સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જીતમાં સ્મૃતિ ઈરાનીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. સ્મૃતિએ અમેઠીમાં રાહુલ ગાંધી સામે ઐતિહાસીક જીત મેળવી હતી. આ જીત વર્ષ 1977ની યાદ અપાવે છે, જ્યારે ઇંદિરા ગાંધીને રાજ નારાયણે હરાવી દીધા હતા. ઈરાનીની જીત મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે ગાંધી પરિવારના આ કિલ્લાને ધ્વસ્ત કરવા માટે તેમણે અનેક મુલાકાતો કરી હતી.
સ્મૃતિ સતત અમેઠી જઈ રહી હતી તો બીજી બાજુ રાહુલ ગાંધીએ અમેઠીની પ્રજાને રામ ભરોસ મૂકી દીધી હતી. પરિણામ તમારી સામે છે. પરિવાર અને નામનું કોઈ મહત્ત્વ નથી હોતું તમારે પ્રજાના કામ કરવા પડે છે.
વર્ષ 1977માં રાજ નારાયણે ઇમર્જન્સી બાદ ઇંદિરા ગાંધીને હરાવ્યા હતા. તે વખતે ઉત્તર પ્રદેશ અને દેશમાં જુદો માહોલ હતો. લોકો ઇંદિરાની વિરુદ્ધ હતા,. રાજ નારાયણ રાયબરેલીના સ્થાનિક પણ નહોતા છતાં વિજયી થયા હતા. વર્ષ 2014માં અમેઠીમાં હારવા છતાં સ્મૃતિએ મેદાન છોડ્યું નહીં અને સતત મહેનત કરી હતી. આ જીત મહેનતના બળે મેળવેલી જીત છે.
એમાં શંકાને સ્થાન નથી કે ભાજપે સ્મૃતિને ભરપૂર સહયોગ કર્યો. હારવા છતાં કેબિનેટમાં સ્થાન આપ્યું. સ્મૃતિએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જીત બાદ કહ્યું હતું કે મને વર્ષ 2014માં વિશ્વાસ થઈ ગયો હતો કે અમેઠીને જીતી શકાય છે. સંગઠને જવાબદારી આપી અને મેં કામ કર્યુ.
પાર્ટી, સંઘ પરિવાર અને સરકારે અમેઠીમાં ઈરાનીને મદદ કરી. તેમ છતાં સ્મૃતિ દિવસ રાત સતત અમેઠીમાં કામ કરતી હતી. ભાજપના પ્રવક્તા ગોવિંદ સિંહે કહ્યું હતું કે વર્ષ 2014થી વર્ષ 2019 વચ્ચે સ્મૃતિએ સતત 60 વખત અમેઠીની મુલાકાત કરી હતી.
કાર્યકરો સાથે જોડાયેલી રહી
સ્મૃતિએ પાંત વર્ષમાં કોંગ્રેસની દલિત અને લઘુમતિ જાતીઓની વોટ બેંકમાં ઘૂસ મારી હતી. સતત લોક સંપર્ક અને કૉમ્યુનિકેશન સ્કિલના કારણે તણે લોકો સાથે સંપર્ક જાળવ્યો. સરકારી મશીનરીએ યોજનાઓને અમેઠી સુધી યોગ્ય રીતે પહોંચાડી
ગુમશુદા સાંસદ રાહુલ ભાજપનો નારો
ભાજપે રાહુલ વિરુદ્ધ ગુમશુદા સાંસદનો નારો આપ્યો હતો. રાહુલ ગાંધી અમેઠીના સાંસદ હતા પરંતુ મુલાકાત કરતા નહોતા. આ દરમિયાન ભાજપે રાહુલ વિરુદ્ધ ગુમશુદા સાંસદનો નારો આપ્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર