 જૂનના રોજ ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો. 27 જૂનના રોજ કોરિયન નેવી વેસલ ‘ROKS Dae Jo Yeong’એ તમામ કર્મીઓને બચાવી લીધા હતા. ત્યારબાદ આ બોટ હથિયાર સાથે પાણીમાં વહી ગઈ હતી. સુરક્ષા એજન્સી નેપ્ચ્યૂન સમુદ્રી સુરક્ષાએ ગુમ થઈ ગયેલ બોટમાં રહેલ AK હથિયારોના સિરીયલ નંબરની પુષ્ટી કરી છે.

મહારાષ્ટ્રના દરિયા કિનારે મળેલી AK47 સહિતના હથિયારો સાથેની બોટ અંગે મળ્યા સૌથી મોટા અપડેટ

નેપ્ચ્યૂન સમુદ્રી સુરક્ષાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ચોમાસા દરમિયાન અરબ સાગરમાં બોટ ડેમેજ થઈ ગઈ હતી, જેના કારણે કેપ્ટને ઈમરજન્સી જાહેર કરી હતી. બોટમાં રહેલા ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે બોટને બચાવી શકાઈ ન હતી. નેપ્ચ્યૂન P2P ગ્રુપે જણાવ્યું હતું કે, આ બોટ ડૂબી ગઈ છે તેવું માનવામાં આવી રહ્યું હતું, જોકે તે ભારતીય દરિયા કિનારા પર વહી રહી હતી.’

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયન મહિલા હાના લોન્ડરગન પાસે આ જહાજ છે. આ મહિલા ‘લેડી હાન’ નામની બોટ ચલાવે છે. ફડણવીસે જણાવ્યું છે કે, AK-47 રાઈફલ તથા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. આ અંગે કોસ્ટ ગાર્ડને પણ સૂચિત કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના હરીહરેશ્વરમાં મળી હથિયારો સાથેની શંકાસ્પદ બોટ, 26/11 જેવી શક્યતાને પગલે એજન્સીઓ હાઈએલર્ટ પર

લોન્ડરગન અને તેમના પતિ અને બોટના કેપ્ટન જેમ્સ હોબર્ટ યૂરોપથી મસ્કટ ટ્રાવેલ કરી રહ્યા હતા. ફડણવીસે જણાવ્યું કે, આ બોટનું એન્જિન ડેમેજ થઈ ગયું હતું, આ કારણોસર તેમણે ફોન કર્યો હતો. સાઉથ કોરિયન જહાજે તેમને બચાવ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે બોટને બચાવી શકાઈ ન હતી.

ગુરુવારે શ્રીવર્ધન પર લેન્ડ થયેલ RDXએ વર્ષ 1993ની યાદ અપાવી હતી. તે સમયે પહેલી વાર બોમ્બ બનાવવા માટે વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટાઈગર મેનન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે કરેલ મુંબઈ પર હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો હતો.
Published by:Mitesh Purohit
First published:

Tags: 26/11 mumbai attack, Boat, Maharashtra, Security forces

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन